જી.એસ.ટી. પોર્ટલના ધાંધીયા સામે હવે 18 ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે થશે ધરણાં…

Spread the love
Reading Time: < 1 minute

એડવોકેટ, CA, ટેક્સ પ્રેકટીશનર્સ, એકાઉન્ટન્ટ અને વેપારીઓને હાકલ: જોઇન્ટ એશોશીએશન એક્શન કમિટી: ચાલો અમદાવાદ

તા:15.02.2020: જી.એસ.ટી. સ્વીકાર્ય પણ જી.એસ.ટી. પોર્ટલ તો નહીં જ. આ અંગે સમગ્ર ગુજરાતમાં 12 ફેબ્રુઆરીએ આવેદન આપવામાં આવ્યા હતા. ગુજરાતના તમામ સંસદ, ધારાસભ્યો, વેપારી આગેવાનો, SGST-CGST ના અધિકારીઓને જી.એસ.ટી. પોર્ટલ ની તકલીફો વિષે આવેદન પાઠવવામા આવ્યા હતા. હવે જોઇન્ટ એશોશીએશન એકશન કમિટી દ્વારા 18 ફેબ્રુઆરીએ પોર્ટલ વિરુદ્ધ ધરણાંનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ ધરણાં માટે ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશોશીએશન, નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ, ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ-વેસ્ટ ઝોન, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ, ટેક્સ એડવોકેટ એશોશીએશન ઓફ ગુજરાત તથા ઇન્કમ ટેક્સ બાર એશોશીએશન દ્વારા એક મંચ પર આવી આ કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી છે.  આ ધરણાં માટે સમગ્ર રાજ્યમાંથી એડવોકેટ્સ, CA, ટેક્સ પ્રેકટિશનર્સ, એકાઉન્ટન્ટસ તથા વેપારીઓને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવેલ છે.

ટેક્સ ટુડે આ ધરણાં ને ટેકો જાહેર કરે છે. મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોચે તેવી અપીલ ટેક્સ ટુડે પોતાના માધ્યમ દ્વારા વાંચકો ને કરે છે. વેપારી તથા તેમના સલાહકાર કે એકાઉન્ટન્ટ ક્યારેક આ પ્રકાર ના કર્યેક્રમો માં જોડાવામાં સમય તથા ખર્ચ નો વિચાર કરતાં હોય છે. ત્યારે ટેક્સ ટુડે ના મધ્યમ થી એટલું ચોક્કસ કહીશ કે આપણી પાસે જી.એસ.ટી. પોર્ટલ ધીમું હોય ત્યારે OTP માટે રાહ જોવા નો સમય છે, પોર્ટલ ખરાબ હોય છતાં બીજે દિવસે લેઇટ ફી નો ખર્ચ કરવાના પૈસા છે પણ ધરણાં માટે જોડાવા સમય અને પૈસા નથી!!! આ તે કેવા વિચારો!!!  ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!
18108