જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન હેઠળના કરદાતાઓ ના GSTR 4 ભરવાની મુદત 31 ઓગસ્ટ 2020 સુધી વધારવામાં આવી

Spread the love
Reading Time: < 1 minute

આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી 15 જુલાઇ!! પણ ફોર્મ 13 જુલાઇ સુધી છે અદ્રશ્ય!!!

જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશન ના કરદાતાઓએ વાર્ષિક ધોરણે પોતાના વેચાણ ઉપરાંત ખરીદીની વિગતો દર્શાવતુ ફોર્મ GSTR 4 ભરવાનું રહે છે. આ ફોર્મ ભરવાની મુદત જે હાલ 15 જુલાઇ 2020 હતી તેને વધારી ને 31 ઓગસ્ટ કરી આપવામાં આવેલ છે. આ ફોર્મ ભરવાની  છેલ્લી તારીખ 15 જુલાઇ હોવા છતા 13 જુલાઇ સુધી આ ફોર્મ જી.એસ.ટી. પોર્ટલ ઉપર દ્રશ્યમાન નથી. જી.એસ.ટી. કાયદા ને ત્રણ વર્ષ થઈ ગયા હોવા છતાં હજુ પોર્ટર્લ ઉપર આ પ્રકારે સમસ્યા આવ્યા કરતી હોય છે તેવી ફરિયાદ કરદાતાઓ માં ઉઠી રહી છે. આ ફોર્મ જલ્દીથી પોર્ટલ ઉપર ભરવાના શરૂ થઈ જાય તેવી રાહ ટેક્સ પ્રોફેશનલ્સ જોઈ રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

નોટિફિકેશન: GSTR 4 extention

error: Content is protected !!