ગોંડલ માં જીએસટી વિભાગના દરોડા, ચાર પેઢીને સીલ કરવામાં આવી
ગોંડલના જીએસટી બિલિંગ કૌભાંડને પગલે જીએસટી તંત્ર દ્વારા દરોડા પાડી ને ચાર પેઢીને સીલ કરવામાં આવી હતી આની પહેલા આશરે ચારેક મહેના પહેલા પાડવામાં આવેલ દરોડામાં રુ. 1000/- કરોડ ના ગોટાળા મામલે ત્રણ વેપારીઓ જેલની હવા ખાઈ ચુક્યાં છે
આ વેપારીઓની ક્રોસ એન્ટ્રીમાં અન્ય વેપારીઓને પણ નોટીસો ફટકારવામાં આવી હતી અને જુદા જુદા ગામોમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ફરીથી આજે જીએસટીની ટીમે ગોંડલશહેર માં છાપા માર્યા હતાં. શહેરના ત્રણ ખૂણિયા ખાતે આવેલ પેઢી પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દલાલ પેઢી સૌરાષ્ટ્ર ગુજરાતમાં તેલ તેમજ ખાદ્ધ પદાર્થની દલાલીમાં મોટું નામ ધરાવતી હોઈ બે નંબર નો અને બોગસ બીલીંગ નો કારોબાર કરતા અનેક વેપારીઓની નામ ખુલવાની આશંકા છે – લલીત ગણાત્રા પ્રેસ રીપોર્ટર ટેક્ષ ટુડે