જી.એસ.ટી. હેઠળ ક્યાં ખાસ કિસ્સાઓમાં મળે છે ક્રેડિટ અને ક્યારે કરવી પડે ક્રેડિટ રિવર્સ….

Spread the love
Reading Time: 6 minutes

આવો બનાવીએ “ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ” ને “ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ”…

By ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

             “Every person is presumed to know laws of the land”. આનો અર્થ એ છે કે દરેક વ્યક્તિને જે દેશમાં પોતે છે તે દેશ ના કાયદા વિષે જ્ઞાન છે તેવું માની લેવામાં આવે છે. મિત્રો, 1 જુલાઇ 2017 થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદો અમલી બન્યો. ત્યારથી લઈ ને આજ સુધી આ કાયદા હેઠળ વિપુલ પ્રમાણમા જાહેરનામાઓ આવ્યા. ઘણા સર્ક્યુલર આવ્યા. કાયદા તથા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા. અવાર નવાર વાચકોના પ્રશ્ન હતા કે આ કાયદામાં જે કોઈ ફેરફાર આવે છે તે અંગ્રેજીમાંજ આવે છે. અંગ્રેજી ના જાણતા વ્યક્તિ માટે આ કાયદો જાણવો તેનું અર્થઘટન કરવું ખૂબ મુશ્કેલ છે. સરકારે જ્યારે આ કાયદો લાગુ કર્યો ત્યારે જાહેરાત કરેલી કે આ કાયદો તથા તેના નિયમો જે તે રાજ્યો ની સ્થાનિક ભાષામાં પણ બહાર પાડશે. પણ કોઈક કારણોસર આ કામ હજુ થઈ શક્યું નથી.

ટેક્સ ટુડે આ કૉલમ દ્વારા પ્રયાસ કરી રહ્યું છે કે જી.એસ.ટી. કાયદા ની મહત્વ ની જોગવાઇઓ ને વાંચકો સુધી ગુજરાતીમાં સરળ ભાષામાં પહોચડવામાં આવે. આ કાયદા ની વિવિધ નિયમોની જાણકારી સરળ ભાષામાં નિરંતર  આપવા પ્રયાસ કરવામાં આવશે. આજે આ શ્રુંખલા નો પ્રથમ લેખ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.

વિષય: ખાસ કિસ્સાઓમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કેવી રીતે મળે? ક્યાં ખાસ સંજોગોમાં કરવી પડે ક્રેડિટ રિવર્સ

(આ અંગે જી.એસ.ટી. કાયદાની સેક્શન 18 તથા નિયમ 40, 41, 44 લાગુ પડે)

સમાન્ય રીતે જી.એસ.ટી. હેઠળ નોંધણી થયા બાદ ખરીદેલ વસ્તુ તથા સેવાઓ ની ખરીદી માટે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે. આ અંગેના મહત્વ ના નિયમો જાણવા જરૂરી છે. મોટાભાગે ટેક્સ પ્રેક્ટિસ કરતાં CA, એડવોકેટ્સ કે ટેક્સ પ્રેકટિશનર્સ તો આ નિયમો જાણતાજ હોય છે પરતું આ નિયમો અંગે વેપારી તથા એકાઉન્ટન્ટ એ જાણવું ખૂબ જરૂરી છે. આજે આ લેખમાં ખાસ પ્રકારના સંજોગોમાં ખરીદનાર કરદાતાને ક્રેડિટ મેળે કે કેમ, અને મળે તો કેવી રીતે તે અંગે સમજ આપવા પ્રયાસ કર્યો છે.

 

સેક્શન: 18: ખાસ કિસ્સાઓમાં મળતી ક્રેડિટ અને ક્યાં કિસ્સાઓમાં કરવી પડે છે ક્રેડિટ રિવર્સ:

આ સેક્શન નીચેના સંજોગોમાં લાગુ પડે:

 1. કોઈ વેપારી પોતાનું ટર્નઓવર નિયત મર્યાદાથી (હાલ વસ્તુ માટે 40 લાખ અને સેવા માટે 20 લાખ) વધે અને તે નોંધણી માટે અરજી કરે તેવા સંજોગોમાં. આવા વેપારીને આપણે ફરજિયાત નોંધણી કરાવતા વેપારી ગણી શકીએ.

