ટેક્સ ચોરી ના આરોપ વેપારી પર, પણ સખ્તાઈ તેના એડવોકેટ પર!!!

Spread the love
Reading Time: < 1 minute
  • તા.08.01.19, ઉના, ગોંડલ ખાતે કર ચોરી અંગે GST ખાતા દ્વારા થોડા મહિનાઓ પહેલા કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ અંગે કર ચોરી પકડવા માટે તથા વધુ વિગતો બહાર લાવવા માટે ની કાર્યવાહી હાલ ચાલુ છે. આ કાર્યવાહી માં ગોંડલ ના એક એડવોકેટ ને સમન્સ આપ્યા ના અહેવાલો એડવોકેટ લોબી માં ફરતા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંદર્ભે આજે ટેક્સ એડવોકેટ એશો. ગુજરાત, ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો તથા નેશનલ એક્શન કમિટી ઓફ GST પ્રોફેશનલ્સ ના સભ્યો રાજ્ય કર ભવન ખાતે આજે 08.01.19 ના રોજ 2.45 કલાકે ભેગા થવાના છે. ત્રણે એસોસીએશન વતી અપીલ કરવામાં આવ્યો છે કે આપણા વ્યવસાયી બંધુ પ્રત્યે ટેકો દર્શાવવા મોટી સંખ્યા માં એકવોકેટ્સ, ટેક્સ પ્રેક્ટિશનરો હાજર રહે. ટેક્સ ટુડે પોતાના વાચકોને ખાસ અપીલ કરે છે કે આ પ્રકાર ની બાબત નો મોટા પાયે વિરોધ જરૂરી છે. આ ત્રણે એશો ની અપીલ ને માન આપી આજે વ્યવસાયી હિતમાં ખાસ રાજ્ય કર ભવન ખાતે મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ દર્શાવે.

એડવોકેટ એકટ પ્રમાણે, એડવોકેટ એ કોર્ટ ના ઓફિસર ગણાય છે. ટેક્સ ક્ષેત્રે એડવોકેટ નો ભાગ કરદાતા તથા સરકારી ખાતા વચ્ચે કડી સમાન ગણવામાં આવે છે. કોઈ કરદાતા જો ટેક્સ ચોરી કરે કે કર ચોરી માં સામેલ હોઈ તો તેના એડવોકેટ ઉપર ની કાર્યવાહી સદંતર કાયદા તથા કુદરતી ન્યાય વિરૃદ્ધ ની બાબત છે. એડવોકેટ દ્વારા OTP ક્યારેક પોતાના મેઈલ ID ઉપર કે મોબાઈલ ઉપર મેળવવા ના કિસ્સા માત્ર વહીવટી સરળતા માટે હોતા હોઈ છે. કર ચોરી નો ઈરાદો આમા રહેતો ના હોઈ. GST ખાતા ને ટેક્સ ટુડે ખાસ અપીલ કરે છે કે આવા કિસ્સા ઓ માં એડવોકેટ ને કોઈ પણ કાર્યવાહી માં હાજર રહેવા જણાવવા માં આવે ત્યારે પત્ર ની ભાષા તેની આબરૂ ને ઠેસ પહોંચાડે તેવી ના હોવી જોઈએ. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!