ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાઇ લોકડાઉન 5.0 ની માર્ગદર્શિકા. વાંચો શું રહી શકે છે ખુલ્લુ, કઈ પ્રવૃતિ હજુ રહેશે બંધ…
By Bhavya Popat, Editor, Tax Today
તા. 31.05.2020: ભારત સરકાર દ્વારા 30.05.2020 ના રોજ લોકડાઉન 5.0 અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. આ ઉપરથી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માં લાગુ પડતી માર્ગદર્શિકા 30 મે ના રોજ મોડી રાત્રે બહાર પાડવામાં આવેલ છે. આ રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓ ઉપરથી જિલ્લા સમાહર્તા (કલેક્ટર) જાહેરનામા બહાર પાડશે. આ જાહેરનામા જે તે જિલ્લાઓ માં લાગુ પડશે. આવો જાણીએ ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ કઈ પ્રવૃતિઓ હવે થશે ચાલુ અને કઈ પ્રવૃતિઓએ હજુ રહેવું પડશે બંધ.
ગુજરાત સરકારની લોકડાઉન 5.0 અંગે ની મહત્વની માર્ગદર્શિકાઓ:
- સમગ્ર રાજયમાં રાત્રે 9.00 કલાક થી સવારે 5.00 કલાક સુધી કર્ફ્યુ લાગુ રહેશે.
- રાજયમાં કંટેંઇમેંટ ઝોન જાહેર કરવામાં આવ્યા હોય તેવા વિસ્તારોમાં માત્ર જીવન જરૂરિયાત ની ચીજવસ્તુ ને લગતી પ્રવૃતિઓ ચાલુ રહી શકશે. આ પ્રવૃતિઓ પણ સવારે 7.00 થી સાંજે 7.00 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત માઇક્રો કંટેંઇમેંટ ઝોન (બફર ઝોન-જ્યાં COVID-19 ફેલાવવાની સંભાવના છે તેવા વિસ્તાર) માં પણ કંટેંઇમેંટ ઝોન ના નિયમો લાગુ પડશે.
- જાહેર કરેલ નેગેટિવ લિસ્ટ સિવાય નોન-કંટેંઇમેંટ ઝોનમાં તથા નોન માઇક્રો કંટેંઇમેંટ ઝોનમાં તમામ પ્રકારની આર્થિક પ્રવૃતિઓ ચાલુ રહી શકશે.
- મ્યુનિસીપલ વિસ્તારમાં (કોર્પોરેશન તથા પાલિકા બંને) સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી ઉપર જણાવેલ આર્થિક પ્રવૃતિ ચાલુ રહી શકશે.
- મ્યુનિસિપલ વિસ્તાર બહાર ના વિસ્તારમાં સવારે 8 થી સાંજે 8 સુધી ઉપર જણાવેલ આર્થિક પ્રવૃતિ ચાલુ રહી શકશે.
- જે ઉદ્યોગો ને અગાઉ સતત ચાલુ રહેવા પરવાનગી આપવામાં આવેલ છે તે પરવાનગી મુજબ ચાલુ રહી શકશે.
- ગુજરાત સરકાર માઇક્રો કંટેંઇમેંટ વિસ્તાર ની જાહેરાત કરશે. આ જાહેરાતો સતત થતી રહેશે. પરિસ્થિતી પ્રમાણે નવા વિસ્તારો આ માઇક્રો કંટેંઇમેંટમાં સમાવશ કરવામાં આવશે અને આ વિસ્તાર તરીકે દૂર પણ કરવામાં આવશે.
- જે કામદારો, કર્મચારીઓ, દુકાનદાર જેમના ઘર આ કંટેંઇમેંટ ઝોન અથવા માઇક્રો કંટેંઇમેંટ ઝોન માં હશે તેમને આ ઝોન બહાર જવા દેવામાં આવશે નહીં.
- અમદાવાદ શહેર માં પણ કંટેંઇમેંટ ઝોન અથવા માઇક્રો કંટેંઇમેંટ ઝોન સિવાય ના વિસ્તારમાં આર્થિક પ્રવુતિઓ ચાલુ કરી દેવામાં આવશે.