 

 1. કોઈ વેપારી મરજિયાત રીતે (ટર્નઓવર થતું ના હોય તો પણ) જી.એસ.ટી. નોંધણી લેવા અરજી કરે તેવા સંજોગોમાં

 

 1. કોઈ વેપારી કંપોઝીશન માં હોય અને કંપોઝીશન ની કોઈ શરત ભંગ થવા ના કારણે અથવા પોતે મરજિયાત રીતે કંપોઝીશન ની બહાર નીકળવા અરજી કરે તેવ સંજોગોમાં

 

 1. જ્યારે કોઈ વસ્તુ કે સેવા કરમુક્ત હતી અને તે સેવા પછીથી કરપાત્ર કરવામાં આવે તેવા સંજોગોમાં

 

 1. જ્યારે ચાલુ ધંધાને મૃત્યુ ના કારણે કે અન્ય કોઈ કારણે અન્ય વ્યક્તિને તબદીલ કરવામાં આવે તેવા સંજોગોમાં

 

 1. જ્યારે કોઈ વેપારી પોતે કંપોઝીશન માં જવા અરજી કરે તેવા સંજોગોમાં

ઉપરના 1 થી 4 ના સંજોગોનો સમાવેશ આ ખાસ પ્રકારના કિસ્સા ગણાશે અને તેમાં અમુક નિયમો ને આધીન ક્રેડિટ મળી શકશે. આવી રીતે 5 તથા 6 નંબર ના સંજોગોમાં ક્રેડિટ ટ્રાન્સફર તથા રિવર્સ કરવી જરૂરી છે. આવો જોઈએ શું છે આ નિયમો.

  

 1. કોઈ વેપારી પોતાનું ટર્નઓવર નિયત મર્યાદાથી (હાલ વસ્તુ માટે 40 લાખ અને સેવા માટે 20 લાખ) વધે અને તે નોંધણી માટે અરજી કરે તેવા સંજોગોમાં નીચેના નિયમોની પુર્તતા કરવાની રહેશે. [સેક્શન 18 (1)(a) તથા રૂલ 40]

 

 • ટર્નઓવર મર્યાદાથી વધ્યા ના 30 દિવસમાં વેપારીએ નોંધણી નંબર મેળવવા અરજી કરી દીધેલ હોવી જોઈએ અને આ અરજી ઉપરથી તેને નોંધણી આપવામાં આવેલ હોવી જોઈએ.

 

 • આવા વેપારી પાસે જે ટેક્સ ઇંવોઇસ છે તેની તારીખ 1 વર્ષ થી જૂની હોવી જોઈએ નહીં. આમ, પોતે નોંધણી માટે જવાબદાર બન્યા તેના 1 વર્ષ પહેલાની ખરીદી સુધીની જ ક્રેડિટ મળી શકે.

 

 • આવા વેપારીની જવાબદારી ની તારીખ થી 30 દિવસમાં આ અંગે ITC 01 માં ઓનલાઈન અરજી કરી આ ક્રેડિટ મેળવી શકશે.

 

 • આ ITC 01 ફોર્મ માં સ્ટોક અંગે ટેક્સ ઇંવોઇસ ની સંપૂર્ણ વિગતો દેવાની રહે છે.

 

 • જો આ ફોર્મ દ્વારા માંગવામાં આવતી ક્રેડિટ 2 લાખ થી વધુ હોય તો આ અરજી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નું સર્ટિફિકેટ પણ દેવાનું રહે છે.

