જો નહીં આપો આ ડોક્યુમેન્ટ ! તો નોકરીવાળાઓ કપાઇ જશે તમારી સેલરી
કેમ જમા કરાવવા પડે છે ડોક્યુમેન્ટ
માર્ચથી પહેલા કંપની તમારી પાસે છેલ્લા મહિનાઓમાં કરવામાં આવેલા ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફની કોપી માંગે છે, જેથી તે તમારા દ્વારા ટેક્સબચાવવા માટે કરવામાં આવેલા ઇન્વેસ્ટમેન્ટની તપાસ કરી શકે. તમારી કંપની તમને ટેક્સવધારે અથવા ઓછો આપવાની માથાકૂટથી બચાવવા માટે આવું કરતી હોય છે.
કંપની દર મહિને તમારી સેલરીથી ટેક્સ કાપે છે, પરંતુ માર્ચ પહેલા કંપનીને તમારા દ્વારા કરવામાં આવેલા ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશનને ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાના રહે છે. આમ કરવાથી કંપની અને તમને કોઇ મુશ્કેલી થતી નથી.
કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે ?
જો તમે ભાડાના મકાનમાં રહો છો તો પણ તમે ટેક્સમાં છૂટ મેળવી શકો છો. તેના માટે તમારે તમારી કંપનીમાં ભાડાની રસીદ જમા કરાવવાની રહેશે. મેટ્રો અને નોન મોટ્રો શહેરોના ભાડામાં અંતર હોય છે. જો તમે મેટ્રો સિટીમાં રહો છો અને આઠ હજર રૂપિયાથી વધારે મકાનનું ભાડું ભરો છો તો એચઆરએ ભરી પૈસા સેવિંગ કરી શકો છો.
જો તમે આ વર્ષે કોઇપણ પ્રકારની પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે અને તેના માટે બેન્ક અથવા એનબીએફસી કંપનીથી લોન લીધી છે તો ટેક્સ સેવિંગ કરવા માટે લોન રિપેમેન્ટનું પ્રૂફ આપવાનું રહેશે. જો તમને આ વર્ષે ઘર તૈયાર થઇને મળી ગયું છે તો તમે તેના પર પણ ટેક્સમાં છૂટ મેળવી શકો છો. તેના માટે તમારે રજિસ્ટ્રી વખતે જે સ્ટેપ ડ્યૂટી ચુકવી છે, તેનું પ્રૂફ પોતાની કંપનીને આપવું પડશે.
જો તમે હેલ્થ પોલિસીમાં પૈસા લગાવ્યા છે તો તેની પ્રીમિયમની રસીદ આપવાની રહે છે. હેલ્થ પોલિસી પીરિયડમાં તમે અથવા તમારા પરિવારના કોઇ સદસ્યને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવે છે તો તેની પણ રસીદ જમા કરાવવી પડે છે. તે સિવાય જો તમે કોઇ હેલ્થ ચેકઅપ કરાવી રહ્યા છો તો તેનું બિલ જમા કરાવવું પડશે
બાળકોના ભણતર માટે એજ્યુકેશન લોનના રિપેમેન્ટ કરવા પર પણ તમને ટેક્સ છૂટ મળે છે. આ પ્રકારની છૂટ મેળવવા માટે તમારે પોતાની બેન્કથી રિપેમેન્ટ રસીદ લેવી પડશે અને ઓફિસમાં જમા કરાવવી પડશે. બાળકોની સ્કૂલ ફીનું પેમેન્ટ કર્યું છે તો તેની પણ ઓરિજનલ રસીદ જમા કરાવવાની રહેશે.
જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ, નેશનલ સેવિંગ સ્કીમ, મ્યુચ્યુઅલ ફંડ, પીપીએફમાં પૈસા લગાવ્યા છે તો ઇનકમ ટેક્સમાં સેવિંગ કરવા માટે તમે આ પ્રૂફ પણ ઓફિસમાં જમા કરાવો. તેના માટે તમે તેના એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા પાસબુકની ફોટોકોપી જમા કરાવી શકો છો.