જી.એસ.ટી. પ્રેકટીશનર ની હવે પછી ની પરીક્ષા 14 જૂન ના રોજ: NACIN

Spread the love
Reading Time: 3 minutes

તા: 16.05.2019,ઉના : નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ, ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ નાર્કોટિક્સ (NACIN) દ્વારા જી.એસ.ટી. પ્રેકટીશનર માટે ની હવે પછી ની પરીક્ષા ની તારીખ જાહેર કરી દેવા માં આવી છે. આ પરીક્ષા હવે 14 જૂન ના રોજ લેવાશે. અગાઉ 31.10.2018 તથા 17.12.2018 ના રોજ આ પ્રકાર ની પરીક્ષા લેવાઈ ગઈ છે. 14 જૂન ના રોજ 11 કલાક થી 13.30 કલાક સુધી આ પરીક્ષા ભારત ભર ના નક્કી કરેલા સેન્ટર ઉપર લેવામાં આવશે. આ પરીક્ષા કોમ્પ્યુટર બેઈઝ હશે. આ પરીક્ષા માટે ની નોંધણી ની લિન્ક NACIN તથા CBIC ની વેબસાઇટ ઉપર 21 મે થી મૂકવામાં આવશે. આ પરીક્ષા માટે નોંધણી ની છેલ્લી તારીખ 4 જૂન રહેશે. ઉલ્લેખનીય છે કે જી.એસ.ટી. પ્રેકટીશનર કે જેઓએ, સેલ્સ ટેક્સ પ્રેકટીશનર કે ટેક્સ રિટર્ન પ્રેકટીશનર ના આધાર ઉપર [નિયમ 83(1b)]  જી.એસ.ટી. પ્રેકટીશનર તરીકે નોંધણી કરવી હોઈ તેવા વ્યક્તિએ જી.એસ.ટી. પ્રેકટીશનર તરીકે ચાલુ રહેવા આ પરીક્ષા કાયદો લાગુ થયા ના 30 માહિનામાં, એટલેકે ડિસેમ્બર 2019 સુધી માં આ પરીક્ષા પાસ કરી લેવી ફરજિયાત છે. આ સિવાય ના જી.એસ.ટી. પ્રેકટીશનર એ ક્યાં સુધી માં આ પરીક્ષા પાસ કરવાની રહેશે તેની સ્પસ્ટતા હજુ સુધી કરવામાં આવેલ નથી.

આ પરીક્ષા ની રૂપરેખા નીચે મુજબ છે.

ઓનલાઈન અરજી ની શરૂઆત:                          21 મે 2019

ઓનલાઈન અરજી ની છેલ્લી તારીખ:                   04 જૂન 2019

હૉલ ટિકિટ/એડમિટ કાર્ડ ડાઉનલોડ તારીખ:         07 જૂન થી 08 જૂન 2019

પરીક્ષા ની તારીખ :                                            14 જૂન 2019

પરીક્ષા નું પરિણામ:                                            20 જૂન 2019

 

કોણ કોણ બની શકે છે જી.એસ.ટી. પ્રેકટીશનર??

ભારત ના નાગરિક માટે જી.એસ.ટી. પ્રેકટીશનર બનવા માટે નીચેના માથી કોઈ પણ એક યોગ્યતા હોય તે જરૂરી છે.

 1. તે વાણિજ્ય વેરા ખાતા અથવા સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ ના નિવૃત અધિકારી હોય જેમને ઓછામાં ઓછા 2 વર્ષ ગ્રેડ B, ગેજેટેડ ઓફિસર તરીકે કામ કર્યું હોય.

 

 1. જેમને હાલ ના કાયદા હેઠળ જી.એસ.ટી. પ્રેકટીશનર કે ટેક્સ રિટર્ન પ્રિપ્રેરર તરીકે નોંધણી કરવી ઓછામાં ઓછા 5 વર્ષ થી નોંધણી ધરાવતા હોય.

