જી.એસ.ટી. A A R (ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલિંગ.) વિથ ટેક્સ ટુડે: AAR 5: શું અરજદાર દ્વારા આપવામાં આવેલ પ્રોજેકટ મેનેજમેંટ સેવા ને નોટિફીકેશન 12/2017 ની મુક્તિનો લાભ મળે?

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. કાયદાની કલમ 97 હેઠળ કરદાતા એડવાન્સ રૂલિંગ માટે અરજી કરી શકે છે. જી.એસ.ટી. કાયદા હેઠળ નીચેની બાબતો માટે એડવાન્સ રૂલિંગ કરી શકાય છે.

 • માલ કે સેવાઓમા વર્ગીકરણ બાબતે,
 • કોઈ નોટિફિકેશન કરદાતાને લાગુ પડે કે નહીં તે બાબતે
 • કોઈ માલ કે સેવાની કરપાત્રતાનો સમય તથા કિમત નક્કી કરવા બાબતે
 • કોઈ વ્યવહારમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે કે નહીં તે બાબતે
 • કોઈ વ્યવહાર કરપાત્ર બને કે નહીં તે બાબતે
 • કોઈ વ્યક્તિ નોંધણી માટે જવાબદાર બને કે ના બને તે બાબતે
 • કોઈ વ્યવહાર સપ્લાય ગણાશે કે નહીં તે બાબતે.

આ કોલમમાં જી.એસ.ટી. કાયદા હેઠળ આપવામાં આવતા મહત્વના AAR તથા AAAR ના ચૂકદાઑ સરળ ભાષામાં વાંચકો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કૉલમ નિરંતર પ્રસિદ્ધ થયા કરશે.

AAR 5: શું અરજદાર દ્વારા આપવામાં આવેલ પ્રોજેકટ મેનેજમેંટ સેવા ને નોટિફીકેશન 12/2017 ની મુક્તિનો લાભ મળે?

અરજકર્તા: સેવરેજ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન ઓફ ગોવા લિમિટેડ, AAR No. Goa/GAAR/10/2018-19

ઓર્ડર તારીખ: 26.02.2019, 

પ્રશ્ન:

 1. અરજદાર દ્વારા આપવામાં આવતી પ્રોજેકટ મેનેજમેંટ સેવા શું પંચાયત કે મ્યુનિસીપાલિટી હેઠળ બંધારણની 243G કે 243W હેઠળ ની સેવા ગણાય?

 

 1. જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 3 મુજબ પંચાયત કે મ્યુનિસીપાલિટી ને આપેલ “પ્યોર સર્વિસ” સેવા કરમુક્ત ગણાશે?

 

 1. શું અરજદાર આ નોટિફીકેશન મુજબ “ગવર્નમેંટ ઓથોરીટી” કે “ગવર્નમેંટ એજન્સી” ગણાય?

 

અરજદાર ના વ્યવહાર ની વિગતો: 

 • અરજદાર ગોવા રાજ્યમાં જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતા છે.
 • અરજદાર 100% સરકારી રોકાણ થી બનેલી કંપની એક્ટ હેઠળ રજિસ્ટર્ડ કંપની છે.
 • અરજદાર રાજ્યની સફાઈ પ્રવૃતિ ચલાવતી “નોડલ એજન્સી” છે.
 • અરજદાર દ્વારા પ્રોજેકટ મેનેજમેંટ, પ્રોજેકટ પ્લાનિંગ, પ્રોજેકટ સર્વે વી. જેવી કામગીરી કરવામાં આવે છે.
 • અરજદાર ની રજૂઆત છે કે તેઓની પ્રવૃતિ ભારતીય બંધારણ ના અનુચ્છેદ 243W ના પરિશિષ્ટ 12, ની એન્ટ્રી 6 હેઠળ પડે જે “પબ્લિક હેલ્થ, સેનિટેશન અને સોલીડ વેસ્ટ મેનેજમેંટ અંગે ની છે.
 • આ સેવા “પ્યોર લેબર” ની હોય, જી.એસ.ટી. નોટિફીકેશન 12/2017 ની એન્ટ્રી 3 હેઠળ કરમુક્ત ગણાય.

AAR નું તારણ:

 • અરજદારની સેવા ભારતીય બંધારણના અનુછેદ 243W ના પરિશિષ્ટ 12 હેઠળ ની એન્ટ્રી 6 હેઠળ પડે.

 

 • અરજદાર ને મળતી ફી એ “પ્યોર સર્વિસ” ગણાય અને જી.એસ.ટી. નોટિફીકેશન 12/2017 ની એન્ટ્રી 3 હેઠળ કરમુક્ત ગણાય.

 

 • અરજદાર જી.એસ.ટી. કાયદા હેઠળ સરકારી ઓથોરીટી ગણાય.

 

ખાસ નોંધ: તમામ વાંચકોએ એ બાબત જાણવી જરૂરી છે કે AAR નો આદેશ જે તે અરજકર્તા તથા તેના પ્રોપર ઓફિસર ઉપરજ બાધ્ય ગણાય. તમામ કરદાતાઓ ને આનો સીધો લાભ મળે નહીં. પરંતુ ટેક્સ પ્લાનિંગ કરવાં માટે આ AAR ના ચૂકડાઓ ખૂબ મહત્વના રહેતા હોય છે.

આ AAR તથા AAAR અંગેના લેખ નું સંકલન CA મોનીષ શાહ, Adv. લલિત ગણાત્રા, CA દિવ્યેશ સોઢા તથા Adv. ભવ્ય પોપટ દ્વારા કરવામાં આવેલ છે. આ AAR અંગે આ અમારો અભિપ્રાય માત્ર છે.

2 thoughts on “જી.એસ.ટી. A A R (ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલિંગ.) વિથ ટેક્સ ટુડે: AAR 5: શું અરજદાર દ્વારા આપવામાં આવેલ પ્રોજેકટ મેનેજમેંટ સેવા ને નોટિફીકેશન 12/2017 ની મુક્તિનો લાભ મળે?

 1. HELLO SIR

  I WOULD LIKE TO ASK A QUESTION THAT THE AAR & AAAR JUDGEMENTS HOW CAN I GET ?? or FORM WHICH WEBSITE OR LINK ??

  PRADIP

  TAX PRACTITIONER MEHSANA
  09879616771

  1. There are many paid services from which you can buy it. You can contact Mr Dhruv Shah, of GST Law Library Mo.9426577449

Comments are closed.

error: Content is protected !!