જી.એસ.ટી. આજે પૂરા કરે છે ત્રણ વર્ષ: વાંચો ટેક્સ ટુડે ગ્રૂપના ટેક્સ એક્સપર્ટસ ના અનુભવો એમના શબ્દોમાં…

Spread the love
Reading Time: 9 minutes

જી.એસ.ટી. ના અમલ ને આજે ત્રણ વર્ષ પૂરા થયા છે. ગીર સોમનાથ બાર એશો. ના સહયોગ થી ટેક્સ ટુડે અવાર નવાર ગ્રૂપ ડિસકશન નું આયોજન કરતું હોય છે. આ ગ્રૂપ ડિશકશનમાં CA-એડવોકેટસ ટેક્સ પ્રેકટીશનર્સ ભાગ લેતા હોય છે. કેવા રહ્યા GST ના આ ત્રણ વર્ષ?? શું હતી અપેક્ષાઓ GST લાગુ થવાથી? શું એ અપેક્ષાઓ પુર્ણ થઈ છે?, શું સુધારાઓ જરૂરી છે જી.એસ.ટી.માં? આ અંગે પોતાના અભિપ્રાયો રજૂ કરી રહ્યા છે ટેક્સ પ્રોફેશનલ્સ… વાંચો એમના શબ્દોમાં…..

CA MONISH SHAH, AHMEDABAD, Vice President, CA Association Ahmedabad, Leading Chartered Accountant, Ahmedabad & Tax Today Expert

01-07-2017 was the day when Indirect Tax went through a radical change.  Introduction of the biggest revolution struck in India at 00:00 hours on 01-07-2017. Just like a New Child was born celebration was carried out across India. GST evolved like a child. It gave so much pain at the time of delivering. Just like a new born baby everyone had high expectations from GST and her foster mother GSTN. GST’s foster mother did not abide to the law and was always out of line. This made GST also a bad person. The expectations that were to reduce compliance and smoothening of law did not happen because GSTN never paid attention and to make matter worse the son and daughters of GST (Notification & Circulars) were like Chameleon and kept changing colours. This has created so much mess that most of the guards of GST (Tax Professionals/ CA/ Lawyers) have to run after him to ensure proper order prevails. However, the promises the king and the queen had from GST also kept on breaking due to the daughters and sons of GSTN. GST was never bad. It had all the good mannerisms and culture. However it just lost its path and has moved to being a pain for the compliance and other matters. Clearly one can see that GST failed its main criteria of Seamless credit flow.

Samir Tejura, Leading Tax Advocate, Porbandar & Tax Today Reporter

ભારતમા જીએસટી ને આવીએ ત્રણ વર્ષ પુરા થયા પરંતુ હજુ સુધી કાયદો ખરા રૂપે આવ્યો ન હોય તેવું લાગે છે કારણ કે આ કાયદો સમગ્ર દેશમાં લઈ આવવાનો મૂળભૂત હેતુ one nation one tax હતો તે તો ક્યાંય દેખાતો જ નથી અને એવું લાગે છે કે આખો કાયદો તર્ક-વિતર્ક ઉપર જ આપણા બ્યુરોક્રેટસ એ ઘડેલો હોય અને ઘણી જુલમી તથા અમાનવીય જોગવાયો મૂળભૂત કાયદામાં નોટિફિકેશન દ્વારા નાખી દીધી છે. કાયદાનો મુખ્ય હેતુ simplified ટેક્સ compliance કરવાનો હતો પરંતુ ત્રણ વર્ષ પૂર્વે થયેએ પણ આવું કઈ દેખાતું નથી.

ખરેખર આ પરિસ્થિતિમાં જો સુધારો લાવવો હોય તો વેપારીઓ તથ stakeholder ને કોન્ફિડન્સ લેવા જોઈએ, જાણવું જોઈએ અને તેઓની જરૂરીયાત પ્રમાણે યુઝર ફ્રેન્ડલી જીએસટી નું ટેકસ સ્ટ્રક્ચર તથા કોમ્પ્લાયન્સ કરવા જોઈએ કારણકે આપણો ભારત દેશ હજુ એટલો વિક્સિત નથી એટલે આટલી બધી accuracy અપેક્ષા ન રાખી શકાય. બીજું કે આ કર માળખામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને ઘણી બધી સત્તાઓ આપવામાં આવી છે પણ જ્યારે આટલી વસ્તીવાળો આપણો દેશ હોય તો તે કામ ને એકલા હાથે સમયસર પહોંચી વળવું શક્ય જ નથી જેથી કરીને વકીલ તથા કરવેરા સલાહકાર ને પણ સંપૂર્ણ સત્તા આપવી જોઈએ કારણકે જીએસટી પૂર્વેના કાયદાઓમાં તેઓ ની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે જાણે આ કાયદો સર્વિસટેક્સ, એક્સાઈઝ તથા વેટ કાયદાઓ નો ખીચડો છે અને આને હવે મૂળભૂત રુપે સુધારવો જોઈએ. અમુક ચીજવસ્તુઓને કેટલી હજી આ કાયદામાં લીધી નથી તો તે પણ જીએસટી કાયદામાં આવરી લેવી જોઈએ જેથી કરીને કાયદો સમજવામાં તથા compliance માં સરળતા રહે.

