ટેક્સ ટુડે મૂવી રિવ્યુ: ચાલો જીવી લઈએ…..ટેક્સ ટુડે રેટિંગ 5*

Spread the love
Reading Time: 3 minutes

ઉના, તા: 04.02.2019:

ગુજરાતી સિનેમા વૈશ્વિક ફલક પર સતત પોતાની મહત્વ ની ઓળખ ઊભી કરી રહ્યું છે. છેલ્લો દિવસ, લવ ની ભવાઇ, શરતો લાગુ, ચાલ મન જીતવા … આવી અનેક ફિલ્મો એ આ બાબત સાબિત કરી છે કે ગુજરાતી ફિલ્મ જગત બૉલીવુડ થી જરાઈ ઊતરતી નથી. ગઈ કાલે વધુ એક ગુજરાતી ફિલ્મ જોવા નો “ચાન્સ” મળ્યો. ફિલ્મ હતી “ચાલો જીવી લઈએ”.  મિત્રો, મલ્ટીપ્લેક્સ સિનેમા માં જ્યાં એક હિન્દી ફિલ્મ પણ ચાલુ હતી, ત્યારે ખાસ એ બાબત નો આનંદ હતો કે પ્રેક્ષકો નો વધુ ઘસારો ગુજરાતી ફિલ્મ તરફ હતો. બાળપણ માં સાંભળતો હતો કે “લોકો ને પોતાની માતૃભાષા બાબતે આદર નથી. હિન્દી તથા ઇંગ્લિશ “ફિલ્મ્સ” જોવા જશે પણ ગુજરાતી ફિલ્મ ક્યારેય  નહીં જુવે”. ત્યારે પણ મને એમ થતું કે તે સમય ની ગુજરાતી “ફિલ્મ્સ” જે વિષય વસ્તુ પ્રસ્તુત કરતી હતી તે વર્તમાન સમય માં લોકો ને ક્યારેય આકર્ષી શકે નહીં. અને આ કારણેજ લોકો ગુજરાતી ફિલ્મો થી દૂર રહેતા. ગુજરાતી ફિલ્મ જગત જે ‘ઢોલિવૂડ” ના નામે ઓળખાઈ છે તેમણે ચોક્કસ છેલ્લા થોડા વર્ષો માં પોતાની મૂળભૂત વિષય વસ્તુ ધરમુળ થી બદલી નાખી છે.

