દમણ-દીવ, દાદરા નગર હવેલીમાં ડીઝલ ઉપરના વેટ ના દરો માં કરવામાં આવ્યો વધારો!! 15% થી વધારી વેટ 20% કરવામાં આવ્યો

Spread the love
Reading Time: < 1 minute

તા. 01.07.2020: દમણ અને દીવ માટે ડીઝલ ના વેટ ના દરોમાં વધારો કરવામાં આવ્યો છે.  આ ડીઝલ ના વધારેલા દર અંગે 30.06.2020 ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ દરો તા. 01.07.2020 ના મધ્ય રાત્રિ (રાત્રિના 12 કલાક થી) અમલમાં આવશે. પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે વેટમાંનો આ વધારા ને કારણે દમણ-દીવ તથા દાદરા નગર હવેલીમાં ડીઝલ ભાવમાં વધારો થશે. COVID-19 ની આર્થિક ખેંચ ને પહોચી વળવા ઘણા રાજ્યો પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ વધારા કરી આર્થિક સંતુલન કરવાના પ્રયાસ કરી રહ્યા છે જ્યારે આ વધારાથી પ્રજાનું આર્થિક સંતુલન બગડી જશે તે વાત ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર-ટેક્સ ટુડે

error: Content is protected !!