 

Yash Buddhdev, Leading Tax Advocate, Porbandar

શુ હતી જી.એસ.ટી. લાગુ થવાથી અપેક્ષાઓ?

Expectations were high due to techno savvy image buildup by Honorable PM as well as leading industry company was given complete free hand for build up of portal but to utter dismay both have failed miserably.

Frequent changes to rules, rates and laws have made work cumbersome as well as complicated. Some botched up benches giving Advance Ruling which can make any learned professional cringe.

But on positive note it had made life of professionals who are associated with GST easy as no lehman can understand GST notifications or circulars without help and value chain has been created for professionals.

ત્રણ વર્ષ બાદ શુ છે જમીની સ્તરે  હકીકત?

Still not able to find 5 Year old child who can file returns & GST compliance papers.

Due date jumlas are notch ahead of portal and portal doesn’t understand law.

Return once filed cannot be revised is utter failure on part of GSTN.

શુ સુધારાઓ કરવા છે જરૂરી?

Revised return protocol

Portal updates as per law & rules

Design of Cross matching of ITC like VAT regime.

“Inspector Raj” which got established by some punishment rules needs to be amended.

 

Lalit Ganatra, Leading Tax Advocate, Jetpur & Tax Today Expert

આજે ભારત માં જીએસટી લાગુ થયો તેને 3 વર્ષ પુરા થયા. આ 3 વર્ષમાં આપણે જીએસટી કાયદા માં સતત ફેરફાર થતાં જોયા. નોટીફીકેશન/સર્ક્યુલર/ROD/ પ્રેસ રીલીઝ અને કાયદા સુધારા બીલ પણ જોયા.

એક દેશ એક ટેક્ષ ના ઢોલ નગાર સાથે આવેલ કાયદો અત્યારે ગુચવાય ગયેલ ટેક્ષ નો કાયદો બની ગયો છે.

સતત ફેરફારો માં ઓરીજનલ શુ જોગવાઈ હતી અને હાલ શુ જોગવાઈ છે તે યાદ રાખવું લગભગ દરેક ટેક્ષ પ્રોફેશનલ માટે અઘરુ થઈ ગયું.

જીએસટી જ્યારે લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે જાહેરાતો કરવામાં આવી હતી કે સ્કુલ માં ભણતા વિધાર્થી પણ આ રીટર્ન ભરી શકશે પણ શરુઆત ના સમય માં જ ખબર પડી ગઈ કે બકવાસ પ્રકાર ના રીટર્ન ફોર્મેટ લાગુ કરવામાં આવ્યા છે અને તેના વીકલ્પ રુપે બે મહીના પુરતુ 3બી જે લાગુ કરવામાં આવ્યુ હતુ તે 3 વર્ષ પણ મુખ્ય રીટર્ન તરીકે કામગીરી કરી રહ્યું છે કદાચ જીએસટી રહેશે ત્યાં સુધી આ જ રીટર્ન મુખ્ય રીટર્ન રહેશે તેવું દેખાઈ રહ્યું છે..

જીએસટી લાગુ કર્યા પછી કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય સરકાર ને જે આશા હતી રેવન્યુ વધવાની તે પણ જીએસટી થી વધી નથી.

જીએસટી એક નાપાસ થયેલ કાયદો કહેવું પણ કશુ ખોટુ નથી.

ટેક્ષ ની કામગીરી કરતા પ્રોફેશનલ હોય કે મહેતાજી હોય દરેક ફી તો ચોકક્સ વધી છે પંરંતુ સાથે સતત ટેન્શન, ચિંતા ને લીધે બ્લડ પ્રેશર અને સુગર પણ વઘી ગયું છે. વર્ષો જુની પ્રેક્ટીસ કરતા વ્યવસાયીકો એ પોતાની પ્રેક્ટીસ પણ બંધ કરી દીધી હોય તેવા દાખલા જીએસટીએ બેસાડ્યા છે.

