ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો તથા ડીસા ટેક્સ બાર એશો. ના સયુંકત ઉપક્રમે સેમિનાર

Spread the love
Reading Time: < 1 minute

તા. 17.8.19

ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો તથા ડીસા ટેક્સ બાર એશો. ના સયુંકત ઉપક્રમે ડીસા ની હોટેલ ડિસેન્ટ ખાતે જ્ઞાનોદય પાઠશાળા ના શીર્ષક હેઠળ જી.એસ.ટી. ના સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં વક્તા તરીકે અમદાવાદ ના એડવોકેટ સમીર સિધ્ધપુરીયા તથા ઉના ના એડવોકેટ ભવ્ય પોપટ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ સેમિનાર માં જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન તથા વેટ ઓડિટ અને નવા જી.એસ.ટી રિટર્ન નો સમાવેશ કરવામાં આવ્યા હતા. સેમિનાર માં નોર્થ ગુજરાત માંથી અંદાજે 70 જેટલા ડેલીગેટ્સ એ ભાગ લીધો હતો. સેમિનાર માં ગુજરાત સેલ્સ ટેક્સ બાર વતી પ્રમુખ ઉર્વીશ પટેલ તથા કારોબારી સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન દિલીપ ઠક્કર તથા શૈલેષ મયસુરીયાએ કર્યું હતું. ડીસા બાર ના પ્રમુખ હસમુખ દવે, મંત્રી સચિન ઠક્કર, પ્રોજેકટ ચેરમેન શાંતિલાલ ઠક્કર તથા ડીસા ટેક્સ બાર ના સભ્યોએ આ કાર્યક્રમ ને સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવી હતી.

 

 

 

પ્રેસ રિપોર્ટર હર્ષદકુમાર વી. ઓઝા, ટેક્સ ટુડે, મહેસાણા – નોર્થ ગુજરાત

 

 

error: Content is protected !!
18108