દમણ અને દીવના જી.એસ.ટી. કરદાતાઓ માટે જાહેર થઈ માર્ગદર્શિકા!! આ માર્ગદર્શિકા વાંચવી છે ખાસ જરૂરી…

Spread the love
Reading Time: 2 minutes

01 ઓગસ્ટથી 25 થી શરૂ થતાં GSTIN ના સ્થાને 26 થી શરૂ થતો GSTIN બનશે અમલી

દમણ અને દીવ નું પ્રશાશનિક કારણોસર દાદરા-નાગર હવેલીમાં વિલય 26 જાન્યુઆરી 2020 થી કરવામાં આવેલ છે. પરતું હાલ સુધી જી.એસ.ટી. હેઠળ બંને અલગ અલગ કેન્દ્ર શાશીત પ્રદેશ તરીકે ગણાતા હતા. હવે 01 ઓગસ્ટથી દમણ અને દિવના કરદાતા દાદરા નાગર હવેલીનો ભાગ બની જશે. આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. આ માર્ગદર્શિકા મુજબ દરેક કરદાતાએ નીચેની બાબતો ખાસ ધ્યાન રાખવાની રહેશે:

 • 26 થી શરૂ થતાં GSTIN તથા લૉગિનની વિગતો તમામ કરદાતાઓને જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ મેઈલ ઉપર મોકલી આપવામાં આવશે. 
 • 01 ઓગસ્ટ 2020, ના રાત્રે 12:00 કલાકથી આ નવા GST નંબર દમણ અને દીવના કરદાતાઓ માટે અમલી બની જશે. 
 •  01 ઓગસ્ટ 2020 રાત્રે 12:00 કલાક થી દમણ તથા દીવના તમામ કરદાતાઓએ આ નવા GSTIN ઉપરથી પોતના બિલો, ઇ-વે બિલ, વગેરે જનરેટ કરવાના થશે.
 • કરદાતાઓ પોતાના જૂના GSTIN (25 વાળા) ક્રેડિટ લેજરમાં રહેલ બેલેન્સ નવા GSTIN (26 વાળા) માં ટ્રાન્સફર કરી શકશે. આ માટે કેન્દ્રિય કાયદા નું નોટિફિકેશન 10/2020, તા 21 માર્ચ 2020 જોવાનું રહેશે. 
 • કરદાતા પોતાના જૂના GSTIN માં રહેલ કેશ લેજરની જમા રકમ રિફંડ દ્વારા મેળવી શકશે. 
 • 31 જુલાઇ સુધી, ઓડિટ એસેસમેન્ટ, રિટર્ન, રિફંડ વગેરે તમામ કામગીરી જૂના GSTIN ઉપરજ કરવાની રહેશે. 
 • દમણ અને દીવ ના એક્સપોર્ટર ના કિસ્સામાં તેઓએ LUT (બોન્ડ) ફરી નવું ફાઇલ કરવાનું રહેશે. 
 • 31 જુલાઇ ના રોજથી જૂના GSTIN (25 વાળા) રદ કરી નાખવામાં આવશે. 
 • જો કે આ રદ થયેલ નંબર માં નીચેની કાર્યવાહીઓ કરી શકાશે:
 • બાકી જૂના રિટર્ન (31 જુલાઇ સુધીના) ભરવા, ટેક્સ પેમેન્ટ કરવા, ઇ મેઈલ તથા મોબાઈલ નંબર અપડેટ કરવા.
 • જૂનો નોંધણી દાખલો રદ્દ થવા છતાં કરદાતાની જૂની ટેક્સ ભરવાની જવાબદારીને કોઈ રીતે અસર કરશે નહીં. 
 •  આ જૂના GST નંબર સ્વયંભૂ કેન્સલ થઈ જશે. આ માટે કોઈ ARN મળશે નહીં. તેવી રીતે કેન્સલ કરવા અંગે અરજી પણ કરી શકાશે નહીં. 
 • 01 ઓગસ્ટ 2020 બાદના વ્યવહારો માટે જૂના GST નંબર ઉપર રિટર્ન ભરી શકાશે નહીં.

વાચક મિત્રો, આ તકે એ સમજવું ખૂબ જરૂરી છે કે જો તમે દમણ કે દીવ ના વેપારી કે દાદરા-નાગર હવેલી ના વેપારી છો તો હવે દમણ કે દીવ ના વેપારી દ્વારા થતું દાદરા નાગર હવેલી નું વેચાણ કે દાદરા નાગર હવેલી ના વેપારી દ્વારા થતું દમણ કે દીવ ના વેપારી ને વેચાણ જે અત્યાર સુધી આંતર રાજ્ય ગણાતું તે હવે રાજયમાંનું વેચાણ ગણાશે. હાલ સુધી જે વ્યવહાર પર IGST લગાડવામાં આવતો તે 01 ઓગસ્ટ 2020 થી CGST-UTGST થઈ જશે. આ ઉપરાંત દમણ તથા દીવ ના વેપારીઓ એ પોતાનો નવો GSTIN પોતાના વેચનાર vepariસાથે વેપાર કરતાં અન્ય રાજયાઓ ના વેપારીઓ એ પણ સતર્ક રહી પોતાના ગ્રાહકોનો GSTIN સુધારવાનો રહેશે. જો આ કરવામાં ચૂક થશે તો ક્રેડિટના મોટા પ્રશ્નો ઉપસ્થિત થશે. 

આ માર્ગદર્શિકા ને સમજી તેના ઉપર અમલ કરવો તમામ જી.એસ.ટી. ધરાવતા દમણ અને દીવના કરદાતાઓ માટે ફરજિયાત છે. આ અંગે કોઈ વધુ માહિતીની જરૂર હોય આપ taxtodayuna@gmail.com મેઈલ ઉપર આપનો પ્રશ્ન મોકલી શકો છો અથવા નીચે કોમેન્ટ બોક્સમાં પણ આપનો પ્રશ્ન મૂકી શકો છો.

માર્ગદર્શિકા: Advisory for the Taxpayers who are migrating from the erstwhile UT of Daman and Diu by GSTN

 

 

6 thoughts on “દમણ અને દીવના જી.એસ.ટી. કરદાતાઓ માટે જાહેર થઈ માર્ગદર્શિકા!! આ માર્ગદર્શિકા વાંચવી છે ખાસ જરૂરી…

Comments are closed.

error: Content is protected !!