ગ્રોસ આઉટ પુટ ઉપર વ્યાજ લગાડવા અંગે એક કેસ માં દિલ્હી વડી અદાલતે આપ્યો સ્ટે:

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 29.05.2019: જી.એસ.ટી. કાયદા ની કલામ 50 હેઠળ વેરો મોડો ભરવા બદલ 18 કે 24 % સુધી વ્યાજ લેવાની જોગવાઈ છે. કાયદા ઘડનારાઓ નો હેતુ હોય કે ના હોય, કાયદા માં આ વ્યાજ ની કલમ નું અર્થઘટન એ પ્રમાણે કરવામાં આવે છે કે નોંધાયેલ વ્યક્તિ એ વ્યાજ એ પોતાના વેચાણ ઉપર જે વેરો ભરવા પાત્ર છે તેના ઉપર ભરવું પડે. સામાન્ય સમજ મુજબ વ્યાજ એ સરકાર ને ટેક્સ મોડો મળવાના કારણે થયેલ નુકશાન ભરપાઈ કરવા માટે ચૂકવવાનું થતું હોય છે. માટે આ વ્યાજ વેચાણ ઉપર ભરવા પાત્ર વેરા માથી ઈન્પુટ ક્રેડિટ ની રકમ બાદ કરી ભરવાપાત્ર થાય. આ અંગે અનેક નોંધાયેલ વ્યક્તિ ને વ્યાજ પોતાના આઉટપુટ વેરા ઉપર (ઈન્પુટ બાદ કર્યા સિવાય ની રકમ ઉપર) ભરવા નોટિસો મળ્યા ના અહેવાલો છે.

આ પ્રકારની નોટિસ મળતા લેન્ડમાર્ક લાઈફ સ્ટાઈલ નામક કરદાતા એ રીટ પિટિશન દ્વારા માનનીય દિલ્હી હાઇકોર્ટ ના દ્વાર ખખડાવ્યા હતા. આ કેસ માં આ કરદાતા વિરુદ્ધ આવતી તારીખ સુધી કોઈ પણ સખ્ત પગલાં લેવા સામે દિલ્હી હાઇ કોર્ટ દ્વારા સરકાર ને મનાઈ ફરમાવવા માં આવેલ છે. આ કેસ ની હવે પછી ની સુનાવણી 30 સપ્ટેમ્બર ના રોજ થશે.

આ સ્ટે ભલે લેન્ડમાર્ક લાઇફસ્ટાઇલ નામક કરદાતા ના કેસ માં આપવામાં આવેલ હોય, માત્ર તેમને જ લાગુ પડતો હોય, પરંતુ તમામ કરદાતા માટે આ મહત્વ ધરાવે છે. સરકાર ને વ્યાજ લેવા નો અધિકાર માત્ર એજ રકમ પર છે જે રકમ તેમણે મળવા પાત્ર હતી. ગ્રોસ આઉટપુટ ટેક્સ ઉપર વ્યાજ લેવું એ કુદરતી ન્યાય ના સિદ્ધાંત ની તદન વિરુદ્ધ છે. આ અંગે કાયદા માં સુધારો પણ સૂચિત કરવામાં આવ્યો છે. પરંતુ જી.એસ.ટી. કાયદા હેઠળ ની લાંબી વિધિ કે જેમાં કેન્દ્ર માં સંસદ તથા રાજ્ય ના વિધાનસભાઓ એ આ પાસ કરવાનું હોવાથી હજુ આ કલમ સુધારી શકાઈ નથી. આશા રાખીએ કે આ સુધારો જલ્દી થી કરવામાં આવે તથા તેનો અમલ પણ “રિસ્ટરોસપેક્ટિવ” કરવામાં આવે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!