જી.એસ.ટી. પોર્ટલની ટેક્નિકલ ગ્લિચીસ બાબતે GSTNને રજુઆત કરતાં ગુજરાત વિધાનસભાના પબ્લિક એકાઉન્ટ કમિટી ના ચેરમેન અને ઉના ના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ

Spread the love
Reading Time: < 1 minute

ગાંધીનગર, તા. 27.02.2020: ઉનાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેન પૂંજાભાઈ વંશ દ્વારા જી.એસ.ટી. પોર્ટલમાં રહેલ ટેકનીકલ ગ્લિચીસ બાબતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN) ને રજુઆત કરેલ છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે જી.એસ.ટી. પોર્ટલની ત્રુટીઓ બાબતે અનેક ફરિયાદો મળતી રહે છે. આ તૃતીઓના કારણે કરદાતા તથા કર વ્યાવસાયિકો માં રોષ પ્રવર્તી રહ્યો છે. તેઓ અનેક તકલીફો ભોગવી રહ્યા છે. આ ખામીઓ તુરંતજ દૂર કરવામાં આવે તેવી માંગણી વરિષ્ઠ ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે તારીખ 12 ફેબ્રુઆરીએ ગુજરાતભરમાં કર વ્યવસાયીઓ દ્વારા સંસદસભ્યો તથા ધારાસભ્યો ને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. ગિર સોમનાથ ટેક્સ બાર એશો. દ્વારા ઉનાના ધારાસભ્યશ્રી ને આ અંગે આવેદન આપવામાં આવ્યું હતું. સોમનાથના યુવાન ધારાસભ્ય શ્રી વિમાલભાઈ ચુડાસમા દ્વારા આ આવેદનનું સંજ્ઞાન લઈ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરી ચુક્યા છે. હવે વરિષ્ઠ ધારાસભ્યશ્રી પૂંજાભાઈ વંશ દ્વારા GSTN ને રજુઆત કરેલ છે. ધરસભ્યશ્રીએ આ રજૂઆત અગ્રસચિવ નાણાં વિભાગ,  ને પણ આ અંગે રજૂઆત કરેલ છે.  કરદાતા તથા કર વ્યવસાયીઓ ની મુશ્કેલી અંગે મોટા પ્રમાણમાં લોક પ્રતિનિધિઓ રજૂઆતો કરે તેવી લાગણી પ્રવર્તી રહી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!