દીવ શહેર માં સ્વચ્છતાં સર્વેક્ષણ અંતર્ગત ઈનામ વિતરણ નો કાર્યક્રમ યોજાયો.

Spread the love
Reading Time: < 1 minute

તા. ૦૮ ફેબ્રુઆરી ૨૦૧૯ , દીવ મ્યુનિસિપલ કોન્ફરેંસ હોલ ખાતે ડેપ્યુટી કલેક્ટર કમ ચીફ ઓફિસર ડૉ અપૂર્વ શર્મા ની અધ્યક્ષતા માં “સ્વચ્છતાં સર્વેક્ષણ 2019” માં સહયોગ આપનારાં વિવિધ સરકારી વિભાગો, સરકારી અધિકારીઓ, સંસ્થાઓ તેમજ હોટેલ માલિકો નું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.

આ પૈકી ડે. કલેક્ટર ડૉ. શર્મા નાં હસ્તે દીવ એજ્યુકેશન વિભાગ, દીવ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ પેટ્રોલ પમ્પ, સેલ્ફ હેલ્પ ગ્રૂપ, વિવિધ હોટેલ, નૈના સોલંકી અને દીવ મ્યુન્સીપાલિટી સ્ટાફ ને સર્ટિફિકેટ સાથે ઈનામ આપી તેઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સન્માનિત થવા બદલ સંસ્થાઓ તેમજ અધિકારીઓએ  ડે. કલેક્ટર નો આભાર માન્યો હતો. તથા નાગરિકો ને સ્વચ્છતાં ને જીવનના ભાગ રૂપે સ્વીકારવા અપીલ કરેલ હતી. કૌશલ પારેખ ,બ્યૂરો રિપોટર ટેક્સ ટૂડે.

error: Content is protected !!