તારીખ 01 ફેબ્રુઆરી થી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માં કરવામાં આવેલ મહત્વ ના ફેરફારો: કેવા પ્રકાર ના વ્યવહારો ને થશે નુકસાન, કોને થશે ફાયદો….જુવો વિશેષ અહેવાલ

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. સુધારા કાયદો 01 ફેબ્રુઆરીએ લાગુ કરવામાં આવ્યો છે. આ ફેરફાર માં સૌથી ચર્ચાસ્પદ ફેરફાર હોય તો તે નવી ઉમેરવા માં આવેલ કલમ 49-A નો ગણાઈ રહ્યો છે.

શું કહે છે કલમ 49-A:ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નો વપરાશ કરવાની કેટલીક શરતો:

નવી સુધારેલ કલમ ની જોગવાઇઓ ને સરળતા થી સમજવા તેને નીચે મુજબ વર્ગીકૃત કરેલ છે….

  • આ કલમ, કલમ 49 ની ઉપરવટ છે. (49A is overriding sec 49)
  • IGST ની ક્રેડિટ સંપૂર્ણ પણે વાપરી લીધા પછી જ CGST ની ક્રેડિટ CGST તથા SGST ની ક્રેડિટ SGST સામે વાપરવાની રહેશે.

01 ફેબ્રુઆરી થી IGSTની ક્રેડિટ, કલમ 49A મુજબ સૌપ્રથમ વાપરવાની રહેશે. IGST ને સૌ પ્રથમ IGST સામે, વધે તો CGST સામે અને હજુ વધે તો SGST/UTGST સામે વાપરવા ની રહેશે.

 

ફેરફાર થી કોને થશે નુકશાન:

  • આ ફેરફાર ના કારણે ક્યાં વેપારીઓ ને નુકસાન થશે તે અંગે જણાવતા અમારા જુનાગઢ ખાતે ના રિપોર્ટર અને યુવાન ટેક્સ પ્રેકટીશ્નર પ્રતિક મિશ્રાણી જણાવે છે કે એવા વેપારીઓ જે આંતરરાજ્ય ખરીદી તથા લોકલ ખરીદી બન્ને કરતા હોઈ અને જેનો તમામ માલ લોકલ એટલે કે ગુજરાત ની અંદર વેચાણ થતો હોય તેમજ માલ સ્ટોક શૂન્ય થઇ જતો હોય એવા વેપારી મિત્રો ને ટેક્ષમાં ત્રણ ગણો બોજો આવી શકે છે. જેનું ઉદાહરણ આ સાથે ઉપરની ઇમેજ માં આપેલ છે.

 

ફેરફાર થી કોને થશે ફાયદો:

અમારા જેતપુર ખાતે ના રિપોર્ટર અને ટેક્સ એડવોકેટ લલિત ગણાત્રા જણાવે છે કે આ સુધારો કરવા નું મુખ્ય કારણ સરકાર પાસે રહેતી વધારાની IGSTની ક્રેડીટ નું વર્ગીકરણ કરવાની પોતાની તકલીફ છે. આ ફેરફાર થી IGSTની ક્રેડીટ દરેક રજીસ્ટ્રર્ડ પરસન ને ફરજીયાત પણે CGST/ SGST થી પહેલા વાપરવી પડશે. IGSTની ક્રેડીટ પુરી અથવા વધારે માં વધારે યુટીલાઈઝ થવાથી એક રાજ્યમાં થી બીજા રાજ્ય માં જે ને IGST ની ક્રેડીટ ટ્રાન્સફર કરવાની થાય છે તેમાં સરળતા આવશે. તે ઉપરાંત આ ફેરફાર થી અમુક સંજોગોમાં CGSTની ક્રેડીટ વધારે ખેચાશે અને SGSTનો ટેક્ષ ભરવાનો થશે જેથી પેમેન્ટ કલેકશન ની બાબતમાં જોઈએ તો સ્ટેટનું કલેકશન વધશે અને ફાયદો થશે જ્યારે સેન્ટ્રલ નું કલેકશન ઘટશે અને તેને સરવાળે નુકશાન જશે

 

ટેક્સ ટુડે ના જી.એસ.ટી. ના ખાસ સવાદદાતા CA મોનીષ શાહ જણાવે છે કે આ જોગવાઈ કદાચ વ્યાવહારિક દ્રષ્ટિએ ઘણા વેપારીઓ માટે મુશ્કેલી ઉત્પન કરી શકે છે. પણ ખૂબ વિચારી ને સુધારેલા કાયદા માં 49A ની સાથે 49B પણ દાખલ કરેલ છે, જે સરકાર ને ઈન્પુટ ક્રેડિટ સેટ ઓફ કરવા ના ક્રમ માં ફેરફાર કરવા ની સત્તા આપે છે. આમ, ક્રેડિટ વપરાશ ના ક્રમ બાબતમાં સરકાર નિયમો માં નોટિફિકેશન દ્વારા ફેરફાર કરી શકશે. કલમ 49A દાખલ થવા છતાં, કોઈ પણ સંજોગો માં CGST સામે SGST તથા SGST સામે CGST તો સેટ ઓફ કરી શકશે જ નહીં. 49 B માં મળેલ સત્તા ની રૂએ આશા રાખીએ કે ભવિષ્ય માં એક રાજ્ય નો CGST અન્ય રાજ્ય ના CGST સામે એદ્જેસ્ટ કરવા ની સત્તા આપી દેવામાં આવે. આ તકે એ જાણવું જરૂરી છે કે CGST કાયદો જે સમગ્ર દેશ મે સમાન લાગુ પડે છે તેમાં કોઈ જગ્યાએ એ બાબતે ઉલ્લેખ નથી કે એક રાજ્ય નો CGST અન્ય રાજ્ય ના CGST સામે મજરે ના મળે. આમ છતાં જી.એસ.ટી. પોર્ટલ ની નબળાઈઓ ના કારણે હાલ માં આમ કરી શકતું નથી. તેઓ જણાવે છે કે આ સુધારા બાદ ઘણા સંજોગો માં એવું થશે કે કરદાતા પાસે CGST માં ક્રેડિટ પડી રહેશે અને SGST ભરવાનો થશે. માર્મિક રીતે વાત કરતાં ઘરે જમવાનું બનાવ્યું હોવા છ્તા પડોસી ના ઘરે જમવા જવું પડે તેવી દશા થશે!!!

આશા, રાખીએ કે ભવિષ્ય માં જો વેપાર જગત ને આ સુધારેલી કલામ બાબતે મુશ્કેલી પડે તો કલમ 49 B હેઠળ યોગ્ય સુધારો કરવામાં આવશે.

 

પ્રતિક મિશ્રણી, લલિત ગણાત્રા, મોનીષ શાહ સાથે ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!