ટેક્સ એડવોકેટ એશોશીએશન ગુજરાત (TAAG) ના ઉપક્રમે 05 માર્ચ ના રોજ ઓપન હાઉસ. જી.એસ.ટી. પ્રોફેશનલ્સ ને મુદ્દાઓ/પ્રશ્નો મોકલવા અપીલ
ટેક્સ એડવોકેટ એસોસીએશન ઓફ ગુજરાત (TAAG) ના ઉપક્રમે અમદાવાદ ખાતે તારીખ 05 માર્ચ ના રોજ જી.એસ.ટી. ના સેન્ટરલ જી.એસ.ટી. તથા સ્ટેટ જી.એસ.ટી.ના કમિશ્નર ની ખાસ ઉપસ્થિતિમાં માં ઓપન હાઉસ નું આયોજન કરવામાં આવશે. આ ઓપન હાઉસ માં જી.એસ.ટી. અંગે પ્રશાશનિક, કાયદાકીય તથા ટેક્નિકલ પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવશે. આ અંગે સરકાર નો મત રજુ કરી, શક્ય એટલી તકલીફો દૂર કરવાના પ્રયાસો અધિકારીઓ કરશે. આ ઓપન હાઉસ માં સી.જી.એસ.ટી ચીફ કમિશનર શ્રી અજય જૈન તથા એસ.જી.એસ.ટી. ચીફ કમિશ્નર ડો. પી.ડી. વાઘેલા ખાસ ઉપસ્થિત રહેશે. આ ઓપન હાઉસ નું સંચાલન TAAG ના પૂર્વ પ્રમુખ એડવોકેટ વારીશ ઈશાની કરશે.
TAAG ના સેક્રેટરી સુનિલ કેશવાણી આ તકે ટેક્સ ટુડે ના માધ્યમ થકી પણ તમામ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ ને અપીલ કરે છે કે જી.એસ.ટી. ને લાગતા પ્રશ્નો, સૂચનો તેમને શક્ય હોય ત્યાં સુધી 25 તારીખ સુધી માં keswaniadvocate@gmail.com પર મોકલી આપે. તેઓ તમામ પ્રોફેશનલ્સ ને આ તકે પધારવા હાર્દિક નિમંત્રણ પણ પાઠવે છે.
ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે