જો આપ જી.એસ.ટી. પ્રેકટીશ્નર છો અને નવો નોંધણી દાખલા લેવા સમયે જો મોબાઈલ નંબર કે e mail ID તમારો દર્શાવો છો તો થઈ જાવ સાવધાન!!! તમે બોગસ બિલિંગ માં ભાગીદાર ગણાઈ શકો છો!!

Spread the love
Reading Time: < 1 minute

તા: 29.05.2019, ઉના: જી.એસ.ટી. (રાજ્ય) એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા એક અખબારી યાદી બહાર પાડવામાં આવેલ છે. આ અખબારી યાદી માં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે અનેક બોગસ બિલિંગ કૌભાંડ માં સરકાર ને મોટા પ્રમાણ માં જી.એસ.ટી. ચોરી મળી આવી છે. નવો જી.એસ.ટી. નંબર લેવાની વિધિ દરમ્યાન વ્યક્તિ પાસે મોબાઈલ નંબર તથા E mail ઉપર OTP મંગાવવા ના રહે છે. ઘણા કિસ્સાઓ માં એવું જાણવામાં આવ્યું છે કે આ નોંધણી ની કાર્યવાહી માં મોબાઈલ નંબર તથા E mail ID GST પ્રેકટીશ્નર ના નાખવામાં આવતા હોય છે. આ અખબારી યાદી થી જી.એસ.ટી. પ્રેકટીશ્નર ને જાણ કરવામાં આવી છે કે રજીશટ્રેશન ની અરજી ના PART એ માં તેઓ પોતાના મોબાઈલ નંબર કે E Mail ID દર્શાવે નહીં. જો આ રજીશટ્રેશન ની કામગીરી માં જી.એસ.ટી. પ્રેકટીશનર્સ જો પોતાના મોબાઈલ નંબર કે E Mail ID દર્શાવશે તો બોગસ બિલિંગ અને કરચોરી ના ફ્રોડ કેસો માં તેઓની ભૂમિકા ની તપસ થઈ શકે છે તથા જવાબદારી ઉપસ્થિત થઈ શકે છે.

ઉપરોક્ત અખબારી યાદી ને ખાસ ગંભીરતા થી લેવી જરૂરી છે. મોટા ભાગે કોઈ જી.એસ.ટી. પ્રેકટીશ્નર પોતાના મોબાઈલ નંબર નોંધણી સમયે આપતા હોતા નથી. પરંતુ મોટા પ્રમાણમા વેપારીઓ પાસે (ખાસ કરીને નાના ગામ માં) E Mail Id હોતા નથી. આ કારણે જી.એસ.ટી. પ્રેકટીશનર્સ E mail માં પોતાના ID નો ઉપયોગ કરતાં હોય છે. પણ જ્યારે આ પ્રકાર ની અખબારી યાદી સ્પષ્ટ રિતે જી.એસ.ટી. પ્રેકટીશનર્સ ને પોતાના મોબાઈલ તથા E Mail ID આપવાની ના દર્શાવતો હોય ત્યારે આ બાબતે પોતાના E Mail ID આપવા પણ મુશ્કેલી નોતરી શકે તે બાબતે સભાનતા થી વિચરવું જરૂરી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!
18108