દાહોદ ખાતે તા. 12 ઓક્ટોબર ના રોજ ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ના વિષયો ઉપર સેમિનાર યોજાયો. મોટી સંખ્યા માં કર નિષ્ણાતો તથા કરદાતાઓ એ લીધો લાભ
ઉના, તા: 15.10.2019: દાહોદ ખાતે ધી દાહોદ ડિસ્ટ્રીકટ ટેક્સ પ્રેકટીશનર એશો દ્વારા, ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર તથા સેન્ટરલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ ના સહયોગ થી એક સેમિનાર નું આયોજન 12 ઓક્ટોબર ના રોજ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ, ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં ઇન્કમ ટેક્સ હેઠળ હાલ માં શરૂ થયેલ ઇ એસેસમેંટ ના વિષય ઉપર અમદાવાદ ના CA જિગ્નેશ પરિખ દ્વારા લોકો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડોદરા ના યુવાન CA અભય દેસાઇ દ્વારા જી.એસ.ટી. ને લગતા પ્રશ્નો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનાર માં ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર ના વાઇસ પ્રેસીડ્ંટ ભાષ્કરભાઈ પટેલ (વડોદરા), ઓલ ગુજરાત ફેડરેશન ના ભુતપૂર્વ પ્રમુખો ઉપેન્દ્રભાઈ ભટ્ટ, બકુલભાઇ પરિખ તથા શૈલેષભાઈ દેસાઇ અમદાવાદ થી ખાસ ઉપસ્થ્તિ રહ્યા હતા. આ સેમિનાર નો લાભ દાહોદ, બરોડા, આણંદ, હાલોલ, ગોધરા, વી. ગામના 250 થી વધુ ડેલિગેટ્સ દ્વારા લેવામાં આવ્યો હતો.