લેખક નોંધ: આ 30 દિવસ બાદ જો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ની અરજી પોર્ટલ ઉપર થઈ શક્તિ નથી. આમ, ખૂબ સામાન્ય ભૂલ માટે વેપારી ને ક્રેડિટ નું મોટું નુકસાન ભોગવવું પડે છે. ફરજિયાત નંબર મેળવવા ના કિસ્સામાં જવાબદારી ઉત્પન્ન થાય તેના શક્ય તેટલી જલ્દી અરજી કરી દેવી હિતાવહ છે. જેથી ITC 01 ભરવા પૂરતો સમય મળી રહે.

 

 1. કોઈ વેપારી મરજિયાત રીતે (ટર્નઓવર થતું ના હોય તો પણ) જી.એસ.ટી. નોંધણી લેવા અરજી કરે તેવા સંજોગોમાં નીચેના નિયમોની પુર્તતા કરવી જરૂરી છે. [સેક્શન 18 (1)(b) તથા રૂલ 40]

 

 • આવા વેપારી પાસે જે ટેક્સ ઇંવોઇસ છે તેની તારીખ 1 વર્ષ થી જૂની હોવી જોઈએ નહીં. આમ, પોતે નોંધણી માટે અરજી કરે છે તેનાથી 1 વર્ષ પહેલાની ખરીદીની ક્રેડિટ મેળવવા તેઓ હક્કદાર બનશે.

 

 • આવા વેપારીની જવાબદારીની તારીખથી 30 દિવસમાં આ અંગે ITC 01 માં ઓનલાઈન અરજી કરી આ ક્રેડિટ મેળવી શકશે.

 

 • આ ITC 01 ફોર્મ માં સ્ટોક અંગે ટેક્સ ઇંવોઇસ ની સંપૂર્ણ વિગતો દેવાની રહે છે.

 

 • જો આ ફોર્મ દ્વારા માંગવામાં આવતી ક્રેડિટ 2 લાખ થી વધુ હોય તો આ અરજી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નું સર્ટિફિકેટ પણ દેવાનું રહે છે.

લેખક નોંધ: આ 30 દિવસ બાદ જો ઈન્પુટ ટેક્સ ક્રેડિટની અરજી પોર્ટલ ઉપર થઈ શક્તિ નથી. આમ, ખૂબ સામાન્ય ભૂલ માટે વેપારી ને ક્રેડિટ નું મોટું નુકસાન ભોગવવું પડે છે.

 

 1. કોઈ વેપારી કંપોઝીશન માં હોય અને કંપોઝીશન ની કોઈ શરત ભંગ થવા ના કારણે અથવા પોતે મરજિયાત રીતે કંપોઝીશન ની બહાર નીકળવા અરજી કરે તેવા સંજોગોમાં [સેક્શન 18 (1)(c) તથા રૂલ 40]

 

 • આવા વેપારી પાસે જે ટેક્સ ઇંવોઇસ છે તેની તારીખ 1 વર્ષ થી જૂની હોવી જોઈએ નહીં. આમ, પોતે નોંધણી માટે અરજી કરે છે તેનાથી 1 વર્ષ પહેલાની ખરીદી ની ક્રેડિટ મેળવવા તેઓ હક્કદાર બનશે.

 

 • આવા વેપારીની જવાબદારી ની તારીખ થી 30 દિવસમાં આ અંગે ITC 01 માં ઓનલાઈન અરજી કરી આ ક્રેડિટ મેળવી શકશે.

 

 • આ ITC 01 ફોર્મ માં સ્ટોક અંગે ટેક્સ ઇંવોઇસ ની સંપૂર્ણ વિગતો દેવાની રહે છે.

 

 • જો આ ફોર્મ દ્વારા માંગવામાં આવતી ક્રેડિટ 2 લાખ થી વધુ હોય તો આ અરજી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નું સર્ટિફિકેટ પણ દેવાનું રહે છે.

