જુનિયર જેસી વિંગ ઓફ જે.સી.આઈ. વલસાડ દ્વારા “સન્ડે સ્કૂલ” પ્રોજેકટ દ્વારા ઝૂંપડપટ્ટી ના બાળકો ને શિક્ષણ

Spread the love
Reading Time: < 1 minute

તા. 14.01.19, વલસાડ:જૂનિયર જેસી વિંગ ઓફ જે સી આઈ વલસાડ દ્વારા છેલ્લા ત્રણેક રવિવારથી દર રવિવારે “સન ડે સ્કુલ ” નામક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ઝૂપડપટ્ટી તથા રોડ ઉપર રહેતા તેમજ કોઈ કારણોસર સ્કૂલ નહીં જઈ શકતા 20 જેટલા બાળકોને પ્રાથમીક જ્ઞાન અને શિક્ષણ જૂનિયર જેસી વિંગ ઓફ જે સી આઈ વલસાડ દ્વારા સફળતા પૂર્વક આપવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ગયા રવિવારે આવા બાળકોને શિક્ષણ ઉપરાંત મકરસંક્રાંતિના તહેવાર અનુરૂપ પતંગ ફીરકી મીઠાઈઓનુ વિતરણ કરી એમની જોડે જ આ તહેવાર ઉજવવામાં આવ્યો હતો. અલ્પ ઉપાધ્યાય, પ્રેસ રિપોર્ટર વલસાડ

error: Content is protected !!