ટ્રેડ યુનિયન દ્વારા ઉના રહેતા વેપારીઓને વેપાર માટે દિવ આવવા પરવાનગી આપવા કલેકટરને રજુઆત
તા.30.05.2020: લોકડાઉન માં છેલ્લા બે મહિનાથી મુશ્કેલી ભોગવતા ગુજરાતના ઉના અને આસપાસના વેપારીઓ ને દિવ માં ધંધા રોજગાર માટે પ્રવેશવા પરવાનગી આપવામાં આવે તે અંગે ની રજુઆત ટ્રેડ યુનિયન દિવ દ્વારા કલેકટરને કરવમાં આવેલ છે. હાલ લોકડાઉનના કારણે ગુજરાતમાંથી દિવમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ છે. અમુક શરતોને આધીન દિવમાં હાલ વેપાર કરવા છુટ આપવામાં આવેલ છે. પરંતુ દીવમાં પ્રવેશ ના મળવાના કારણે ઉના અને આસપાસ ના વેપારીઓ હાલ હલકી ભોગવી રહ્યા છે. આજે ટ્રેડ યુનિયન ના પ્રમુખ કાદરભાઈ દ્વારા એસોશિએશન વતી કલેકટર ને રજુઆત કરી આ વેપારીઓ ને વેપાર કરવા પ્રવેશ આપવા રજુઆત કરેલ છે. ઉલ્લેખનીય છે કે ખૂબ મોટા પ્રમાણમાં ઉના તથા દિવ આસપાસ ના વિસ્તારો માંથી દિવ માં વેપાર કરવા અનેક વેપારીઓ આવતા હોય છે. હાલ ધંધો રોજગાર છીનવાઈ જતાં આ વેપારીઓ હાલાકી અનુભવી રહ્યા છે. આ વેપારીઓને દિવ પ્રવેશવા પરવાનગી આપવામાં આવવા તેવી લાગણી પ્રવર્તી રહી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે
Una to diu
Online application to be done through Arogya Setu