આમ ટુંક માં કહીએ તો આ કાયદો દરેક રીતે નાપાસ થયેલ છે પછી તે

1) સરળીકરણ ની ભાષામાં વેપારીની કે ટેક્ષ ના પ્રોફેશનલ ની સમજ નો હોય. રોજ નવા નોટીફીકેશન/સુધારા/ફેરફારો ને લીધે કોઈ ને બધુ યાદ રહે તે શક્ય નથી

2) રીટર્ન ભરવાની બાબતમાં ટેક્ષ પ્રોફેશનલ હોય. આટીઘુટી અને ટેકનીકલ ઈશ્યુ ના લીધે રીટર્ન સમય સર ભરાતા નથી.

3) ટેકનોલોજી ની બાબત માં જીએસટી પોર્ટલ હોય. છેલ્લી તારીખો માં તો પોર્ટલ ઓવરલોડ ના લીધે ના ચાલે પંરંતુ જે દીવસે ટ્રાફીક ના હોય ત્યારે પણ પોર્ટલ નથી ચાલતું

4) રાજ્ય અને કેન્દ્ર સરકારી ની રેવન્યુ બાબતે હોય. જીએસટી ના બંધારણીય સુધારા ને લીધે બીજી કોઈ પણ રીતે આવક વધારી શકે તેમ હવે રાજ્ય કે કેન્દ્ર સરકાર નથી જ્યારે જીએસટી માં ગમે તેટલા ફેરફાર કર્યા તો પણ આવક વધતી નથી.

ટુંક માં કહુ તો જીએસટી 2 ની જરુર ભારત ને 100 ટકા છે. હાલ ના દરેક સુધારા નોટીફીકેશન ને આવરી ને દરેક ને સરળ પડે તેવી સમજતી અને રીટર્ન પ્રોસીઝર સાથે નવા રંગરુપ સાથે જીએસટી -2 લાવવા માટે જીએસટી કાઉન્સીલે ભલામણ કરવી જોઈએ.

 

Paurav popat, Leading Tax Advocate, Rajkot

GST કાયદો લાગુ થયાને આજે એટલે કે તા.૩૦/૦૬/૨૦૨૦ ના રોજ ૩ વર્ષ પુરા થઇ ગયા છે. GST કાયદો લાગુ થયા પહેલાં સરકારશ્રી દ્વારા GST કાયદા અનુસંધાને અનેક જાહેરાતો કરવામાં આવેલ હતી. ઉપરાંતમાં સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ કે જે તે રાજ્યનો વેટ – સેલ્સ ટેક્સ કાયદો અમલમાં હતો તેના કરતાં GST કાયદો સરળ અને સહેલો આવશે. ઉપરાંતમાં સરકારશ્રી દ્વારા “ONE NATION ONE TAX” નું સુત્ર આપી ભારતભરમાં કાયદાની એકસુત્રતા જળવાશે તેવી જાહેરાત કરવામાં આવેલ. પરંતુ આજે કાયદો આવ્યે ત્રણ વર્ષનો સમય વીતી ગયા હોવા છતાં વાસ્તવિકતા કંઇક અલગ છે, આ કાયદામાં ઘણી બધી હાલાકી આજની તારીખે વેપારી વર્ગને ભોગવવી પડે છે. જેનો સત્વરે ઉકેલ આવે તેવા આશય સાથે મુખ્ય સમસ્યા – હાલાકી નીચે મુજબ છે.

 

(૧) નોટીફીકેશન / સરક્યુલર :  

