દીવ શહેર માં સ્વચ્છતાં સર્વેક્ષણ 2019 સપ્તાહ નો થયો પ્રારંભ

Spread the love
Reading Time: 2 minutes

દીવ, તા: 23.01.19; આજરોજ દીવ નગરપાલિકા ના કોન્ફરન્સ હોલ ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ 2019 માટે ની મિટિંગ નું આયોજન કરવામાં આવેલ હતું. જેનું સુકાન ડેપ્યુટી કલેક્ટર તેમજ ચીફ ઓફિસર શ્રી ડૉ અપૂર્વા શર્મા તેમજ દીવ નગરપાલિકા ના પ્રમુખ શ્રી હિતેશભાઈ સોલંકી એ  સંભાળ્યું હતું.  આ સ્વચ્છતાં સર્વેક્ષણ નો હેતુ સમાજ માં સાફ-સફાઈ પ્રત્યે જાગૃતતા જગાડવા ઉપરાંત પોતાની આસ પાસ અને જાહેર રસ્તાઓ તેમજ પર્યટન સ્થળ ઉપર સફાઈ બરાબર થઈ રહી છે કે હજુ તેમાં સુધાર લાવવા ની જરૂર છે તે ચકાસવા લોકો ને જાગૃત કરવા માટે નો હતો. નાગરિકો સ્વછતા અંગે જાગૃત થાય તથા આ સર્વેક્ષણ માં પોતાનો ફીડબૅક નિયમિત આપતા રહે તે માટે આ મિટિંગ બોલવામાં આવી હતી. આ મિટિંગ માં ડૉ. શર્મા દ્વારા આ સર્વેક્ષણ માં જોડવા માટે સરકારી કર્મચારી તેમજ જાહેર જનતાં અપીલ કરવામાં આવી હતી. સાથે આ સર્વેક્ષણ માટે ઘરબેઠા પોતાના મોબાઇલ પરથી કઈ રીતે જોડાવું તેની પૂરી માહિતી સ્ક્રીન પર બતાવવામાં આવી.  દરેક વ્યક્તિ આ માટે પોતાના મોબાઇલ પર થી GOOGLE પર જઈ SWACCHATA SARVEKSHAN 2019 ના પેજ પર CITIZEN FEEDBACK વાળી લિંક ઉપર તદન ઓછા સમય માં પોતાનો ફીડબૅક આપી શકે છે, અને સાથે  આ સર્વેક્ષણ SWACCHTA APPLICATION દ્વારા પણ ભરી શકાશે. અગર કોઈ વ્યક્તિ જો ઇન્ટરનેટ થી માહિતગાર ના હોય તો પોતાના સાદા મોબાઇલ માથી ટોલ ફ્રી નંબર 1969 પર કોલ કરી ને પોતાનું મંતવ્ય નોંધાવી શકશ. સાથે આ ફીડબૅક 31/01/2019 સુધી નોંધાવી શકાશે. દીવ નગરપાલિકા દ્વારા હવેથી વ્હોટ્સઅપ માં 9099910215 ઉપર પણ 24*7 ફરિયાદ કરી શકાશે તેની જાણકારી આપી હતી.

આ દરમિયાન DMC કાઉંસિલરો તેમજ જાહેર જનતાં દ્વારા પણ પોતાના મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. પર્યટકો અને નાગરિકો ને વેઠવી પડતી જાહેર શૌચાલયો ની તકલીફો અને વિવિધ સ્થળો પર સફાઈ ની સમસ્યાઓ નેતાઓ તથા નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન DMC પ્રમુખ શ્રી હિતેશભાઇ સોલંકી દ્વારા પણ પ્રજાને સ્વચ્છતા મિશન માં જોડાવા અપીલ કરી હતી. આ માટે પોતે સ્વયં પણ વધુ ને વધુ સક્રિય રહેશે તેવું તેમણે મિટિંગ માં જાહેર કરી “Leading From Front” નું જ્વલંત ઉદાહરણ પૂરું પડ્યું હતું. આ તકે DMC પ્રમુખ એ દીવ નગરપાલિકા એરિયા માં દીકરા કરતાં દીકરી ના જન્મદર ની ઓછી સંખ્યા વિષે પણ ચિંતા વ્યક્ત કરતા સમાજ ના પટેલો તેમજ આગેવાનો ને ને આ માટે જનતા માં જાગૃતતા ફેલાવા વિનંતી કરી હતી.

આ મિટિંગ માં એકસી. ઇજનેર શ્રી ગોપાલ સાહેબ, કાઉન્સિલરો, મામલતદાર શ્રી ચંદ્રાહંશ વાજા સાહેબ, આરોગ્ય અધિકારી શ્રી કસીમ સુલ્તાન સાહેબ, SHO PSI દિપક વાજા સાહેબ, હોટેલ અસોશિએશન ના પ્રમુખ શ્રી યતિનભાઈ ફૂગ્રો, ચૅમ્બર ઓફ કોમર્સે ના પ્રમુખ શ્રી ભાવેશભાઈ શેઠ તેમજ વિવિધ સમાજ ના પટેલો તેમજ આગેવનો જોડાયા હતા.    કૌશલ પારેખ, રિપોર્ટર ટેક્સ ટુડે

error: Content is protected !!