જી.એસ.ટી. કાઉન્સીલ ની 37 મી મિટિંગ માં થયેલ મહત્વ ના નિર્ણયો:

Spread the love
Reading Time: < 1 minute

તા: 27.07.2019: જી.એસ.ટી. કાઉન્સીલ ની 37 મી મિટિંગ વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઇ હતી. આ મિટિંગ માં નીચેના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

  • ઇ વિક્લ્સ ઉપર વેરનો દર 12% થી ઘટાડી 5% કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.

 

  • ઇ વિહિકલ ના ચાર્જર નો દર 18% થી ઘટાડી 5% કરવા જાહેરાત કરેલ છે.

 

  • નગર પાલિકા, મ્યુનિસિપાલિટી ને ઇ વિહિકલ ભાડે આપવામાં આવે તો તેમાં જી.એસ.ટી. મુક્તિ આપવાની જાહેરાત

 

 

  • કંપોઝીશન ની અરજી (નાના સર્વિસ પ્રોવાઇડર) કરવાની સમય મર્યાદા 31.07.19 થી વધારી 30.09.2019 કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.

 

  • કંપોઝીશન નું ફોર્મ CMP 08 ભરવાની મુદત 07.2019 થી વધારી 31.08.2019 કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.

 

અલબત એ જાણવું જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલ ની ભલામણો નો અમલ ત્યારેજ થાય જ્યારે આ અંગે ના નોટિફિકેશન/રીમુવલ ઓફ ડિફીકલ્ટી ઓર્ડર બહાર પાડવામાં આવે.

બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!