જી.એસ.ટી. રિટર્ન ભરવાના બાકી છે??? તો હવે જલ્દીજ પડી શકે છે મુશ્કેલી……

Spread the love
Reading Time: 2 minutes

ઉના, તા: 25.12.2019: ધારણા કરતાં જી.એસ.ટી. નું કલેક્શન ઘણું ઓછું રહ્યું છે. રિટર્ન ફાઇલ ના કરનાર ડિફોલ્ટર ની સંખ્યા પણ પ્રમાણમા વધી રહી છે. સૂત્રો તરફથી મળેલ માહિતી મુજબ સરકાર ને ધ્યાને આવ્યું છે કે ઘણા કરદાતા પોતાના વેચાણ અંગે નું ફોર્મ GSTR 1 ભરી આપે છે પણ પોતાની ટેક્સ ની જવાબદારી દર્શાવતુ ફોર્મ GSTR 3B ભરતા નથી. આ તમામ મુશ્કેલી નું નિવારણ કરવા તથા તમામ ઓફિસર દ્વારા “રિટર્ન ડિફોલ્ટર” સામે કેવી રીતે કાર્યવાહી કરવી તે અંગેની માર્ગદર્શિકા CBIC દ્વારા સર્ક્યુલર 129/48/2019, તા. 24.12.2019 ના રોજ બહાર પાડવામાં આવેલ છે. આ સર્ક્યુલર અંગે સરળ ભાષા માં માહિતી આપવા આ લેખ માં પ્રયાસ કરવામાં આવ્યો છે.

રિટર્ન ડિફોલ્ટર ઘટાડવા નીચે મુજબ ની કાર્યવાહી સિસ્ટમ/ઓફિસર કરવામાં આવશે.

  1. રિટર્ન ભરવાની છેલ્લા દિવસથી 3 દિવસ પહેલા કરદાતા ને રિટર્ન ભરવા ની યાદી કરવા અંગે એક SMS મોકલવામાં આવશે. આ મેસેજ દ્વારા તેમને નિયત તારીખ પહેલા રિટર્ન ભરવા વિનંતી કરવામાં આવશે.

 

  1. રિટર્ન ભરવાની નિયત તારીખ જતી રહે ત્યારબાદ ઓથોરાઇઝડ સિગનેટરી તથા માલિક /ભાગીદાર /ડાયરેક્ટર ને ઇ મેઈલ દ્વારા રિટર્ન ભરવામાં કસૂર થયેલ છે તે અંગે જાણ કરવામાં આવશે.

 

  1. રિટર્ન ભરવાની નિયત તારીખ જતી રહે ત્યારબાદ ના 5 દિવસ પછી, કરદાતા ને નમૂના 3A માં ઇલેક્ટ્રોનિકલી (ઇ મેઇલ દ્વારા) નોટિસ આપી, 15 દિવસ માં રિટર્ન ભરવા તાકીદ કરવામાં આવશે. જો આ 15 દિવસ ના સમયગાળા માં કરદાતા રિટર્ન ભરી આપે તો આ નોટિસ આપોઆપ પાછી ખેંચી લીધી ગણાશે.

 

  1. જો નોટિસ મળ્યા ના 15 દિવસ માં કરદાતા રિટર્ન નહીં ભરી આપે તો અધિકારી “ બેસ્ટ એસેસમેંટ જજમેંટ” દ્વારા આકારણી આદેશ પસાર કરી શકશે. આ આદેશ પસાર કરતાં સમયે તેઓએ GSTR 1, GSTR 2A, ઇ વે બિલ જેવી માહિતી ધ્યાને લેવાની રહેશે.

 

  1. “બેસ્ટ એસેસમેંટ જજમેંટ” દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ ASMT 13 માં પસાર કરી માંગણા ની નોટિસ DRC 07 માં અધિકારી અપલોડ કરવાની રહેશે.

 

  1. જો કસૂરદાર કરદાતા ASMT 13 માં આકારણી આદેશ મળ્યાના 30 દિવસમાં રિટર્ન ભરી આપે તો આ આદેશ પાછો ખેંચી લીધેલો ગણવામાં આવશે.

 

  1. જો 30 દિવસ સુધી પણ જો કસૂરદાર કરદાતા પોતાનું રિટર્ન નહીં ભારે તો પછી અધિકારી વસૂલાત ની કામગીરી હાથ ધરી શકશે.

 

  1. સરકારી તિજોરીને નુકસાન થાય એમ હોય તેવા યોગ્ય કિસ્સામાં કમિશ્નર દ્વારા પ્રોવિસ્ન્લ એટેચમેંટ પણ કરી શકશે.

 

  1. માસિક રિટર્ન માટે 6 રિટર્ન બાકી હોય તથા કંપોઝીશન વાળા કરદાતા માટે 3 રિટર્ન બાકી હોય તેવા કિસ્સામાં તેમના નોંધણી દાખલા રદ કરવા ની વિધિ અધિકારીઓએ કરવાની રહેશે.

આમ, આ સર્ક્યુલર દ્વારા રિટર્ન કસૂરદારો સામે કડક હાથે કામ લેવા નિર્દેશ અધિકારીઓ ને આપવામાં આવ્યા છે. આ “સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર” નું પાલન કરવા તમામ અધિકારીઓ બંધાયેલા છે. કસૂરદાર વેપારીઓ ઉપર ટૂંક સમયમાં આ અંગે કાર્યવાહી શરૂ થશે તે અંગે આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. જે કરદાતાઓ ના જૂના રિટર્ન બાકી હોય તેઓએ ખાસ આ રિટર્ન જલ્દી ભરી આપવા જોઈએ. ઘણીવાર રિટર્ન ના ભરવાની નાની દેખાતી ભૂલ મસમોટા આકારણી આદેશ તરફ દોરી જતી હોય છે. નાની ભૂલ પણ મોટા-ભયંકર પરિણામો લાવી શકે છે. ટેક્સ ટુડે પોતાના વાચકો-કરદાતાઓ ને ખાસ અપીલ કરે છે કે પોતાના ભરવાના થતાં રિટર્ન ખાસ સમયસર ભરે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!
18108