પ્રથમ તો વેટ કાયદો ગુજરાત રાજ્યમાં જ્યારે અમલમાં હતો ત્યારે સરકારશ્રી દ્વારા કાયદામાં થયેલ ફેરફાર અન્વયે નવા – નવા સુધારા – વધારા અમુક ચોક્કસ નક્કી થયેલ તારીખથી જ કરી તેની માહીતી નોટીફીકેશન કે સરક્યુલર દ્વારા આપવામાં આવતી હતી જ્યારે GST કાયદા અંતર્ગત સરકારશ્રી દ્વારા ગમે ત્યારે તેમજ જુની તારીખથી નવા સુધારા-વધારા, નોટીફીકેશન, સરક્યુલર બહાર પાડી તેને અમલી કરવામાં આવે છે આમ થવાથી વેપારીવર્ગ તથા તેમના સલાહકારોએ હંમેશા સજાગ રહી વારંવાર તપાસવું પડે છે કે આજની તારીખે વેપારી વહીવટ કરતી વખતે તેને લગતું કોઇ નોટીફીકેશન કે સરક્યુલર GST કાયદામાં નવું આવેલ તો નથી. આમ GST કાયદામાં સરકારશ્રી દ્વારા સુધારા વધારા માટે કોઇ સમય નક્કી નથી કરેલ પરતું દર મહીને જ્યારે GST કાઉન્સીલની બેઠક થાય અને તેમાં જે નક્કી થાય તે અમલી કરી દેવામાં આવે છે. જેથી GST કાયદો આવેલ ત્યારે જે તે નિયમનું મુળ સ્વરૂપ જ આવા નોટીફીકેશન કે સરક્યુલરથી ફરી જતું હોય છે. જેનું પાલન કરવામાં વેપારી વર્ગને મુશ્કેલી પડે છે જેનો અનુભવ દરેકને નવેમ્બર ૨૦૧૯ માં આવેલ ક્લેરીફીકેશન ૨એ – અને GSTR3B માં ITC મેચ – મીસમેચ અને જોબવર્ક અનુસંધાને આવેલ નોટીફીકેશનનો થયેલ હશે જ.

 

(૨) સર્વર ડાઉનની સમસ્યા : 

બીજી મુખ્ય સમસ્યા કે હાલાકી GST પોર્ટલની છે. GST કાયદો આવ્યો ત્યારથી દર માસમાં GST રીટર્ન ફાઇલ કરવા માટે બે વખય ડ્યુ ડેઇટ આવે છે. GSTR1 દર માસની ૧૧ મી તારીખ મંથલી કેટેગરી માટે તેમજ GSTR3B દર માસની ૨૦ મી તારીખ જે વખતે છેલ્લા દિવસોમાં હંમેશા GST પોર્ટલ ડાઉન રહે છે અથવા તો ઓવર લોડને સાઇટ કામ કરતી બંધ થઇ જાય છે. સમગ્ર ભારતના વેપારીઓ માટે એકજ પોર્ટલ હોવાથી આ તકલીફ GST કાયદો અમલમાં આવ્યો ત્યારથી જ છે જેનું હજુ સુધી નીરાકરણ આવેલ નથી. ગુજરાત સેલ્સટેક્સ તથા ગુજરાત વેટ કાયદામાં માસીક ચલણ ભરવાની તારીખ અને રીટર્ન ફાઇલ કરવાની તારીખ અલગ – અલગ હતી જ્યારે GST કાયદામાં ટેક્સ ભરવાની તારીખ અને રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક જ છે આમ બન્ને તરીખ અલગ અલગ જો કરી આપવામાં આવે તો સર્વર ડાઉનની સમસ્યા થોડે અંશે દૂર થશે.

 

(૩) ટર્નઓવર આધારીત એક જ રીટર્નની અલગ – અલગ ડ્યુ ડેઇટ : 

સરકારશ્રી દ્વારા સર્વર ડાઉનની સમસ્યાના નીરાકરણ માટે અલગ – અલગ રાજ્યોના ગ્રુપ કરી તેમા પણ રૂ.૫ કરોડ થી વધુ ટર્નઓવર અગાઉના નાણાંકિય વર્ષમાં ધરાવતા જે તે રાજ્યોના વેપારીઓની ડ્યુ ડેઇટ અલગ તથા રૂ. ૫ કરોડથી ઓછુ ટર્નઓવર ધરાવતા વેપારીઓની ડ્યુ ડેઇટ અલગ કરી વધુ ગુંચવણભરી સ્થિતી ઉપસ્થિત કરેલ છે. આમ વેપારી વર્ગ તથા તેના ટેક્સ પ્રેક્ટીશનરોએ એક ચાર્ટ બનાવી નિયમીત ચેક કરવું પડે છે કે ક્યાં GST રીટર્નની ડ્યુ ડેઇટ કઇ તારીખે આવે છે. તેમ છતાં પણ સર્વર ડાઉન થવાની સમસ્યા ઉભી જ છે. જેની તુલનામાં ઇન્કમટેક્સના રીટર્ન કે જેનું વાર્ષિક એકજ પત્રક ફાઇલ કરવા માટે પણ સમગ્ર ભારતમાં એક જ પોર્ટલ છે છતા પણ આખરી દિવસોમાં સર્વર ડાઉનની સમસ્યા નહિવંત છે.

