જી.એસ.ટી. કાયદા હેઠળ ખોટા હેડ હેઠળ ભરાયેલ રકમ સાચા હેડમાં અધિકારી દ્વારા એડજસ્ટ કરવી જોઈએ: કેરેલા હાઇ કોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

સાજી એસ. vs કમિશ્નર, સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેંટ, થિરૂઅનંથપુરમ

કેરેલા હાઇકોર્ટ: W.P. (C) NO. 35868 OF 2018, NOVEMBER  12, 2018

કેસના તથ્યો:

 • અરજકર્તા જી.એસ.ટી. હેઠળ ચેન્નાઇ ખાતે નોંધાયેલ કરદાતા હતા.
 • તેઓએ અમુક માલ વેચાણ કરેલ હતો, આ માલના વહન દરમ્યાન અધિકારી દ્વારા રોકવામાં આવ્યો હતો.
 • વહનમાં રહેલ માલ માટે ટેક્સ ભરવાનો આદેશ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો.
 • કરદાતા દ્વારા CGST-SGST માં ટેક્સ ભરવામાં આવ્યો હતો.
 • અધિકારી દ્વારા કરદાતાને જણાવવામાં આવ્યું કે CGST-SGST ના બદલે માલ ઉપર IGST હેઠળ ભરવા પાત્ર છે.
 • IGST હેઠળ ટેક્સ ના ભરવામાં આવે ત્યારબાદજ માલ છોડવા અધિકારી દ્વારા આગ્રહ કરવામાં આવ્યો.
 • આ સામે અરજ્કર્તા દ્વારા માનનીય કેરેલા હાઇકોર્ટમાં રીટ પિટિશન કરેલ છે.

કરદાતા તરફે દલીલ:

 • અધિકારીના માર્ગદર્શન મુજબ જ ટેક્સ CGST-SGST હેઠળ ભરવામાં આવ્યો હતો.
 • IGST ભરવાનો થાય તો અધિકારી દ્વારા જાતે આ ટેક્સ અન્ય હેડ સામે એડજસ્ટ કરવો જોઈએ.
 • CGST-SGST કાયદાની કલમ 77 તથા જી.એસ.ટી. રિફંડ નિયમ 4(1) ની જોગવાઈ મુજબ આ ટેક્સ એડજસ્ટ કરવો જોઈએ.

જી.એસ.ટી. ખાતા તરફે દલીલ:

 • અરજ્કર્તા દ્વારા IGST ભરી CGST-SGST ની રકમ રિફંડ લેવી જોઈએ તેવી જોગવાઈ કાયદામાં છે.
 • જો અધિકારી દ્વારા આ રકમ એડજસ્ટ કરવાની થાય તો તેમણે બે મહિના જેટલો સમય થઈ શકે છે.

કોર્ટનો ચુકાદો: 

 • જી.એસ.ટી. કાયદાની કલમ 77 તથા જી.એસ.ટી. રિફંડ નિયમોના નિયમ 4(1) ને સાથે વાંચતાં CGST-SGST ની રકમ IGST સામે અધિકારી દ્વારા એડજસ્ટ કરી શકાય છે.
 • આ રકમ એડજસ્ટ કરવાંમાં અધિકારીને બે મહિના જેવો સમય લાગે તેના કારણે કરદાતાને હેરાન કરવાનું કોઈ કારણ નથી.
 • અધિકારી આ ઓર્ડર થતાં માલ તથા ટ્રક રીલીઝ કરે અને ભૂલથી ભરાયેલ SGST ને IGST માં ટ્રાન્સ્ફર કરે.

ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

લેખક નોંધ: હવે કરદાતા માટે PMT-09 નો ઓપ્શન હોવાથી “કેશ લેજર” ના ટેક્સને એક ટેક્સમાંથી બીજા ટેક્સમાં રકમ તબદીલ કરવાનો વિકલ્પ છે. પણ આ કેસ મારા અંગત મત મુજબ એવા કેસમાં પણ મદદરૂપ બને જેમના વાર્ષિક રિટર્નમાં CGST-SGST ની જગ્યાએ IGST ભરાઈ ગયો હોય અથવા IGST ના સ્થાને CGST-SGST ભરાય ગયો હોય. આ ચુકાદાનો લાભ લઈ સાચો ટેક્સ ભરી ખોટા ટેક્સના રિફંડ લેવાના બદલે આ ચુકાદો ટાંકી આ અંગે ખુલાસો ક્ષેત્રિય અધિકારીને મોકલવી શકે છે.

 

 

error: Content is protected !!