ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. દ્વારા વાર્ષિક રિટર્ન તથા GST ઓડિટ ની મુદત માં વધારો કરવા કરાઇ રજૂઆત
ઉના, તા: 11.06.2019: ગુજરાત રાજ્ય માં પ્રેકટીશ કરતાં જી.એસ.ટી. વ્યવસાયીઑ ની સૌથી મોટી સંસ્થા ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. દ્વારા નાણામંત્રી શુશ્રી નિર્મળા સિથારમણ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સીલ ના ચેરમેન, ગુજરાત ના નાણાં મંત્રી શ્રી નિતિન પટેલ, ચીફ કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્સ SGST તથા પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર CGST ને ઉદેશી ને જી.એસ.ટી. હેઠળ ભરવાના થતાં વાર્ષિક રિટર્ન તથા ઓડિટ રિપોર્ટ ની મુદત વધારવા રજૂઆત કરવામાં આવેલ છે. ઉલ્લેખનિય છે કે જી.એસ.ટી. કાયદા હેઠળ ૨૦૧૭-૧૮ ના વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન ૨૦૧૯ છે. જી.એસ.ટી. હેઠળ ના વાર્ષિક રિટર્ન માં સરળતા નો અભાવ હોવા અંગે ફરિયાદો ઉઠતી રહી છે. આ રિટર્ન ની અનેક વિગતો બાબતે ટેક્સ પ્રોફેશનલ્સ માં દ્વિધા પરવર્તી રહી છે. સરકાર ને પણ આ અંગે જાણ છે અને તેથી જ તેઓએ આ અંગે ખુલાસો બહાર પડવો પડ્યો છે. આ ખુલાસો પણ જૂન મહિના માં આવ્યો છે. વાર્ષિક રિટર્ન ના ફોર્મ માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હજુ આ ફોર્મ માં ફેરફાર ની ઘણી શક્યતાઓ રહેલી છે તેવું કર વ્યવસાયિકો માની રહ્યા છે. ટેક્સ ટુડે ને મળેલ માહિતી મુજબ હજુ ખૂબ ઓછા પ્રમાણ માં વાર્ષિક રિટર્ન ભરાયા ના અહેવાલો છે. એશોશીએશન દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે કે જી.એસ.ટી. હેઠળ ના ફોર્મ્સ ૯, ૯એ, ૯બી અને ૯સી (ઓડિટ રિપોર્ટ) ની મુદત વધારી ને ૩૧.૧૨.૨૦૧૯ કરી આપવામાં આવે. ટેક્સ ટુડે આ અંગે પોતાના અખબાર ના મધ્યમ થી આ ફોર્મ ને ૧ વર્ષ માટે “ઓપ્શનલ” બનાવવા રજૂઆત કરી ચૂક્યું છે. આશા રાખીએ કે સરકાર દ્વારા લોક લાગણી સમજી આ ફોર્મ ભરવાની મુદત માં યોગ્ય વધારો કરવામાં આવે. ફોર્મ મુલત્વી રાખવું-“ઓપ્શનલ” બનાવવું એ કરદાતા તથા વ્યવસાયી માટે સૌથી વધુ આવકારદાયક રહેશે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.