- સમગ્ર રાજયમાં ગુજરાત ST ની સેવાઓ ચાલુ કરી દેવામાં આવશે. અમદાવાદ શહેર માટે બસ સ્ટેશન અંગે વિગતો બહાર પાડવામાં આવશે.
- સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ-સ્ટેડિયમ ખૂલી શકશે. પરંતુ દર્શકો અથવા તો વધુ જન મેદની ભેગી કરી શકાશે નહીં. ટેલીવિઝન બ્રોડકસ્ટિંગ ઉપર કોઈ પાબંધી રહેશે નહીં.
- શેરીમાં ના ફેરિયાઓ/અઠવાડિક બજારો ને 8 જૂન થી વેચાણ કરવા પરવાનગી આપવામાં આવશે. સ્થાનિક પ્રશાશન દ્વારા આ અંગે વિસ્તારો અંગે જાહેરાત કરવાની રહશે. આ અંગે ની શરતો તથા વિધિઓ પણ સ્થાનિક પ્રશશન દ્વારા જાહેર કરવાની રહશે.
- નીચેની પ્રવૃતિઓ ને તબક્કાવાર, દર્શાવેલ શરતો ને આધિન ખોલવાની રહેશે.
ક્રમ | પ્રવૃતિ | કંટેંઇમેંટ ઝોન અથવા માઇક્રો કંટેંઇમેંટ ઝોન બહાર ના વિસ્તારમાં |
1 | તમામ શૈક્ષણિક, ટ્રેનીંગ, રિસર્ચ, કોચિંગ સંસ્થાઓ | ખૂલી શકશે નહીં. હા વહીવટી કામગીરી કરતી ઓફિસો શરૂ કરી શકાશે. |
2 | જિમ | ખોલી શકાશે નહીં. |
3 | હોટેલ તથા ક્લબ | 08 જૂન 2020 થી ખોલી શકાશે |
4 | રેસ્ટોરન્ટ, લોજ | 08 જૂન 2020 થી ખોલી શકાશે |
5 | શોપિંગ મોલ, મોલ માં ની દુકાનો | 08 જૂન 2020 થી ખોલી શકાશે |
6 | રિટેલ શોપ | 01 જૂન થી ખોલી શકાશે. (લેખક ના મતે ઓડ-ઇવન જેવી કોઈ શરતો રહેશે નહીં. પરંતુ સંબંધિત કલેક્ટર નું જાહેરનામું આવે તે જોઈ સ્થાનિકો એ નિર્ણય લેવો) |
7 | સિનેમા હૉલ. (સિંગલ કે મલ્ટી સ્ક્રીન) | ખૂલી શકશે નહીં. |
8 | ઉદ્યોગો | સામાજિક દૂરી જાળવી 100% સ્ટાફ સાથે કામ કરી શકશે |
9 | તમામ ધાર્મિક સ્થાનો | 08 જૂન 2020 થી ખોલી શકાશે. સામાજિક દૂરી જાળવવાની વ્યવસ્થા કરવાની રહેશે. કોઈ કર્યેક્રમો કે મોટી જનમેદની ભેગી થાય તેવી પ્રવુતિઓ કરી શકશે નહીં. |
10 | મૃત્યુ ના સંજોગોમાં 20 વ્યક્તિ અને
લગ્ન પ્રસંગે 50 વ્યક્તિઓ |
હા, આ હાલ છે તે મુજબ ચાલુ રહેશે. |
11 | વિશાળ જન મેદની થાય તેવા કર્યેક્રમો | ના થઈ શકે |
12 | સાંસ્ક્રુતિક, થિયેટર ના કર્યેક્રમો | ના થઈ શકે |
13 | શેરી ના દુકાન ડારો/ફેરિયાઓ | 08 જૂન 2020 થી ખોલી શકાશે |
14 | ચા-કોફી ની નાની દુકાનો | ખૂલી રહી શકશે. |
15 | પાન ની દુકાનો | પાર્સલ આપી શકશે |
