જિયાન ઇન્ટરનેશનલ વી. કમિશ્નર દિલ્હી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ: 15 દિવસમાં ડેફીસ્યંસી મેમોના આપવામાં આવે તો રિફંડ ચૂકવવું પડે

Spread the love
Reading Time: 2 minutes

સલગ્ન કાયદો: સેન્ટરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017

દિલ્હી હાઇ કોર્ટ કેસ નંબર: C/4205/2020

કરદાતા તરફે વકીલ: એડવોકેટ રાજેશ જૈન, એડવોકેટ વિરાગ તિવારી તથા રામઆશિષ

સરકાર તરફે: એડવોકેટ અનુજ અગ્રવાલ

ઓર્ડર ની તારીખ: 22 જુલાઇ 2020

જજ: માનનીય જસ્ટિસ મનમોહન તથા જસ્ટિસ સંજીવ નારૂલા

કેસની હકીકત: 

કરદાતાએ દિલ્હી ખાતે એક્સપોર્ટનો ધંધો કરતાં હતા.

તેઓએ ઓગસ્ટ 2019 માટે જી.એસ.ટી. રિફંડની માંગણી કરતી અરજી કરેલ હતી.

કરદાતા તરફે રજૂઆત 

અગાઉ પણ કરદાતા એ રિફંડ ની ચુકવણી ના કરવામાં આવેલ હોય રીટ પિટિશન કરવી પડી હતી.

સરકાર તરફે રજૂઆત: 

અધિકારી દ્વારા આ અરજી પ્રોસેસ કરવામાં મોડુ થયેલ છે તે બાબત સ્વીકારવામાં આવે છે.

તેઓએ જણાવ્યુ હતું કે અરજદારની રિફંડ અરજીમાં અમુક દસ્તાવેજો ના હોય “ડેફીસ્યંસી મેમો” આપવો જરૂરી છે.

માનનીય હાઇકોર્ટનો આદેશ:

જી.એસ.ટી. કાયદા હેઠળ ના નિયમ 90  અને 91 હેઠળ અધિકારીએ કરવાની થતી કાર્યવાહી બાબતે સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે.

આ નિયમ મુજબ કાર્યવાહી કરવામાંના આવે તો આ કાયદાની કલમ 56 મુજબ વ્યાજ ચૂકવવાની જવાબદારી ઊભી થાય છે.

સરકારી વકીલ દ્વારા સ્વીકારવા માં આવે છે કે 4 નવેમ્બર 2019 ની અરજીનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. આ અરજી સામે ના તો “એકનોલેજમેંટ” આપવામાં આવ્યું છે ના તો “ડેફીસ્યંસી મેમો” આપવામાં આવ્યો છે.

આમ આ અરજી સાચી અને પૂર્ણ છે તેમ આ કાયદા ના નિયમ 89 હેઠળ માની લીધેલ ગણાય.

હવે આ અરજી માટે ડેફીસ્યંસી મેમો આપવાની છૂટ આપવામાં આવે તો અધિકારીને કાયદાની સમય મર્યાદાથી વિરુદ્ધ સમય આપવામાં આવ્યો છે તેમ ગણાશે.

ડેફીસ્યંસી મેમો આપવા છૂટ આપવામાં આવે તો કરદાતાએ ફરી અરજી કરવાની રહે અને આ વચગાળાના સમય માટે ના વ્યાજ નો હક્ક તેઓ ખોઈ બેસે.

અધૂરા દસ્તાવેજો આ રિટ પિટિશન મેમો સાથે જોડેલ છે અને સરકારી વકીલ આ દસ્તાવેજો ની ખરાઈ અંગે સંતોષ વ્યક્ત કરેલ છે.

રીસપોનડંટ અધિકારી હવે ડેફીસ્યંસી મેમો આપવાનો હક્ક ખોઈ ચૂક્યા છે.

કોર્ટ રિસ્પોનડંટને રિફંડ વ્યાજ સહિત ચૂકવવા આદેશ કરે છે.

આ ચુકાદામાં ચર્ચાયેલ મહત્વના ચૂકડાઓ:

—–

ઉપરોક્ત વિગતો એ ચુકાદા ઉપરથી લેખક ભવ્ય પોપટ, દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને તેમના અર્થઘટનને આધીન છે. આ સંપૂર્ણ ચુકાદો નીચે આપેલ છે)

ચુકાદાની નકલ: JIAN INTERNATIONAL_watermark

(ચુકાદા સૌજન્ય: ટેક્સ સ્કેન: taxscan.in)

error: Content is protected !!
18108