(૪) અલગ – અલગ ભાગમાં ટેક્સનું વિભાજન : 

સરકારશ્રી દ્વારા GST કાયદામા I.GST, C.GST, S.GST તથા સેસ  એમ ચાર ભાગમાં ટેક્સનું વિભાજન કરી જે તે હેડ હેઠળ ટેક્સ ભરવાનો નિયમ અમલમાં મુકેલ જેમાં પણ ઘણા સંજોગોમાં વેપારીઓને C.GST ના જમાં ટેક્સની ITC I.GST વેંચાણમાં પ્રથમ બાદ કરવાના નિયમને લીધે અમુક સમયાંતરે C.GSTS ની ક્રેડીટ ઓછી અથવા શુન્ય  હોય અને S.GST જમાં હોવા છતા C.GST ભરવાનો થાય છે જે કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધ છે.

 

NIRAV ZINZUVADIYA, Leading Tax Advocate, Amreli & Tax Today Reporter

GST કાયદો આવિયાને ને આજે ત્રણ વર્ષ પૂર્ણ થવા જઈ રહિયા છે. GST કાયદો ખૂબ સરસ છે પણ અનુ પ્રેક્ટિકલ લેવલ સાવ ઉધુ છે. GST RULES અને ACT બન્ને જુદી દીશા મા ચાલે છે. પ્રેકટીકલી GST કાયદા નો અમલ આ બને વિરૂધ્ધ ચાલે છે. GST  કાયદો ખુબ સરસ છે. પરંતુ આનો ફયદો હજુ સુધી નીચલા લેવેલે પોહચીયો નથી. GST ની વેબસાઇટ છેલ્લા દિવસોમા ચાલતી નથી આજે ત્રણ વર્ષ પુરા થવા જઈ રહિયા છે છતા પણ પેહલા બે વર્ષ મા પડેલી મુસ્કેલી હજુ ચાલુ જ છે. GST મા હાલ કોઇ સુધારા વધારા માટે પેહલા GST કાઉન્સીલ ભલામણ કરે ત્યારે બાદ આના નોટીફીકેશન બહાર પાડવામા આવે છે. ધણી વખત GST કાઉન્સીલ ની ભલામણ બાદ પણ નોટીફીકેશન બહાર પાડવામા આવતા  નથી.

GST કાયદો લાવવા પાછળ નુ કારણ એક પ્રકારે બધી પ્રેકીયા ઓનલાઇન કરવાની હતી પરંતુ આ વસ્તુ અમલ મા અવેલ નથી અને લોકલ ઓફીસ મા કામ કરવા ધક્કા ખવા પડે છે. જેટલી જલ્દી નોટીફીકેશન બહાર પાડી સુધારો કરવામા આવે છે. તેટ્લી ઝડપ થી GST ની વેબસાઇડ મા સુધારો થઇ રહિયો નથી.

આજે જે રીર્ટન ભરવાની છેલ્લી તારીખ નથી તે ભરતા પણ દંડ આવે છે. આજે ત્રણ વર્ષ પણ જમીન સ્તરે GST ની હકીકત ખુબ ખરાબ છે, ખરેખર તો GST કાયદા મા એટલા બધા સુધારા આવ્યા કે વેપારી તો થીક ખુદ એડવોકેટ પણ આ કાયદા ને યાદ રાખી શકતા નથી. આ લોકડાઉન ના સમય મા પણ એટલી બધી વખત GST  રીર્ટન ભારવાની તારીખ વધારવામા આવી કે કોઇ પણ વ્યકિત ને યાદ રાખવી ખુબ અઘરી છે.

GST પોર્ટલ બરોબર ચલતુ નથી. હાલ આ લોકડાઉન ના સમય માં પણ સરકાર દ્વારા અમુક રિટર્નસ તથા GST ના ફોર્મ ભરવા ની મુદત માં વધારો કરવા માં અવિયો છે પણ આ બાબત નું નોટિફિકેશન હોવા છતાં GST પોર્ટલ અમુક ફોર્મ ભરવા દેતું નથી અને તેની ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી. આ ઉપરાત સરકારી અધિકારીયો આ કાયદા તથા નોટિફિકેશન ને બાજુ માં રાખી પોતાની રીતે કામ કરે છે.

