ડિવાઈસીસ ડિસ્ટ્રીબ્યુટરસ વી. ધ આસી સ્ટેટ ટેક્સ ઓફિસર: ટેક્સ ઇંવોઇસ તથા ઇ વે બિલ માલ વહન દરમ્યાન સાથે હોય તો માલ “ડીટેઇન” કરવો ગેર વ્યાજબી

Spread the love
Reading Time: 2 minutes

કાયદો: સેન્ટરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017

કેરેલા હાઇ કોર્ટ કેસ નંબર: C/14969/2020

કરદાતા તરફે વકીલ: સિનિયર એડવોકેટ જોસેફ મરકોસે વી.

સરકાર તરફે: એડવોકેટ થૂશારા જેમ્સ

ઓર્ડર ની તારીખ: 23 જુલાઇ 2020

જજ: માનનીય જસ્ટિસ એ.કે. જઈશંકરન નાંબિયાર

કેસની હકીકત: 

અરજદારએ હોમ એપલયનસીસના વિક્રેતા હતા.

કોટાયામથી થિરૂવનન્થપુરમ માલ તેમના દ્વારા સપ્લાય કરવામાં આવી રહ્યો હતો.

ઇ વે બિલ તથા ટેક્સ ઇંવોઇસ બન્ને માલ વાહન સાથે હતા.

પરંતુ કરદાતા ના બિલની સિરયલ અલગ અલગ હતી.

એક બિલ ની સિરિયલ 46000152, તથા અન્ય બે બિલ ની સિરિયલ નંબર 53000029 તથા 53000030 હતી.

આ સિરિયલ શંકાસ્પદ ગણી તેના ઉપર રાજ્ય જી.એસ.ટી. અધિકારી દ્વારા માલ “ડિટેઇન” કરવામાં આવ્યો હતો.

 

કરદાતા તરફે મુખ્ય રજૂઆત 

અધિકારીને માલ વહન સાથે ટેક્સ ઇંવોઇસ તથા ઇ વે બિલ બન્ને હોય, માલ “ડિટેઇન કરવાનો હક્ક નથી.

 

સરકાર તરફે મુખ્ય રજૂઆત: 

અરજદાર દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળના નિયમો પૈકી નિયમ 46 નો ભંગ કરેલ છે. જે તેમના વ્યવહાર બાબતે શંકા ઉપજાવે છે. જેથી સરકારી તિજોરીના હિતમાં માલ ડિટેઇન કરવો જરૂરી હતો.

 

માનનીય હાઇકોર્ટનો આદેશ:

જી.એસ.ટી. કાયદા હેઠળ માલ ડિટેઇન કરવાની સત્તા અધિકારીઓને જી.એસ.ટી. કાયદાની કલમ 129 હેઠળ મળે છે.

જી.એસ.ટી. કાયદા ની કલમ 68 તથા નિયમ 138 હેઠળ માલ વહન દરમ્યાન ક્યાં પુરાવાઓ રાખવા તે અંગે જોગવાઈ કરવામાં આવેલ છે.

આ જોગવાઈ મુજબ માલ વહન કરવા સમયે ટેક્સ ઇંવોઇસ તથા ઇ વે બિલ હોવા જરૂરી છે.

આ કેસના તથ્યઓ બાબતે કોઈ શંકા નથી અને આ વહન દરમ્યાન બન્ને જરૂરી પુરાવાઓ સાથે હતા.

અધિકારીનો વાંધો માત્ર એ બાબતે હતો કે બિલ સિરિયલ મુજબ નથી અને વચ્ચે ના બિલોનો ઉપયોગ દ્વારા કરદાતા દ્વારા કરચોરી આચરવામાં આવી હતી.

માત્ર આ શંકાના કારણે માલ ડિટેન કરવો જી.એસ.ટી. કાયદાની કલમ 129 હેઠળ વ્યાજબી નથી.

આ રિટ પિટિશન મંજૂર કરી આ આદેશ કરદાતા દ્વારા અધિકારીને આપવામાં આવે એટ્લે તુરંતજ માલ રીલીઝ કરવા આદેશ આપવામાં આવે છે.

 

આ ચુકાદામાં ચર્ચાયેલ મહત્વના ચૂકાદાઓ:


લેખક નોંધ: આજ ગ્રાઉન્ડ હેઠળ નીચી વેલ્યૂના કારણે ડીટેઇન થતાં માલ બાબતે અથવા અન્ય કોઈ કારણ લઈ ડીટેઇન થતાં માલ સંદર્ભે લઈ શકાય છે તેવો મારો મત છે.

ઉપરોક્ત વિગતો એ ચુકાદા ઉપરથી લેખક ભવ્ય પોપટ, દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને તેમના અર્થઘટનને આધીન છે. આ સંપૂર્ણ ચુકાદો નીચે આપેલ છે)

error: Content is protected !!