ડીવાઇન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના એન્યુલ ડે ની રંગારંગ કાર્યક્રમ દ્વારા ઉજવણી

Spread the love
Reading Time: < 1 minute

ઉના-ડિવાઇન ઇંગલિશ સ્કૂલ દ્વારા કોટેચા પાર્ટી પ્લોટ ખાતે તા. 1-માર્ચના રોજ રંગારંગ કાર્યક્રમ દ્વારા સ્કૂલ એન્યુઅલ ડે ઉજવાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી ઉપસ્થિત વાલીઓ અને મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ડિવાઇન કાર્નિવલની ઉજવણીમાં ઉનાના જાણીતા તબીબો ડો. જાની ,ડો.વઘાસીયા ,ડો.દમણિયા અન્ય મહાનુંભાવોમાં ડેપ્યુટી મામલતદાર જામસિંહ પરમાર,ગોસ્વામીસર ,ઉના સ્કૂલ મેનેજમેન્ટ એશો. તરફથી પુરોહિતસાહેબ , ભવ્યભાઈ પોપટ, નરેશભાઈ વઘાસીયા , રામસિંહભાઈ સોલંકી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલના ટ્રસ્ટી ધીરુભાઈ સુહાગિયા , વિનયભાઈ પરમાર , ગૌતમભાઈ સુહાગિયા તથા તમામ સ્ટાફ પરિવારે ખુબ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન જીગ્નેશભાઈએ તથા આભારવિધિ હિતેષભાઇએ કરી હતી.  બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!