જી.એસ.ટી. કાઉન્સીલ ની 40 મી મિટિંગ ના મહત્વ ના નિર્ણયો:

Spread the love
Reading Time: < 1 minute

તા. 12.06.2020: જી.એસ.ટી. કાઉન્સીલ ની 40મી મિટિંગ આજરોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા મળી હતી. લોકડાઉન બાદ આ પ્રથમ મિટિંગ હોય કરદાતાઓ કાઉન્સીલ પાસેથી રાહતો ની અપેક્ષાઑ રાખી રહ્યા છે. આ મિટિંગમાં નીચેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

મહત્વ ના નિર્ણયો ની રૂપરેખા

1. જી.એસ.ટી. કાયદા હેઠળ મોડા રિટર્ન ભરવા ઉપર લાગતી લેઇટ ફી માં આપવામાં આવશે રાહત. જુલાઇ 2017 થી જાન્યુઆરી 2020          ના  રિટર્ન ભરી શકશે રિટર્ન દીઠ રૂ. 500/- ની લેઇટ ફી સાથે. આ રિટર્ન રહેશે 01 જુલાઇ 2020 થી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં               ભરવાના રહેશે.

2. NIL રિટર્ન માટે નહીં લગાડવામાં આવે કોઈ લેઇટ ફી.

3. પાંચ કરોડ (5 કરોડ) થી ઓછા ટર્નઓવર વાળા કરદાતાઓ મે-જૂન-જુલાઇ ના 3B રિટર્ન ભરવાં માટે 30 સપ્ટેમ્બર સુધી ની મુદત આપવામાં આવશે. (જો કે રાજ્યો ના અલગ અલગ ભાગ મુજબ આ અંગે અલગ અલગ તારીખો જાહેર કરવામાં આવશે)

4. 5 કરોડ થી ઓછા ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ના ટેક્સ ભરવાં બાબતે 30.09.2020 સુધી 18% ની જગ્યાએ 9% વ્યાજ લગાડવામાં આવશે.

5. 12.06.2020 સુધી જે કરદાતાઓ ના જી.એસ.ટી. નંબર ડિપાર્ટમેંટ દ્વારા રદ્દ કરવામાં આવેલ હોય તેઓ 30.09.2020 સુધી આ નંબર માટે રિવોકેશન અરજી કરી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

વાંચક મિત્રો, આ તકે એક બાબત નોંધવી ખૂબ જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલ ની મિટિંગ માં જે જાહેરાતો થાય તે અંગે નોટિફિકેશન આવવા ખૂબ જરૂરી છે. આ નોટિફિકેશન આવે ત્યારબાદ તેનો આમલ કરવામાં આવે છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે. 

 

2 thoughts on “જી.એસ.ટી. કાઉન્સીલ ની 40 મી મિટિંગ ના મહત્વ ના નિર્ણયો:

Comments are closed.

error: Content is protected !!