 

લેખક નોંધ: આ 30 દિવસ બાદ જો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ની અરજી પોર્ટલ ઉપર થઈ શક્તિ નથી. આમ, ખૂબ સામાન્ય ભૂલ માટે વેપારી ને ક્રેડિટ નું મોટું નુકસાન ભોગવવું પડે છે.

 

 

 1. જ્યારે કોઈ વસ્તુ કે સેવા કરમુક્ત હતી અને તે સેવા પછીથી કરપાત્ર કરવામાં આવે તેવા સંજોગોમાં [સેક્શન 18 (1)(d) તથા રૂલ 40]

 

 • આવા વેપારી પાસે જે ટેક્સ ઇંવોઇસ છે તેની તારીખ 1 વર્ષ થી જૂની હોવી જોઈએ નહીં. આમ, પોતે નોંધણી માટે અરજી કરે છે તેનાથી 1 વર્ષ પહેલાની ખરીદી ની ક્રેડિટ મેળવવા તેઓ હક્કદાર બનશે.

 

 • આવા વેપારીની જવાબદારી ની તારીખ થી 30 દિવસમાં આ અંગે ITC 01 માં ઓનલાઈન અરજી કરી આ ક્રેડિટ મેળવી શકશે.

 

 • આ ITC 01 ફોર્મ માં સ્ટોક અંગે ટેક્સ ઇંવોઇસ ની સંપૂર્ણ વિગતો દેવાની રહે છે.

 

 • જો આ ફોર્મ દ્વારા માંગવામાં આવતી ક્રેડિટ 2 લાખ થી વધુ હોય તો આ અરજી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નું સર્ટિફિકેટ પણ દેવાનું રહે છે.

 

લેખક નોંધ: આ 30 દિવસ બાદ જો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ની અરજી પોર્ટલ ઉપર થઈ શક્તિ નથી. આમ, ખૂબ સામાન્ય ભૂલ માટે વેપારી ને ક્રેડિટ નું મોટું નુકસાન ભોગવવું પડે છે.

 

કેપિટલ ગુડ્સ અંગે ખાસ જોગવાઈ:

ઉપર જણાવેલ (3) & (4) માટે ખાસ કિસ્સાઓમાં જો કેપિટલ ગુડ્સ (મૂડી મિલકત જેવી કે પ્લાન્ટ, મશીનરી વગેરે) ની ક્રેડિટ લેવાની થતી હોય તો આ ક્રેડિટ ખરીદી તારીખથી દર ત્રિમાસ માટે કુલ ક્રેડિટ માંથી 5% પોઈન્ટ જેટલી ઘટાડી ને લેવાની રહે છે. ઉપર જણાવેલ (1) અને (2) ના કિસ્સાઓમાં કેપિટલ ગુડ્સ ની ક્રેડિટ મળી શકે નહીં.

 

 1. જ્યારે ચાલુ ધંધાને મૃત્યુ ના કારણે કે અન્ય કોઈ કારણે અન્ય વ્યક્તિને તમામ જવાબદારીઓ સાથે તબદીલ કરવામાં આવે તેવા સંજોગોમાં [સેક્શન 18 (3) તથા રૂલ 41]
 • જ્યારે ધંધો અન્ય વ્યક્તિને સંપૂર્ણ જવાબદારી સાથે તબદીલ કરવામાં આવે ત્યારેજ આ ક્રેડિટ તબદીલ થનાર વ્યક્તિ ને તબદીલ કરી શકાશે.

 

 • આ કિસ્સામાં જે વેપારી આ ક્રેડિટ તબદીલ કરે છે તે ITC 02 ફોર્મ ઓનલાઈન ભરશે.

 

 • જે વેપારીને ક્રેડિટ તબદીલ કરવામાં આવેલ છે તે વેપારી આ ક્રેડિટનો ઓનલાઈન સ્વીકાર કરશે. (યુઝર સર્વિસમાં આ પ્રકારનો ઓપ્શન આપેલ છે)

 

 • આ પ્રકારે નવો નોંધણી દાખલો લેતા વેપારીએ પોતાને ક્યાં નોંધણી દાખલા માંથી ક્રેડિટ તબદીલ થવાની છે તેની નોંધણીની વિગતો પોતાના નોંધણી ફોર્મ માં ભરવી જરૂરી છે.

