ગુજરાત સ્ટેટ જીએસટી માં બઢતી ના આદેશ: જુનાગઢ ખાતે શ્રી જે. એચ. નીનામાંની નાયબ રાજ્ય વેરા કમીશનર તરીકે નિમણૂક
Reading Time: < 1 minute
ઉના તા-8-3-19 , ગુજરાત સરકાર ના નાણાં વિભાગ દ્વારા આજે બઢતી ના આદેશ બહાર પાડવામાં આવેલ છે. જે અંતર્ગત વિવિધ સહાયક રાજ્ય વેરા કમિશનરો ને નાયબ કમીશનર તરીકે બઢતી આપવામાં આવી છે . જે અંતર્ગત જુનાગઢ ખાતે શ્રી જે. એચ. નીનામાંની નાયબ કમીશનર તરીકે બઢતી આપી નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત વેરાવળ ખાતે સહાયક કમીશનર તરીકે સેવા આપી ચૂકેલ શ્રી એ. એલ. ખરાડી ને નાયબ કમીશનર તરીકે બઢતી આપવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય ૧૦ સહાયક કમીશનર ને પણ બઢતી આપવામાં આવેલ છે. બઢતી પામેલ તમામ નાયબ કમીશનર શ્રીઑ ને ટેક્સ ટૂડે પરિવાર તરફ થી હાર્દિક શુભેચ્છા: ભવ્ય પોપટ-એડિટર-ટેક્સ ટુડે.