ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોશીએશન દ્વારા જી.એસ.ટી. ઉપર લેક્ચર સિરીઝ નું અમદાવાદ ખાતે આયોજન

Spread the love
Reading Time: < 1 minute

જી.એસ.ટી. ની પ્રેક્ટિસ કરતા વ્યવસાયીઓ ના સૌથી મોટા એસોશિએશન ઈવા ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન દ્વારા તારીખ 08 જુલાઈ થી 12 ઓગસ્ટ સુધી વિવિધ જી.એસ.ટી ના વિષયો ઉપર “લેક્ચર સીરીઝ” નું આયોજન કરવમાં આવેલ છે. આ “લેક્ચર સીરીઝ” અન્વયે ગત શનિવારે તા. 13 જુલાઈ ના રોજ ચાર વિભિન્ન વક્તાઓ દ્વારા ચાર અલગ જી.એસ.ટી. ના વિષયો ઉપર વક્તવ્યો આપવામાં આવ્યા હતા. આ વક્તાઓમાં રાજકોટ ના એડવોકેટ અપૂર્વ મહેતા, અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરતાં એડવોકેટ કુન્તલ પરીખ તથા એડવોકેટ ઉચિત શેઠ તથા ઉના ના એડવોકેટ ભવ્ય પોપટ નો સમાવેશ થતો હતો. આ “લેક્ચર સીરીઝ” નો લાભ 300 થી વધુ ડેલીગેટ્સ દ્વારા લેવામા આવ્યો હતો. આ “લેક્ચર સીરીઝ” ના કન્વેનર તરીકે એડવોકેટ હસમુખ શાહ તથા એડવોકેટ સમીર સિધ્ધપુરીયા એ સેવા આપી હતી. આ “લેક્ચર સીરીઝ” ના સફળ આયોજન પાછળ સંસ્થા ના પ્રમુખ ઉર્વીશ પટેલ તથા તેમના ઓફિસ બેરર ટિમ દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી. ભવ્ય પોપટ એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!