 

 • જે વેપારીને આ ક્રેડિટ તબદીલ થયેલ છે તેને આ ક્રેડિટ અંગે પોતાના ચોપડમાં યોગ્ય નોંધ કરવાની રહેશે.

 

 1. જ્યારે કોઈ વેપારી પોતે રેગ્યુલર વેપારી (કંપોઝીશન સિવાયનો વેપારી) હોય, કંપોઝીશન માં જવા અરજી કરે તેવા સંજોગોમાં [સેક્શન 18 (4) તથા રૂલ 44]

 

 • આવા વેપારીએ પોતાની ખરીદીઓ માટે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ભોગવી હોય તેને રિવર્સ કરવાની રહે.

 

 • આવા વેપારીએ પોતે લીધેલ ક્રેડિટ નું રિવર્સલ પોતાની પાસે રહેલ સ્ટોકના ઇંવોઇસ ઉપરથી કરવાની રહેશે.

 

 • જે સ્ટોક માટે બિલો ઉપલબ્ધ ના હોય તેના માટે તેની માર્કેટ કિમત ગણી તેના ઉપર ક્રેડિટ રિવર્સ કરવાની રહે. આ માર્કેટ રેઇટ ઉપર રિવર્સ કરેલ ક્રેડિટ માટે CA સર્ટિફિકેટ લેવાનું રહે.

 

 • કેપિટલ ગુડ્સ ના કિસ્સામાં પ્રો રેટા ક્રેડિટ રિવર્સ કરવાની રહેશે. આ માટે કેપિટલ ગુડ્સ નું આયુષ્ય 5 વર્ષ નું ગણવાનું રહેશે. દર ત્રિમાસ માટે 5% ની ક્રેડિટ બાકીના સમય માટે રિવર્સ કરવાની રહેશે.

 

 • આ રિવર્સલ અંગે આવા વેપારીએ નાણાકીય વર્ષ શરૂ થયાના 180 દિવસમાં ITC 03 ફોર્મ ભરવાનું રહેશે.

 

 • જો આ ફોર્મ ભરતા રિવર્સ કરવામાં આવતી ક્રેડિટ એ ક્રેડિટ લેજર માં જમા રકમ થી વધુ આવે તો વેપારીએ કેશ દ્વારા આ વધારાની રકમ ભરવાની થાય છે.

          આ જોગવાઈ નો અભ્યાસ કરી જો ક્રેડિટ આપને મળવા પત્ર હોય તો સમયસર મેળવી લેવી જોઈએ અને જો ક્રેડિટ રિવર્સ કરવા પત્ર હોય તો તેને સમયસર રિવર્સ કરી આપવી જોઈએ. ક્રેડિટ ક્લેમ કરવામાં સમય જતો રહે તો ખૂબ મોટું નુકસાન વેપારી ને જતું હોય છે. ઘણી વાર એવું ધ્યાને આવતું હોય છે કે વેપારી કે એકાઉન્ટન્ટ ને આ નિયમ ની ખબર હોતી નથી. જ્યારે તે તેમના CA, એડવોકેટ કે ટેક્સ કન્સલ્ટન્ટ પાસે આ ક્રેડિટ લેવા માટે ચર્ચા કરવા પહોચે છે ત્યાં સુધીમાં આ ફોર્મ ભરવાનો સમય જતો રહ્યો હોય છે. આમ, નાની શરતચૂક વેપારી માટે ગંભીર પરિણામ લઈ ને આવતું હોય છે. આ પ્રકારના મહત્વ ના નિયમો સૌ વેપારી તથા એકાઉન્ટન્ટ જાણે તે માટે આવા લેખો લખવામાં આવે છે.

error: Content is protected !!