જી.એસ.ટી. કાયદા હેઠળ નોટિસ કે અન્ય ડૉક્યુમેન્ટ ઉપર 08 નવેમ્બર 2019 થી DIN (ડોકયુમેંટ આઈડેનટીફીકેશન નંબર) નાખવો ફરજિયાત:

GST
Spread the love
Reading Time: < 1 minute

તા. 07.11.2019: તારીખ 08 નવેમ્બર 2019 થી CBIC ના તમામ અધિકારીઓ ( સેન્ટરલ જી.એસ.ટી., કસ્ટમ સહિત) દ્વારા કરદાતા તથા અન્ય વ્યક્તિ ને આપવામાં આવતી સર્ચ ઓથોરાઈઝેશન, સમન્સ, એરેસ્ટ મેમો, ઇન્સ્પેક્શન નોટિસ તથા કોઈ તપાસ ના સંદર્ભે આપવામાં આવેલ પત્ર ઉપર સિસ્ટમ દ્વારા જનરેટ થયેલ  ડૉક્યુમેન્ટ નંબર આપવો ફરજિયાત રહેશે. CBIC દ્વારા પારદર્શિતા લાવવા ના હેતુ થી 05 નવેમ્બર ના રોજ સર્ક્યુલર 122 બહાર પાડવામાં આવ્યો છે. આ સર્ક્યુલર દ્વારા જણાવાયું છે કે ટૂંક સમય માં તમામ પત્રો માટે આ DIN આપવો ફરજિયાત કરી દેવામાં આવશે. આ નિયમ હાલ તો માત્ર કેન્દ્ર સરકાર ને આધિન અધિકારીઓ માટે છે. વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકારો પણ આ અંગે ના નિયમો બનાવવા પ્રયાસ કરી રહી છે.

સિસ્ટમ માં પારદર્શિતા લાવવા અંગે નું આ પગલું ખરેખર આવકારદાયક છે અને કરદાતા, કાર વ્યવસાયીઓ તરફથી આ પગલાં થી ખૂબ ખુશ થયા હોવા ના અહેવાલ છે. 08 નવેમ્બરએ નોટબંધી ની ત્રીજી વર્ષગાંઠ છે. ફરી આ તારીખે મહત્વના ફેરફારો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે.

error: Content is protected !!