જી.એસ.ટી. પોર્ટલ પર GSTR 1 તથા GSTR 3B અને GSTR 3B અને GSTR 2A ની સરખામણી કરવાની ખૂબ સરસ સવલત: પોર્ટલ ની ઘણી ટીકા કરી…પણ આ બાબતે તો કરવા પડે વખાણ
By ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
જી.એસ.ટી. પોર્ટલ ની પાછલા 1.5 વર્ષ માં અનેક ટીકાઓ કરવામાં આવી. પણ છેલ્લા 1 મહિના આસપાસ થી શરૂ થયેલ GSTR 1 તથા GSTR 3B અને GSTR 3B અને GSTR 2A ની સરખામણી કરવાની જે સવલત આપવામાં આવેલ છે તેની પ્રશંશા જરૂર કરવી પડે. Better Late Than Never કહેવત મુજબ પોર્ટલ પર ની આ સુવિધા સમયોચિત કહેવી પડે. 2017-18 ના વર્ષ માટે B2B ની જગ્યા એ B2C માં અપલોડ થઈ ગયું હોય અથવા B2B માં કોઈ ફેરફાર કરવાના થતાં હોય તો કરદાતા માટે છેલ્લી તક માર્ચ 2019 મહિના ના રિટર્ન છે.
જી.એસ.ટી. પોર્ટલ પર લૉગિન કરી રિટર્ન ડેશ બોર્ડ પર આ સરખામણી “કંપેરીસન ઓફ લાયાબિલિટી ડિકલેર્ડ એન્ડ ITC ક્લેઇમડ” પર કરદાતા માટે એ સેવા આપવામાં આવેલ છે. જેમાં તેઓ GSTR 3B & તથા GSTR 1 વચ્ચે સરખામણી કરી શકે. જો આ સરખામણી કરતાં ફેર જણાઈ તો તેને માર્ચ મહિના ના GSTR 1 ભરતા સુધીમાં આ અંગે ફેર કરી નાખવો ખૂબ જરૂરી છે. માર્ચ ના રિટર્ન બાદ આ ફેરફાર શક્ય નથી. આવી રીતે 3B માં માંગવામાં આવેલ ક્રેડિટ તથા GSTR 2A માં દર્શાવતી ક્રેડિટ ની સરખામણી કરતાં ટેબલ ની સવલત પોર્ટલ પર ઉપલબ્ધ છે. 2A માં જે ફેર દેખાતો હોય તેના વિષે સપ્લાયર (વેચનાર) નો સંપર્ક કરી તેઓ માર્ચ ના GSTR 1 માં દુરસ્ત કરી આપે તેવા પ્રયાસો ચોક્કસ કરવા જોઈએ.
પોર્ટલ પર મળતી આ સેવાનો લાભ દરેક ટેક્સ પ્રેકટીશ્નર, એકાઉન્ટન્ટ તથા કરદાતા એ લેવો જોઈએ. આ તસ્દી લેવાથી આકારણી સમયે ઘણા પ્રશ્નો માં થી બચી શકાશે.