ટેક્સ એડવોકેટ એશોશીએશન ગુજરાત (TAAG) દ્વારા GST અને ઇન્કમ ટેક્સ અંગે કરદાતા તથા ટેક્સ એડવોકેટ્સ ના હિત જાળવવા મહત્વપૂર્ણ રજુઆત

Spread the love
Reading Time: < 1 minute

અમદાવાદ, તા: 14 માર્ચ 19:  ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

ટેક્સ એડવોકેટ એશો. ગુજરાત દ્વારા જી.એસ.ટી તથા ઇન્કમ ટેક્સ ના વિવિધ પદાધિકારીઓ ને કરદાતા તથા ટેક્સ એડવોકેટ ના હિતાર્થે રજૂઆતો કરેલ છે. TAAG દ્વારા કરવામાં આવેલ મુખ્ય રજૂઆતો નીચે મુજબ છે.

ઇલેક્શન દરમ્યાન પૂરતો સ્ટાફ જાળવી રાખવા રજુઆત સ્ટેટ ચીફ કમિશનર ઓફ GST ને કરવામાં આવેલ છે.

જી.એસ.ટી. કાયદા માં સુધારેલ કલમ 49 A નો અમલ સત્વરે પોર્ટલ ઉપર કરવા, આ કલમ હેઠળ બ્લોકેજ ઓફ વર્કિંગ કેપિટલ અંગે રજુઆત અને 49 B નો યોગ્ય સમયે ઉપયોગ કરવા અંગે ની રજુઆત GSTN ચેરમેન, સ્ટેટ તથા સેન્ટ્રલ GST ચીફ કમિશનર ને કરવામાં આવેલ છે.

GST હેઠળ ફરિયાદ નિવારણ અઠવાડિયા/પખવાડિયા નું અયોજન કરવું સેન્ટ્રલ તથા સ્ટેટ ચીફ કમિશ્નર ને રજુઆત કરવામાં આવેલ છે.

ઇન્કમ ટેક્સ માં ઉપસ્થિત ડિમાન્ડ ના 20 % ભરવાનો આગ્રહ તમામ કેસ માં રાખવામાં આવે છે તેના બદલે કેસ ના ગુણદોષ જોઈ સ્ટે ઓફ ડિમાન્ડ આપવાની સૂચના આપવા રજુઆત પ્રિન્સિપાલ કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ ને કરવામાં આવેલ છે.

આ તમામ રજૂઆતો કરદાતા તથા કર સલાહકારો ના હિતાર્થે કરવા બદલ ટેક્સ ટુડે ટેક્સ એડવોકેટ એશો. ગુજરાત નો આભાર માને છે.

error: Content is protected !!