દિલ્હી કેબિનેટે ડીઝલનો વેટ 30% થી ઘટાડી 16.75% કર્યો: ડીઝલના ભાવમાં 8.36 રૂપિયાનો ઘટાડો થશે!!!!

Spread the love
Reading Time: < 1 minute

દિલ્હી સરકારનું આવકારદાયક પગલું. શું અન્ય રાજ્યો કરશે અનુકરણ???

દિલ્હી કેબિનેટે આજે ડીઝલ ઉપરના વેટ નો દર જે હાલ 30 % છે તેને ઘટાડી 16.75% કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના પગલે ડીઝલના ભાવમાં 8.36 રૂપિયાનો ઘટાડો આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ક્રૂડના ભા જ્યારે ઘટી ગયા હતા ત્યારે રાજ્ય તિજોરીને વધુ નુકસાન ના થાય તે હેતુથી આ વેટના દર વધારવામાં આવ્યા હતા. આ ઉપરાંત COVID-19 ના ખર્ચ ને પહોચી વળવા પણ અનેક રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ ના દર માં વધારો કર્યો હતો. એ સમયે વેટ માં વધારો કરવામાં પણ લગભગ દિલ્હી અગ્રેસર હતું. દિલ્હીના પગલે ચાલી અનેક રાજ્યોએ ડીઝલ-પેટ્રોલ ઉપર વેટ વધાર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે વેટ વધારા બાબતે દિલ્હીનું અનુકરણ કરનાર રાજ્યો વેટ ઘટાડા બાબતે દિલ્હીનું અનુકરણ ક્યારે કરે છે??? પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ ના કારણે અર્થતંત્રને ખૂબ નુકસાન જઇ રહ્યું છે. સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પણ ભૂતકાળના ભાવ વધારાના કારણે માંઠી અસર પડી છે. આવા સમયે વેટના ઘટાડો કરી પેટ્રોલ ડીઝલના ભાવ રાજ્ય સરકારો ઘટાડે તેવી આશા લોકો સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108