જીએસટી સીસ્ટમ ના સફળ (?!) પ્રોજેકટ પછી 4242/ કરોડની નવી ઇન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલીગ સીસ્ટમ માટે ઇન્ફોસીસ ની પંસદગી..

Spread the love
Reading Time: < 1 minute

તા 16.01.2019

જીએસટીએનના સફળ પ્રોજેક્ટ પછી ઈન્ફોસીસની રૂ 4242/ કરોડની નવી નેક્ષ્ટ જનરેશન ઇન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલીગ સીસ્ટમ માટે આજે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા મળેલ યુનીયન કેબીનેટ ની મીટીંગમાં પંસદગી કરવામાં આવી છે. આ નવી સીસ્ટમથી રીટર્ન ફાઇલીગ પ્રોસેસિંગ માટે જે અત્યારે અંદાજીત 65 દીવસ જેટલો સમય જાય છે તે ફકત 1 જ દીવસમાં થઈ શકશે અને આનાથી રીફંડ રીઇશ્યુ માં ઝડપ આવશે. આ પ્રોજેક્ટનું નામ ઇ ફાઇલીગ અને સેન્ટ્રલલાઇઝડ પ્રોસેસિંગ સેન્ટર 2.0 રાખવામાં આવ્યું છે

આ પ્રોજેક્ટ પુરો થતા 18 મહિના થશે અને ત્યારબાદ 3 મહીના ટેસ્ટીંગ કર્યા પછી અમલમાં મુકવામાં આવશે.
ઇન્ફોસીસની પંસદગી બીડીગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે. અત્યારની સીસ્ટમ સફળ છે પંરતુ નવી સીસ્ટમ વધારે યુઝર ફ્રેન્ડલી હશે.

એવું પીયુષ ગોયલ એ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી 1.83 કરોડના રીફંડ ઈશ્યુ થઈ ચુક્યા છે અને આ નવી સીસ્ટમ આવ્યા પછી વધારે ઝડપથી રીટર્ન પ્રોસેસ થશે.

હાલના પ્રોજેકટ ને 18-19 સુધીના વર્ષે માટે રુ 1400 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે

જે રીતે ઇન્ફોસીસે જીએસટીએન ની સીસ્ટમને સમયસર (????) એરર ફ્રી (????) ડેવલોપ કરીને સફળ બનાવી છે તેવી જ રીતે આ નવી ઇ ફાઇલીગ અને સેન્ટ્રલલાઇઝડ પ્રોસેસિંગ સેન્ટર 2.0 ને સફળ બનાવશે અને હાલ જે રીતે જીએસટીની સીસ્ટમ કામ કરી રહી છે તેવી જ રીતે આઇટીની નવી સીસ્ટમ કામ કરશે એવી આશા  – લલીત ગણાત્રા પ્રેસ રીપોટર ટેક્ષ ટુડે જેતપુર

error: Content is protected !!