16 | દારૂ ની દુકાનો | પરમિટ હોલ્ડર માટે ખૂલી રહી શકશે. |
17 | હજામ, વાળંદ ની દુકાનો, બ્યુટી પાર્લર | સામાજિક દૂરી જાળવી ખોલી શકાશે. |
18 | લાઈબ્રેરી | 60% ની કેપેસિટી માં ચાલુ રહી શકશે. |
19 | ગુજરાત ST ની સેવાઓ | ચાલુ રહેશે. |
20 | સિટી બસ સેવાઓ | અમદાવાદ તથા સુરત માં 50% ની કેપેસિટીમાં અન્ય સ્થળો ઉપર 60% ની કેપેસિટીમાં ચાલી શકશે. |
21 | પ્રાઈવેટ બસ સેવાઓ | અમદાવાદ સુરત માટે 50% ની કેપેસિટી માં અને અન્ય સ્થળો માટે 60% ની કેપેસિટીમાં ચાલુ રહી શકશે. ઊભા રહી યાત્રા કરવાની મનાઈ રહેશે. |
22 | ઓટો રિક્ષા | ડ્રાઈવર અને 2 પેસેંજર સાથે ચાલુ રહી શકશે. |
23 | ટેક્સી, કેબ, કેબ એગરેગેટર, પ્રાઈવેટ કાર | ડ્રાઈવર તથા 2 પેસેંજર સાથે ચાલુ રહી શકશે. જે ગાડી માં સિટિંગ કેપેસિટી 6 થી વધુ હોય તે ડ્રાઈવર તથા 3 પેસેંજર સાથે ચાલી શકશે. |
24 | ટુ વિલર | બે વ્યક્તિઓ જય શકશે. |
25 | ખાનગી ઓફિસો | સામાજિક દૂરી જાળવી શરૂ રહી શકશે |
26 | બેન્ક | ચાલુ રહેશે. |
27 | સરકારી ઓફિસો | ચાલુ રહેશે. |
28 | તમામ રિપેરિંગ શોપ, ગેરેજ, વર્કશોપ, સર્વિસ સ્ટેશન | ચાલુ રહેશે. |
29 | સ્વિમિંગ પુલ, ગાર્ડન, ઝૂ, વોટર પાર્કસ, એમયુંઝમેંટ પાર્ક | ના, ચાલુ રહી શકશે નહીં. |
30 | પુરતાત્વિય સ્થળો, બીચ, અન્ય પર્યટન સ્થળ | ના, ચાલુ રહી શકશે નહીં. |
લોકડાઉન 5.0 ની અન્ય શરતો:
માલ ની હેરફેર રાજ્ય માં તથા રાજ્ય બહાર વિના રોકટોક ચાલુ રહેશે.
65 વર્ષ થી ઉપરના વ્યક્તિઓ, 10 વર્ષ સુધીના બાળકો, અન્ય બીમારી થી પીડાતા વ્યક્તિઓ, ગર્ભસ્થ સ્ત્રીઓ એ સલામતી માટે જરૂરી કામ સિવાય ઘર થી બહાર નીકળવું નહીં તેવી સલાહ આપવામાં આવે છે.
જાહેર સ્થળો તથા કામ ના સ્થળો એ માસ્ક પહેરવું ફરજિયા રહેશે.
આ જાહેરાતો બાદ હવે જિલ્લા કલેક્ટર પોતાના જાહેરનામા આપશે. આ જાહેરનામા નું પાલન જે તે વિસ્તાર માં કરવાનું રહે છે.
(તા.ક. આ લેખ તૈયાર કરવામાં ખૂબ કાળજી રકવામાં આવેલ છે. છતાં આ લેખ ઉપર થી કોઈ વ્યકિતી કોઈ પ્રવૃતિ કરે અથવા ના કરે તે અંગે લેખક કે ટેક્સ ટુડે કોઈ પણ રીતે જવાબદાર નથી.)
ગુજરાત સરકાર ની માર્ગદર્શિકા : Covid-19 unlock – 1 30.05.2020