ગુજરાત વેટ ઓડિટ માટે મુદત થશે 28 ફેબ્રુવારી???

Spread the love
Reading Time: < 1 minute

ઉના તા 29.01.19; સૂત્રો પાસે થી મળી રહેલી માહિતી મુજબ 2017 18 ના વેટ ઓડિટ ની મુદત 28 ફેબ્રુવારી કરી આપવામાં આવશે. આ અંગે આધિકારીક જાહેરાત ની રાહ જોવાઈ રહી છે. શક્ય છે કે આ મુદત 28 ફેબ્રુવારી અથવા તો 03 માર્ચ કરી આપવામાં આવે. વાણિજ્ય વેરા ખાતા દ્વારા અગાઉ આપવામાં આવેલ પરિપત્ર મુજબ 31 જાન્યુવારી એ વેટ ઓડિટ મેળવવા તથા અપલોડ કરવાની છેલ્લી તારીખ છે. ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો., રાજકોટ કમર્શિયલ ટેક્સ બાર એશો વગેરે એશો. દ્વારા આ મુદત વધારવા વાણિજ્યક વેરા કમિશનર ને આ અંગે મુદત વધારવા રાજુવાત કરે છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!
18108