GST કાયદાની વ્યવસ્થીત અમલ માટે ખરેખર તો ગ્રાઉન્ડ લેવલ સુધારવાની જરૂર છે. જેમ જેમ કાયદા મા સુધારો વધારો આવે તેમ તેમ GST ના અધીકારીઓ ને પણ કાયદાના સુધારા વધારા ની માહીતી આપવી જોઇએ. જાજી વખત કરવામા આવતા સુધારા વધારા પણ નુકશાન કારક છે.

 

DIVYESH SODHA, Leading Chartered Accountant, Porbandar & Tax Today Expert

Three years of GST. In the process of making law simple, the law makers are making it more complicated.

For ease of doing business, simplification of compliance of law is necessary.

Till few times back everyone are of the opinion that GST portal is eighth wonder of world. But since few months the way the Advance rulling authorities are pronouncing illogical orders, it has totally changed our concepts.

 

BHARGAV GANATRA , (C A Student & Article)

સૌ પ્રથમ તો મિત્રો , આપણે જાણીએ છીએ તેમ ભારતીય બંધારણ ના ૧૦૧ મા સુધારા તરીકે આવેલા GST ના કાયદાને આજે એટલે કે ૧ જુલાઈ , ૨૦૨૦ ના રોજ ૩ વષૅ પુરા થાય છે . ૧૮ જિએસટી કાઉન્સિલ પછી અમલમા લાવેલા આ ઐતિહાસિક કાયદા ઉપર પુરા ભારતના Indirect Tax ની આવક નો ભાર રહેલો છે .આ કારણોસર કર વ્યવસાયિકો તથા ધંધાકીય બાબતો સાથે સંકળાયેલા લોકોને GST કાયદાના અમલીકરણ થી જ સુડોળ અને સરળ માળખાની આશા રહેલી છે.

 

આજે જયારે જી.એસ .ટી. ને ૩ વષૅ પુરા થવા જઈ રહ્યા છે ત્યારે GSTN ની નબળી કાયૅક્ષમતા તથા અમુક અંશે ધંધાકીય લોકો ને હેરાન કરતી કલમો { જેવી કે ૧૬ (૪) અથવા ૩૬ (૪) } ને લિધે લોકોની આશામા થોડીક ત્રુટી હોય એવુ લાગે છે. આ સિવાય જો રાજયો ને આપવામા આવતા GST Compensation ની વાત કરીએ તો પંજાબ , કેરેલા અને દિલ્હી જેવા રાજયો એ આવક ની અછતને કારણે નાણાકીય વષૅ ૨૦૨૧-૨૨ મા પુરા થતા વળતરના સમયગાળાને વધુ બે વષૅ વધારવાની માગ કરી છે.

 

જી.એસ .ટી. ભારતીય અથૅતંત્રની આવક નુ એક અવિભાજ્ય અંગ હોવાથી તેમા રહેલી ત્રુટીઓ દુર કરવી ખુબ જ જરુરી છે . અને આ માટે સૌ પ્રથમ GSTN પોટૅલ ની નબળી કાયૅક્ષમતામા સુધાર લાવવો ખુબ જ જરૂરી છે . આ ઉપરાંત ધંધાકીય લોકો તથા કર વ્યવસાયિક લોકોને પડતી મુશ્કેલીઓ ને સરકાર શ્રી સુધી પહોચાડવી પણ ખુબ જરૂરી બને છે. આ વાત સરકાર શ્રી સુધી પહોચવી તો જ વધુ સરળ બને જો વિવિધ ગ્રાઉન્ડ લેવલના કર વ્યવસાયિકો ને રાજય તથા કેન્દ્ર ની જી.એસ .ટી. અંગેની કમિટી બનાવી તેમા સ્થાન આપવામા આવે.

 

વાંચક મિત્રો, આ તમામ પ્રોફેશનલ્સ જામિની સ્તરે જી.એસ.ટી. ક્ષેત્રે કામ કરી રહ્યા છે. જી.એસ.ટી. હેઠળ તેઓનો અભિપ્રાય ખૂબ મહત્વ ધરાવે છે. હું પોતે માત્ર એક બાબત ની આશા જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફે રાખું છું. આવનારા વર્ષોમાં જાહેરનામાની ભાષા થોડી સહેલી બનાવવામાં આવે જેથી “એટલિસ્ટ” પ્રોફેશનલ્સને તો આ જાહેરનામા નું અર્થઘટન કરવું વધુ અઘરું ના બને. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

 

error: Content is protected !!