દમણ દીવ ના જી.એસ.ટી. સર્ટિફીકેટમાં સ્ટેટ કોડ હવે “25” ના બદલે “26” થઈ જશે!!

Spread the love
Reading Time: < 1 minute

01 ઓગસ્ટ 2020 થી બનશે આ નવા સ્ટેટ કોડ અમલી 

દમણ અને દીવ નું દાદરા અને નાગર હવેલીમાં 26 જાન્યુઆરી 2020 ના રોજથી વિલય થઈ ગયો છે. જી.એસ.ટી. હેઠળ આ બન્ને કેન્દ્ર શાશીત પ્રદેશ હજુ અલગ અસ્તિત્વ ધરાવે છે. 01 ઓગસ્ટ 2020 થી આ બન્ને પ્રદેશો જી.એસ.ટી. કાયદા હેઠળ પણ વિલીન થઈ જશે. દમણ અને દીવ ના જી.એસ.ટી. હેઠળ નો “સ્ટેટ કોડ” જે હાલ 25 છે તે બદલાઈ ને હવે “26” થઈ જશે. 01 ઓગસ્ટ થી આ ફેરફાર અમલી બની જશે તે અંગે ની ટ્રેડ નોટિસ 13 જુલાઇ 2020 ના રોજ બહાર પાડવામાં આવી છે. દમણ તથા દીવના જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતાઓ ને તેઓના લોગિનમાં સુધારેલા સ્ટેટ કોડ સાથે ના સર્ટિફિકેટ મળી રહેશે તેવું પણ આ ટ્રેડ નોટિસ માં જણાવવામાં આવ્યું છે.

દમણ અને દાદરા નગર હવેલી વચ્ચે મોટા પ્રમાણમા વેપાર થતો હતો. 31 જુલાઇ સુધી આ બન્ને વેપાર આંતર રાજ્ય વેપાર ગણાશે અને IGST લાગશે. પણ 01 ઓગસ્ટ થી આ બન્ને પ્રદેશો નું જી.એસ.ટી. હેઠળ પણ વિલીનીકરણ થઈ જવા ના કારણે આજ વેપાર સ્થાનિક વેપાર ગણાશે અને CGST-UTGST લાગશે.  ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

ટ્રેડ નોટિસ: Trade Notice

error: Content is protected !!