તા. 01.04.2019 થી જીએસટી માં લાગું થતાં ફેરફાર ઉપર વીશેષ લેખ. 07.03.2019 ના રોજ જાહેર કરવામાં આવેલા નોટીફીકેશન ની વીગતવાર ચર્ચા આ લેખમાં કરીએ

Spread the love
Reading Time: 2 minutes

તા. 01.04.2019 થી જીએસટી માં લાગું થતાં ફેરફાર અંગેના નવા નોટીફીકેશન તા 07.03.2019 ના રોજ જાહેર કરી દેવામાં આવ્યા છે જેમાં મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે તેની વીગતવાર ચર્ચા આ લેખમાં કરીએ

નોટીફીકેશન 10/2019 40 લાખનું ફકત ગુડ્સનુ ટર્નઓવર કરતાં હોય(સર્વિસ ની મર્યાદા 20 લાખ જ રહેશે) અને આ કાયદાની સેકશન 24 નીચે ફરજિયાત જીએસટી નંબર લેવાની જરૂરીયાત ના હોય તેવા વેપારીઓ ને હવે જીએસટી નંબર લેવાની જરૂર રહેશે નહીં અને હાલ નંબર ધરાવતા વેપારીઓનું ફકત ગુડઝ નું ટર્નઓવર 40 લાખથી નીચે હોય તો 01.04.2019 થી નંબર રદ કરાવી શકશે. ખાસ નોંધ લેશો કે સર્વિસ 20 લાખથી વધે અથવા સર્વિસ અને ગુડઝ બને એક જ પાન નંબર ઉપર અપાતી હશે તો તેને નંબર લેવાની મર્યાદા 20 લાખ યથાવત રાખેલ છે

નોટીફીકેશન 11/2019 1.5 કરોડથી ઓછા ટર્નઓવર માટે GSTR1 જે પહેલાં માર્ચ 2019 સુધી દર ત્રણ મહીને તે કવાટર પુરૂ થયા પછીના મહીનાની છેલ્લી તારીખે ફાઈલ કરવાનું હતું તેને એ જ રીતે રાબેતા મુજબ જુન 2019 સુધી રીટર્ન ભરવાનું રહેશે એટલેકે કવાટરનુ રીટર્ન 31 જુલાઈ 2019 સુધીમાં ભરવાનું રહેશે.

નોટીફીકેશન 12/2019 1.5 કરોડથી વધારે ટર્નઓવર માટે GSTR1 જે પહેલાં માર્ચ 2019 સુધી દર મહીના પુરા થયા પછી 11મી તારીખે ફાઈલ કરવાનું હતું તેને એ જ રીતે જુન 2019 સુધી રીટર્ન ભરવાનું રહેશે એટલેકે એપ્રિલ 2019 નું GSTR1 11 મે 2019 પહેલાં ભરવાનું રહેશે. આજ રીતે જુન 2019 નું રીટર્ન 11 જુલાઈ 2019 પહેલા ભરવાનું રહેશે

જુલાઈ 2019 થી જો નવા રીટર્ન તૈયાર થઈ ગયાં હશે તો લાગું કરવામાં આવશે

નોટીફીકેશન 14/2019 છેલ્લા 21 મહીનામાં જેની પ્રેસ રીલીઝથી ત્રણ વખત જાહેરાત કરવામાં આવી હતી કે જેમાં 1.5 કરોડ સુધીના ટર્નઓવર વાળા કોમ્પોઝીશન માં જ ઈ શકશે તેનો સુધારો 01.04.2019 થી લાગું પડે તે રીતે નોટીફીકેશન લાવવામાં આવ્યું છે જે મુજબ પુરા થતાં વર્ષમાં જો ટર્નઓવર 1.5 કરોડથી ઓછું હશે તો તે પણ નવા વર્ષથી કોમ્પોઝીશનનો લાભ લઈ શકશે

નોટીફીકેશન 02/2019 Rate માં 01.04.2019 થી લાભ લઈ શકે તે રીતે 50 લાખ સુધીની સર્વિસ માં નવી 7 શરતો અને રેઈટ કુલ 6 ટકા સાથે એક નવી કેટેગરી ની વ્યાખ્યા કરવામાં આવી છે જેને કોમ્પોઝીશન ફોર સર્વિસ નામ આપવામાં આવ્યું છે. આ સર્વિસની નવી કેટેગરી ને સેકશન 10 કોમ્પોઝીશન સાથે જોડેલ નથી પંરતુ બધી નવી 7 શરતો સેકશન 10 જેવી બનાવવામાં આવી છે જેથી આ 6 ટકાની 50 લાખ સુધીની સર્વિસ માં કોમ્પોઝીશનનો લાભ લઈ શકશે.
આ કેટેગરીને ક્યું રીટર્ન, કઈ રીતે ભરવાનું થશે તે હજુ જોવાનું રહેશે

By hook or by crook. In Gujarati. સેકશન 10 ને છેડછાડ કર્યા વગર મારી, તોડી ને બેસાડી દીધું

આ ઉપરાંત સર્કયુલર 92/11/2019 થી વેચાણ પ્રમોશન માટે અપાતી સ્કીમો, ડીશકાઉન્ટ, એક ઉપર એક ફ્રી, સાવ ફ્રી, પ્રાઇમરી ડીશકાઉન્ટ, સેકન્ડરી ડીશકાઉન્ટ જેવી બધી સ્કીમોનીમાં જીએસટીની અસર ઉપર વીગતવાર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે જેમાં ક્યાં સંજોગોમાં ઈનપુટ રીવર્સ કરવી પડશે, ક્યાં સંજોગોમાં ટેક્ષ ની અસર આપવાની રહેશે. આ સર્કયુલર પર વીગતવાર લેખ પછી તૈયાર કરીને મુકીશું

ઉપરોક્ત લેખમાં આપવામાં આવેલ મંતવ્ય તે મારા વ્યક્તિગત મંતવ્ય છે

લલીત ગણાત્રા, એડવોકેટ, જેતપુર. પ્રેસ રીપોટર, ટેક્ષ ટુડે ગૃપ

error: Content is protected !!