દમણ તથા દીવ ના વેપારીઓ માટે જી.એસ.ટી. માં આવ્યા મોટા ફેરફારો: જે વાંચવા છે તમામ માટે જરૂરી

Spread the love
Reading Time: 2 minutes

દાદરા નાગર હવેલી, દમણ-દીવના વેપારીઓ તથા તેમની સાથે વેપાર કરતાં વેપારીઓ એ આ નિયમો જાણવા છે અત્યંત જરૂરી: 

01.08.2020: દમણ અને દીવનો દાદરા અને નાગર હવેલી સાથે પ્રશાશનિક વિલય 26 જાન્યુઆરી 2020 ના રોજ થઈ ગયો છે. પરંતુ ટેકનિકલ કારણોસર બંને કેન્દ્ર શાશીત પ્રદેશોના જી.એસ.ટી. અલગ અલગ રહ્યા હતા. 01 ઓગસ્ટ 2020થી આ બન્ને પ્રદેશોના જી.એસ.ટી. નો પણ વિલય કરવામાં આવ્યો છે. 01 ઓગસ્ટથી દમણ અને દીવના જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ તમામ કરદાતાઓના જી.એસ.ટી. નંબર દાદરા નાગર હવેલીમાં વિલય થઈ ગયા છે. આ ફેરફારો દ્વારા નીચેના પણ ખૂબ મહત્વના ફેરફારો લાગુ થઈ ગયા છે. આ ફેરફારો આ પ્રદેશોના વેપારીઓ તથા આ પ્રદેશના વેપારીઓ સાથે વેપાર કરતાં તમામ વેપારીઓ માટે સમજવા ખૂબ જરૂરી છે.

દમણ અને દીવના કરદાતાઓનો દાદરા નાગર હવેલીમાં થવાથી નીચેની બાબતો ધ્યાને રાખવા ખૂબ જરૂરી છે:

  • દમણ અને દીવના જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ તમામ વેપારીઓના જી.એસ.ટી. નંબર બદલાય ગયા છે.
  • 25 ના સ્થાને 26નો કોડ હવે આ વેપારીઓને લાગુ પડશે. આ કોડ સિવાય પણ જી.એસ.ટી. નંબરોમાં PAN સિવાય ના ફેરફારો આવ્યા છે.
  • દમણ તથા દીવના તમામ કરદાતાઓએ પોતાના નવા જી.એસ.ટી. નંબર મેળવી લેવા જરૂરી છે.
  • આ નવા જી.એસ.ટી. નંબર જે તે કરદાતાના રજિસ્ટર્ડ ઇ મેઈલ ઉપર તથા મોબાઈલ ઉપર મોકલવામાં આવેલ છે.
  • 01 ઓગસ્ટથી તમામ જૂના જી.એસ.ટી. નંબર (25 સીરિઝ વાળા) સ્વયંભૂ રદ્દ કરી નાંખવામાં આવ્યા છે.
  • આ નવા જી.એસ.ટી. નંબર વળી બિલ બુક બનાવવી પણ જરૂરી છે.
  • આ નવા જી.એસ.ટી. નંબર સાથે “ઇ-વે બિલ” રજીશટ્રેશન ફરી કરાવવું પડશે.
  • દમણ તથા દીવ સાથેના વેપારીઓ સાથે વેપાર કરતાં વેપારીઓએ દમણ અને દીવ ના વેપારીઓના નવા નંબર અચૂક લેવા જરૂરી છે.
  • જુલાઇ 2020 સુધીના રિટર્ન દમણ તથા દીવના વેપારીઓએ જૂના (25 વાળા) નંબરો સાથે ભરવાના રહેશે.
  • ઓગસ્ટ 2020 થી તમામ રિટર્ન 26 થી શરૂ થતાં નંબરથી ભરવાના રહેશે.
  •  જુલાઇ 2020 રિટર્નમાં કોઈ કરદાતાના ક્રેડિટ લેજરમાં જે ક્રેડિટ હોય તે ક્રેડિટ GSTR 3B ના કૉલમ 4(B)(2) માં દર્શાવી રિવર્સ કરવાંની રહેશે.
  • ઓગસ્ટ 2020 રિટર્નમાં કોઈ કરદાતાના ક્રેડિટ લેજરમાં જે ક્રેડિટ જૂના નંબરમાંથી તબદીલ કરવાની થતી હોય તે 4(A)(5) માં રીક્લેમ કરવાની રહેશે.
  • આ ક્રેડિટ તબદીલ અંગેની જાણ પોતાના જૂના અધિકારી તથા નવા અધિકારીને જાણ કરશે. જોકે આ જાણ કેવી રીતે કરવાની થાય છે તે અંગે માહિતી હજુ આપવામાં આવી  નથી.
  • દમણ અને દિવના વેપારીઓ કે જેમના કેશ લેજરમાં કોઈ રકમ જમા હોય તે રકમનું રિફંડ જૂના નંબર ઉપર માંગવાનુ રહેશે.
  • દમણ અને દીવના વેપારીઓ કે જે હવે દાદરા નાગર હવેલી સાથે જે વ્યવહાર થશે અને દાદરા નાગર હવેલીના વેપારીઓ દમણ અને દીવના વેપારીઓની સાથે જે વ્યવહાર કરે તેમણે હવે IGST ના સ્થાને CGST તથા UTGST ચૂકવવા પાત્ર થશે.

દમણ અને દિવના વેપારીઓ માટે આ વિધિમાંથી પસાર થવું ચોક્કસ થોડું મુશ્કેલ રહેશે. પરતું  આ કામગીરીમાં વધુ મુશ્કેલી તો ટેક્સ એડવોકેટ, CA તથા ટેક્સ પ્રેકટિસનર્સ તથા તેમના સ્ટાફ માટે રહેશે જેમને થોડા દિવસમાંજ આ કામગીરી આટોપવાની રહેશે. પણ એક બાબત નોંધવી જરૂરી છે કે જૂના નંબરમાં થી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નવા નંબરમાં ટ્રાન્સફર કરવાની વિધિ પ્રમાણમા સરળ રાખવામા આવેલ છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

દમણ તથા દીવ ના વેપારીઓ એ કરવાની વિધિઓ બાબતનો મહત્વનો પરિપત્ર વાંચકોના લાભાર્થે આપેલ છે. notfctn-10-central-tax-english-2020

 

 

 

error: Content is protected !!
18108