ગુજરાત વેટ ઓડિટ ક્યારે કરાવવું ફરજિયાત રહે…. એક અલગ અભિપ્રાય –

Spread the love
Reading Time: 3 minutes

By કિર્તિ શાહ, ભુજ

નાણાકીય વર્ષ 2017-18 એ ઇન ડાયરેક્ટ ટેક્સ હેઠળ પ્રેક્ટિસ કરનાર સૌ કોઈ વ્યક્તિ માટે ખૂબ પડકાર ભર્યું વર્ષ હતું. વેટ તથા સર્વિસ ટેક્સ જેવા પ્રચલિત વેરાઓ ને “bye bye” કરી જી.એસ.ટી. જેવો “વન નેશન-વન ટેક્સ” તરીકે ઓળખાતા ટેક્સ ને “WEL COME” કરવાનું આ વર્ષ હતું. આ પડકારો નો જલ્દી અંત આવતો નથી દેખાતો. જી.એસ.ટી. ની અનેક મુંજવાણો ને એક બાજુ રાખી વેટ કાયદા હેઠળ પણ હજુ અમુક પડકારો જીલવાના બાકી છે. 07 ડિસેમ્બર 18 ના રોજ ગુજરાત ના એક અગ્રણી એશો. ને માનનીય જોઇન્ટ કમિશ્નર દ્વારા એક પત્ર લખી ઓડિટ ના ટર્નઓવર અંગેનો વાણિજ્ય વેરા ખાતાનો મત જણાવ્યો હતો. એ મત વિરુદ્ધ એશો. દ્વારા પણ માનનીય કમિશ્નર ને આ અંગે ફેર વિચારણા કરવા પત્ર લખ્યા ના અહેવાલો છે. આ પત્રો થી પણ અલગ એક અર્થઘટન આ લેખ દ્વારા આપ સૌ વાચકો સમક્ષ રાખવા પ્રયાસ કરી રહ્યો છું.

        મિત્રો, વેટ કાયદા હેઠળ જે ઓડિટ ગુજરાત મૂલ્ય વર્ધિત વેરા અધિનિયમ ની કલમ 63 તથા ગુજરાત મૂલ્ય વર્ધિત વેરા નિયમો ના નિયમ 44 હેઠળ કરવામાં આવે છે. આ ઓડિટ વેટ કાયદા હેઠળ ભરવામાં આવનાર કલમ 33 હેઠળ ના વાર્ષિક રિટર્ન ઉપર થી કરવાનું હોય છે. આ વાર્ષિક રિટર્ન અંગે નિયમ 20 લાગુ પડે છે. આપ સૌનું ધ્યાન ખાસ કલમ જી.એસ.ટી. ના અમલ બાદ દાખલ કરવામાં આવેલ કલમ 27-ક તરફ દોરવું જરૂરી છે. આ કલમ હેઠળ દર્શાવેલ 7 ચીજ વસ્તુ સિવાય તમામ માલ માટે, નોંધણી ધરાવતા વેપારીઓ ના નોંધણી દાખલા 30.06.2017 થી રદ્દ થઈ ગયેલા ગણાશે. જ્યારે કોઈ નોંધણી દાખલો, અધિકારી દ્વારા રદ્દ કરવામાં આવે કે વેપારી દ્વારા રદ કરવા અરજી કરવામાં આવે ત્યારે, તે વર્ષ માટે તે વેપારીએ મારા મત મુજબ વાર્ષિક રિટર્ન ના સ્થાને નિયમ 21 હેઠળ ફાઇનલ રિટર્ન ભરવાનું રહે છે. આમ, 2017-18 ના વર્ષ માટે પેટ્રોલ-ડીઝલ જેવી નોન-જી.એસ.ટી. ચીજ વસ્તુ ને બાદ કરતાં કોઈ પણ ડિલરે નિયમ 20 હેઠળ વાર્ષિક રિટર્ન ભરવાનું રહેતું નથી પણ તેના સ્થાને નિયમ 21 હેઠળ ફાઇનલ રિટર્ન ભરવાનું રહે. નિયમ 21 હેઠળ ના કેસોમાં ઓડિટ કરાવવાનું રહેતું નથી કારણકે નિયમ 20(1) ના બીજા પ્રોવિસો મુજબ જે વેપારીઓ ને ઓડિટ રિપોર્ટ રજૂ કરવા ફરમાવ્યું હોય તેવા રજીસ્ટર થયેલ વેપારીએ વાર્ષિક પત્રક જે વર્ષ ને લાગતું હોય તે વર્ષ ના અંત થી નવ મહિનાની અંદર વાર્ષિક પત્રક ભરવાનું રહે જ્યારે નિયમ 21(4)(ક) મુજમ ફાઇનલ પત્રક ધંધો બંધ થયા ના અથવા તબદીલ થયાના માત્ર 22 દિવસ ની અંદર રજૂ કરવાના રહે છે.

        વળી, કલામ 27(5) માં ઉલ્લેખેલા કારણસર (દા .ત . ત્રણ થી વધારે પત્રક ના કસુરદાર હોય)કોઈ વેપારી નું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે ત્યારે તો વાર્ષીક પત્રક માંગવામાં પણ નથી આવ્યું કારણ કે આવા વેપારીની આકારણી જલ્દી થી થઈ શકે છે.  આવા કેસોમાં ઓડીટ ની અપેક્ષા પણ રાખવામા આવેલ નથી આવી અને તેથી અહી ઓડીટ કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી.

        GST ના અમલને કારણો કલમ-૬૩, નિયમ-૨૦ અને ૪૪ માં થયેલ સૂધરા મુજબ નવી કલમ ૨૭(ક) હેઠળ, ડી રજીસ્ટર્ડ થવાને કારણે રદ જાહેર થયેલા નંબરવાળા વેપારીના કેસમાં , જે

વેપારીનું વેરપાત્ર ટર્નઓવર રુ .૨૫ લાખ થી વધુ હોય તેવા વેપારીઓને જ છેલ્લું પત્રક રજૂ કરવા કાયદા થી ઠરવામાં આવ્યું અને આ છેલ્લા પત્રક ને નિયમ-૨૦ ના આધારથી વાર્ષીક પત્રક મનાવવામાં આવ્યું. આ પત્રક તારીખ 01.07.2017 થી સાત અને ત્યાર બાદ બે એમ કુલ નવ મહિના માં રજૂ કરવા અને પાંચ લાખ થી વધુ ક્રેડીટ કેરી ફોરવોર્ડ કરી હોય તેનું ઓડીટ કરી ૨૧૭ A માં નવ માહિનામાં એટલેકે તારીખ 30.04.18 સુધીમાં રજૂ કરવાનું ઠરવવામાં આવ્યું.         આમ મારા નમ્ર મંતવ્ય પ્રમાણે ડિસેમ્બર અંત સુધી સેટ ચીજવસ્તુ ના વેપારી સિવાય ના કોઈએ વાર્ષીક પત્રક કે ઓડીટ રિપોર્ટ રજૂ કરવાના થતાં નથી . આ મત મારો અંગત મત છે. સપૂર્ણ રીતે “સેફ” રેવા વેપારીઓ ઓડિટ કરવી લે તો કોઈ હર્જ ના રહે. આ અંગે આપના કોઈ મંતવ્યો હોય તો 9428308867 ઉપર Whats app દ્વારા મોકલી શકો છો.

error: Content is protected !!
18108