ધી ગુજરાત 0215111ટેક્સ બાર એશો. ની 65 મી વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે યોજાઇ: નવા પ્રમુખ તરીકે ઉર્વીશ પટેલ

Spread the love
Reading Time: 2 minutes

અમદાવાદ, તા: 14 મે 2019, એડવોકેટ, CA,  જી.એસ.ટી. પ્રેકટીશનરો ના ગુજરાત ના સૌથી મોટા એશોશીએશન એવા ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. ની 65 મી વાર્ષિક સાધારણ સભા, ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડીંગ, આશ્રમ રોડ અમદાવાદ ખાતે તારીખ 14 મે 2019 ના રોજ યોજાઇ હતી. વાર્ષિક સાધારણ સભા માં વર્તમાન પ્રમુખ શ્રી નિતિન ઠક્કર દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવેલ કાર્યક્રમો તથા કામગીરી અંગે સભ્યો ને માહિતગાર કર્યા હતા. એશોશીએશન ના મુખપત્ર એવા “સેલ્સ ટેક્સ જર્નલ” ના એડિટર શ્રી સમીર સિદ્ધપુરીયા દ્વારા જર્નલ ના એડિટર તરીકે તમામ સભ્યો ને જર્નલ માં પોતાના લેખ આપવા અપીલ કરી હતી. આ તકે ગત વર્ષ ના લેખકો ને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત એશોશીએશન ના સભ્યો ના બાળકો ને ગત વર્ષ ની પરીક્ષા માં સફળ રીતે ઉતીર્ણ થવા બદલ ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેલ ક્ષેત્રે સભ્યો પૈકી વિજેતાઑ ને ઇનામો આપવામાં આવ્યા હતા. વર્ષ 2019 20 માટે ની કારોબારી સમિતિ ની વરણી આ મિટિંગ માં બિન હરીફ રીતે કરવામાં આવેલ હતી. સામાન્ય સભા બાદ પ્રથમ કારોબારી મિટિંગ માં પ્રમુખ તરીકે શ્રી ઉર્વીશ પટેલ, ઉપ પ્રમુખ તરીકે વિનોદ પરમાર , સેક્રેટરી તરીકે સ્નેહલ ઠક્કર, સેક્રેટરી આઉટ સ્ટેશન તરીકે બરોડા ના નરેન્દ્ર પટેલ તથા ખજાનચી તરીકે નરેન્દ્ર કરકર ની નિમણૂક કરવામાં આવી હતી. એશોશીએશન ના સભ્ય અક્ષત વ્યાસ તથા બહારગામ ના સભ્યો દ્વારા પ્રમુખ ને લખવામાં આવેલ પત્ર પરથી પ્રમુખ દ્વારા પ્રમુખ સ્થાને થી એશોશીએશન ના બંધારણ સુધારા માટે સમિતિ રચના અંગે ના પ્રસ્તાવ ને બહુમતી નો ટેકો મળતાઆ સમિતિ ની રચના કરવામાં આવેલ હતી. નોર્થ ગુજરાત ના વરિષ્ઠ સભ્ય એવા શ્રી શાંતિભાઈ ઠક્કર દ્વારા તથા અન્ય બહારગામ ના સભ્યો દ્વારા પણ આ સુધારા દ્વારા બહારગામ ના સભ્યો ને એશોશીએશન ના વહીવટ માં પૂરતું પ્રતિનિધ્ત્વ આપવા માં આવે તે અંગે મહત્વ ની રજૂઆત કરવામાં આવેલ હતી. વાર્ષિક સામાન્ય સભા માં મોટી સંખ્યા માં અમદાવાદ ઉપરાંત ગુજરાત ના વિવિધ ખૂણાઑ માં થી સભ્યો એ હાજરી આપેલ હતી. વર્તમાન સેક્રેટરી (આઉટ સ્ટેશન) શ્રી જતિન ભટ્ટ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!