ડિસેમ્બર માહિનાનો G.S.T. 94726 કરોડ!!

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 02.01.2019: સરકાર દ્વારા 01 જાન્યુવારી ના રોજ જાહેર કરવામાં આવ્યું છે કે ડિસેમ્બર મહિના નો ગ્રોસ GST વસૂલાત ની રકમ 94726/- કરોડ થવા પામી છે. આ પૈકી;

CGST 16442 કરોડ

SGST 22459 કરોડ

IGST 47936 કરોડ

CESS 7888 કરોડ

ડિસેમ્બર માહિનામાં કુલ 72.44 લાખ 3B રિટર્ન ભરાયા છે. ડિસેમ્બર મહિનાની GST ની વસૂલાત 2017-18 ના નાણાકીય વર્ષ ની રાસ 89885/- પ્રતિ માહ કરતાં વધુ છે પરંતુ સરકાર ના લક્ષ્યાંક મુજબ હજુ વસૂલાત ઓછી છે તેવો અંદાજ અર્થશાસ્ત્રીઓ લગાવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2018-19 ના બજેટ લક્ષ્યાંક ને પહોચી વળવા દર મહિને ઓછામાં ઓછો 1 લાખ કરોડ ની વસૂલાત નો અંદાજ સરકાર કરી રહી હોવાના અહેવાલો સૂત્રો તરફથી મળી રહ્યા છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.

error: Content is protected !!