જી.એસ.ટી. હેઠળ બિન નોંધાયેલ વ્યક્તિ ને કરવામાં આવતા આંતર રાજ્ય વેચાણ માટે વિગતો આપવામાં ધ્યાન રાખવું છે ખાસ જરૂરી..

Spread the love
Reading Time: < 1 minute

 

સમીર તેજુરા, ટેક્સ ટુડે રિપોર્ટર પોરબંદર

પોરબંદર: જી.એસ.ટી. નું નિયમન કરતી સંસ્થા CBIC દ્વારા મહત્વ નો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર માં જણાવવામાં આવ્યું છે કે વેપારીઓ દ્વારા GSTR 1 તથા GSTR 3B માં દર્શાવવા માં આવતી આંતર રાજ્ય બિન નોંધાયેલ વ્યક્તિઓ ને કરવામાં આવતા વેચાણ ની વિગતોમાં ઘણા કિસ્સામાં ફેર જોવા મળ્યો છે. વેપારીઓ દ્વારા ભરતા 3B ના કૉલમ 3.2 માં બિન નોધાયેલ ખરીદનાર ને કરવામાં આવેલ અંતર રાજ્ય વેચણો દર્શાવવા માં નથી આવતા પણ આવા વેચાણો GSTR 1 ના કૉલમ 7B માં દર્શાવવા માં આવે છે. આ કારણે IGST ની રકમ માં મિસ મેચ આવતી હોય છે. આ કારણે રાજ્યો ને મળવાપાત્ર રકમ યોગ્ય રીતે મળી શકતી નથી.
આ અંગે કડક વલણ દર્શાવતા CBIC દ્વારા વેપારીઓ ને તાકીદ કરવામાં આવી છે કે આંતર રાજ્ય બિન નોંધાયેલ વ્યક્તિ ને કરવામાં આવેલ વેચાણ ની ખરી તથા પૂરી વિગતો GSTR 3B ના કૉલમ 3.2 માં તથા GSTR 1 ના કૉલમ 7B માં દર્શાવવા આવે. આ અંગે કસૂર કરનાર વેપારી ઉપર 50000/- સુધી નો દંડ લાગી શકે તેવી સ્પષ્ટતા આ પરિપત્ર માં કરવામાં આવેલ છે.

error: Content is protected !!