ચાલ જીવી લઈએ નો સ્ટાર કાસ્ટ જ ફિલ્મ જુવા નો રસ જગાડી દે તેવો છે. સિદ્ધાર્થ રાંદેરીયા, ને હું ગુજરાતી ફિલ્મો નો બોમન ઈરાની ગણું છું. યશ સોની તથા આરોહી પટેલ એ પણ ટૂંકા સમય માં ગુજરાતી સિનેમા ના ખૂબ જાણીતા નામ બની ગયા છે. કોડીનાર ની ન્યુ એરા સિનેમા માં આ ફિલ્મ જોવા જવાનું થયું. ફિલ્મ સ્ક્રીન 2 પર હતી. લગભગ 4th ફ્લોર સુધી ચડવું પડ્યું. ફિલ્મ ની શરુવત એટલી સરસ  ખૂબ થાય છે કે 4 માળ ના પગથિયાં ચડ્યા નો થાક ઉતરી જાઈ.  સિદ્ધાર્થ રાંદેરીયા નો અભિનય પહેલા સીન થી છેલ્લે સુધી ખાસ માણવા લાયક રહ્યો. ફિલ્મ પિતા પુત્ર ના સબંધ ઉપર ખૂબ વ્યંગ્મ પ્રકાશ પડે છે. પોતાની કેરિયર પાછળ-ધંધા પાછળ ગાળા ડૂબ એવા પુત્ર આદિત્ય ને તેના પિતા બિપિન પરિખ (બી.પી) જિંદગી જીવવા ની ખરી રીત શીખળાવવા ઘણા પ્રયાસો કરે છે. પુત્ર ના એક નાના અકસ્માત ના કારણે હોસ્પિટલ માં દાખલ થતાં પિતા તથા પુત્ર ના વિવિધ રિપોર્ટ્સ કરાવવા માં આવે છે. ડોક્ટર જાહેર કરે છે કે પિતા ને એડ્વાન્સ સ્ટેજ નું બ્રેઇન ટયૂમર છે. પિતા ની આખરી ઈચ્છા પુર્ણા કરવા પુત્ર પોતાની ઓફિસ છોડી પિતા સાથે ફરવા માટે હરિદ્વાર તથા “ચોપટા” (હિમાચલ પ્રદેશ) નીકળે છે. અને શરૂ થાય છે એક ખૂબ અદ્ભુત સ્ટોરી. રસ્તા માં એક અન્ય અમદાવાદી છોકરી નો ભેટો થાય છે. આ અમદાવાદી છોકરી એટ્લે આપણે “લવ ની ભવાઇ” ફિલ્મ માં જોઈ ગયા છે તે અંતરા. અંતરા નું સાચું નામ આરોહી પટેલ છે. ચાલ જીવી લઈએ ફિલ્મ માં એનું નામ કેતકી. આ કેતકી ને મળતા જ સફર દરમ્યાન આદિત્ય નો સ્વભાવ બદલવા માંડે છે. પૂરી ફિલ્મ માં બિપિન પરિખ તથા કેતકી નું પાત્ર જીવન ની દરેક ક્ષણ માણી લેવા માટે પ્રેરણા આપે છે. ભૂતકાળ માં જે થયું તે થઈ ગયું, ભવિષ્ય માં જે થશે તે થશે..જીવન ની સાચી મજા વર્તમાન ને માણવા માં છે. આ સંપૂર્ણ ફિલ્મ નું કેન્દ્ર બિંદુ છે. ફિલ્મ માં ખૂબ સરસ ઉતાર ચઢાવ જોવા મળશે. પણ આથી વધુ જો કહીશ તો ફિલ્મ જોવાની મજા તમે ચૂકી જશો. વિપુલ મહેતા ને તેના ડાઇરેકશન માટે 100/100 માર્કસ. સચિન-જિગર ફરીવાર ખુબજ સરસ સંગીત લઈ ને આ ફિલ્મ માં આવ્યા છે. આ બદલ ખરેખર અભિનંદન. નીરેન ભટ્ટ ને ગીતો ના શબ્દો બદલ ખાસ 100/100. એક્ટિંગ વિષે ત્રણે મુખ્ય અભિનેતા ઉપરાંત અરુણા ઈરાની તથા અન્ય તમામ કલાકારો ને 100 માંથી 100 માર્કસ આપવા જ પડે. ફિલ્મ જોઈ મને મારી બૉલીવુડ ની સૌથી ગમતી ફિલ્મ મા ની એક “જિંદગી ના મિલેગી દુબારા” યાદ આવી ગઈ. ચાલ મન જીતવા જઈએ ફિલ્મ મારી પત્ની, તથા દીકરી સાથે જોઈ. મારી પત્ની તથા દીકરી ને પણ ફિલ્મ ખૂબ ગમી.  મારી દીકરી ને એક બાબત નો રંજ હતો. એના “ડેડ્ડા” એટલેકે હું ફિલ્મ દરમ્યાન ખૂબ રડ્યો!!! ફિલ્મ “સેનસીબલ કોમેડી” તથા બોધ નો “પરફેક્ટ” સંગમ છે.

આ ફીલ્મ ને ટેક્સ ટુડે ફિલ્મ રિવ્યુ આપે છે 5* રેટિંગ. આ ગુજરાતી ફિલ્મ બાળકો, વૃદ્ધો, યુવાનો સહિત તમામે સપરિવાર માણવા જેવી છે.

ભવ્ય પોપટ-એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!
18108