જી.એસ.ટી. પોર્ટલની ખામીઓ બાબતે વિરોધ દર્શાવવા ગુજરાત ભરમાંથી અંદાજે 1000 કર વ્યવસાયિકોએ રાજ્ય કર ભવન ખાતે મૌન ધરણા કરી ઠાલવી હૈયાવરાળ.

Spread the love
Reading Time: 2 minutes

તા:18.02.2020: જી.એસ.ટી. સ્વીકાર્ય છે પણ જી.એસ.ટી. પોર્ટલ તો નહીં જ. આ બાબતે વિરોધ દર્શાવવા રાજ્યભરમાં ટેક્સ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતાં એડવોકેટ્સ, CA તથા જી.એસ.ટી. પ્રેકટિશનર્સ અમદાવાદ, રાજ્ય કર ભવન ઉપર મૌન ધારણા માટે હાજર રહ્યા હતા. રાજ્યભર માંથી અંદાજે 1000 જેટલા કર વ્યવસાયિકો આ કાર્યક્રમ માટે અમદાવાદ આવ્યા હતા.

જી.એસ.ટી. લાગુ થયાના 31 મહિના જેટલો સમય વ્યતીત થઈ થયો હોવા છતાં જી.એસ.ટી પોર્ટલ ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. આ જી.એસ.ટી. પોર્ટલ વિરુદ્ધ અનેક ફરિયાદો સમગ્ર દેશમાં ઉઠવા પામી છે. આ ફરિયાદો નું નિરાકરણ કરવા બનાવવામાં આવેલ “હેલ્પ ડેસ્ક” તદ્દન “હેલ્પ લેસ” છે અને “હેલ્પ’ ની તાતિ જરૂરી છે તેવી માંગણી ઉઠવા પામી છે. દર વખતે રિટર્ન ભરવાના છેલ્લા દિવસો માં અવરનવાર પોર્ટલ બંધ થઈ જતું હોય, વેપારીઓએ લેઇટ ફી ભોગવવી પડતી હોય છે અને તેમના એડવોકેટ, C A, ટેક્સ કન્સલ્ટનટ માનસિક તાણ ભોગવવાનો વારો આવે છે. આ અંગે 12 ફેબ્રુઆરીએ રાજ્ય માં દરેક જિલ્લાઓમાં આવેદન આપવામાં આવ્યા છે. જી.એસ.ટી. પોર્ટલ ની ખામીઓ સબબ આ અંગે SGST/CGST કચેરીઓએ આવેદન પાઠવવામા આવ્યું છે. આશા રાખીએ કે આ અંગે આપેલ આવેદન પ્રમાણે જી.એસ.ટી.એન. જરૂરી સુધારાઓ કરશે. આ મુશ્કેલી નું નિવારણ નહીં કરવામાં આવે તો જોઇન્ટ એશોશીએશન એક્શન કમિટી ભવિષ્યમાં આશ્ચર્યજનક કર્યેક્રમો કરતાં અચકશે નહીં, તેવી જાહેરાત ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો.ના પ્રમુખ ઉર્વીશ પટેલ દ્વારા આવી હતી.

કર વ્યવસાયીઓ સાથે તેઓના ધરણા ના કાર્યક્રમ માં ટેકો આપવા ખાસ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન ના પ્રમુખ જયેન્દ્ર તન્ના હાજર રહ્યા હતા. ટેક્સ ટુડે સાથે ની ખાસ વાતચિત માં તેઓએ જણાવ્યુ હતું કે આજે ટેક્સ પ્રેકટિશનર્સ ની જોઇન્ટ એશો. એક્શન કમિટી જે મૌન ધરણા નું આયોજન કરેલ છે તેને સમગ્ર ગુજરાતનાં વેપારી સમાજ બિરદવે છે. ખરેખર અમારા મુદ્દાઓ અને સમસ્યાઓને આપે ઉઠાવી છે તેના કારણે અમારા વેપારીઓનો નૈતિક જુસ્સો વધ્યો છે. હવે પછીના આ પ્રકારના કાર્યક્રમોમાં વધુ વેપારીઓ જોડાશે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે.

આ ધરણાં માટે ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશોશીએશન, નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ, ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ-વેસ્ટ ઝોન, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ, ટેક્સ એડવોકેટ એશોશીએશન ઓફ ગુજરાત તથા ઇન્કમ ટેક્સ બાર એશોશીએશન દ્વારા એક મંચ પર આવી આ કાર્યક્રમનીને સફળ બનાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.      ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108