ટેક્સ એડવોકેટ એશોશીએશન ગુજરાત દ્વારા GST લેઈટ ફી માફ કરવા રાજુઆત

Spread the love
Reading Time: < 1 minute

ઉના તા: 26.12.2018: ટેક્સ એડવોકેટ એસોસીએશન ગુજરાત, અમદાવાદ દ્વારા GST હેઠળ લેવામાં આવેલ લેઈટ ફી તમામ વેપારીઓ માટે “વેઇવ” કરવા કેન્દ્રીય નાણાં મંત્રી, કેન્દ્ર ના રાજ્ય કક્ષા ના નાણાં મંત્રી, ગુજરાત રાજ્ય ના નાણાં મંત્રી, GST કાઉન્સિલ તથા ગુજરાત રાજ્ય ના CGST કમિશનર તથા SGST કમિશનર ને રજુઆત કરવામાં આવેલ છે. GST કાઉન્સિલ ની 22 ડિસેમ્બર ની મિટિંગ માં જાહેર કરવામાં આવેલ છે કે 22 ડિસેમ્બર થી 31 માર્ચ 19 સુધી જે રિટર્ન ભરવામાં આવશે તેમ લેઈટ ફી લગાડવામાં નહીં આવે. એશો. દ્વારા રજુઆત કરવામાં આવેલ છે કે 22 ડિસેમ્બર પહેલા વેપારીઓ દ્વારા ભરવામાં આવેલ લેઈટ ફી પણ વેપારીઓને પરત કરવામાં આવે. ભારતીય બંધારણ ના કુદરતી ન્યાય ના સિધ્ધાંત ને ઉદ્દેશી આ રજુઆત કરવામાં આવેલ છે. આ ઉપરાંત ટેક્નિકલ ખામીઓ ના કારણે GSTR 10 માં લગાડવામાં આવેલ લેઈટ ફી પણ પરત કરવા રજુઆત કરવામાં આવેલ છે. ટેક્સ એડવોકેટ એશો. ગુજરાત ના માનદ મંત્રિ એડવોકેટ સુનિલ કેશવાની દ્વારા ટેક્સ ટુડે સાથે ની વાતચીત માં જણાવેલ છે કે તેઓને આશા છે કે તમામ વેપારીઓ ની લેઇટ ફી સરકાર દ્વારા પરત કરવામાં આવશે. જો આમ કરવામાં આવે તો ભારતભર માં અનેક વેપારીઓ ને ફાયદો થશે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!