 

 1. જેમણે નીચેના માં થી કોઈ પરીક્ષા પાસ કરેલ હોય

 

 1. નીચેની બ્રાન્ચ માઠી ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજયુએશન કરેલ હોય
 2. કોમર્સ
 3. લો

iii.                 ઉચ્ચ ઓડિટિંગ સહિત બેંકિંગ

 1. બિઝનેસ એડમીનીસટ્રેશન અથવા બિઝનેસ મેનેજમેંટ

 

 

 1. ઉપરોક્ત જણાવેલ ડિગ્રી ને આનુષંગીક વિદેશી ડિગ્રી, જે ડિગ્રી ને ભારત માં યુનીવરસીટી એ માન્યતા આપેલ હોય,

 

 1. જી.એસ.ટી. કાઉન્સીલ ની ભલામણ ના આધારે સરકાર દ્વારા કોઈ પરીક્ષા ને માન્ય ગણવા માં આવે તો તે પરીક્ષા,

 

 1. જેમને નીચેની પરીક્ષા પાસ કરેલ હોય,
 2. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની ફાઇનલ પરીક્ષા
 3. કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે ની ફાઇનલ પરીક્ષા

iii.                 કંપની સેક્રેટરી ની ફાઇનલ પરીક્ષા

 

અમારા મત મુજબ જે વ્યક્તિ ઉપર જણાવેલ 3(i) લાગુ પડતું હોય તેમણે પોતે અરજી કરતાં સમયે ઉપર માથી 2 નંબર નો વિકલ્પ પસંદ ના કરવો જોઈએ. 2 નંબર ના વિકલ્પ માં પરીક્ષા દેવા માટે ની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2019 ની લાગુ પડશે. જ્યારે અન્ય જી.એસ.ટી. પ્રેકટીશનર માટે આ લિમિટ લાગુ નથી પડતી તેવો લેખક નો મત છે.

શું એડવોકેટ કે CA એ પણ આ પરીક્ષા આપી જી.એસ.ટી. પ્રેકટીશનર તરીકે એનરોલ થવું ફરજિયાત છે?

આ પ્રશ્ન વારંવાર કરવામાં આવતો હોય છે કે એડવોકેટ કે જે બાર કાઉન્સીલ ની સનદ ધરાવે છે તથા CA કે CMA કે CS જેઑ પોતાના ઈન્સ્ટીટ્યૂટ નું “સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ” ધરાવતા હોય તો શું તેમણે જી.એસ.ટી. પ્રેકટીશનર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે? આ અંગે મારો મત સ્પસ્ટ છે. જે એડવોકેટ સનદ ધરાવતા હોય તેઓ આ સનદ ઉપર સમગ્ર દેશ માં લો ની પ્રેક્ટિસ કરવા હાકદાર છે. એવી જ રીતે CA, CMA કે CS ની COP (સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ) ધરાવતા વ્યક્તિ એ સર્ટિફિકેટ ની રૂએ જી.એસ.ટી. હેઠળ પ્રેક્ટિસ કરી શકે છે. તેમણે જી.એસ.ટી. રજીસ્ટ્રેશન લેવું ફરજિયાત નથી. હા, ઓડિટ કરવા કે પોતાના લૉગિન માથી રિટર્ન ભરવા જી.એસ.ટી. પ્રેકટીશનર તરીકે નોંધણી કરાવે તે અલગ બાબત છે.

ક્યારેક અધિકારી તરફથી પણ આ અંગે પ્રશ્ન કરતો હોય છે કે જો એડવોકેટ ને જી.એસ.ટી. પ્રેકટીશનર તરીકે નોંધણી કરાવવી જરૂરી ના હોય તો નિયમ 83 માં “ગ્રેજ્યુએટ ઇન લો” નો ઉલ્લેખ કેમ છે? આ અંગે ખાસ જણાવવા નું કે એવા વ્યક્તિ જેમને લો ની ડિગ્રી કરેલ હોય પણ સનદ લીધી ના હોય તેઓ નો સમાવેશ કરવા માટે નિયમ 83(1)(c)  ની એ એન્ટ્રી કરવામાં આવેલ છે. તેવી રીતે, જ્યારે CA ની પરીક્ષા પાસ કર્યા બાદ કોઈ વ્યક્તિ કોઈ કારણોસર (જોબ કરવી હોય વી.) COP ના લે તેવા કિસ્સા ને ધ્યાને લઈ નિયમ 83(1)(c) માં જોગવાઈ કરવામાં આવેલ છે.

[highlight bgcolor=”#1e73be”]ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે[/highlight]

error: Content is protected !!