ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા જી.એસ.ટી. સેમિનાર નું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

અમદાવાદ તા 07 ફેબ્રુવારી 2019:

જી.એસ.ટી. પ્રેક્ટિસ કરતા વ્યવસાયીઓ નું રાજ્ય ના સૌથી મોટા એસોસીએશન ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. દ્વારા અમદાવાદ ખાતે અળધા દિવસ ના સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં અમદાવાદ ના વરિષ્ઠ ધારાશાસ્ત્રી નયનભાઈ શેઠ તથા નિશાંતભાઈ શુક્લા દ્વારા વક્તવ્યો આપવામાં આવ્યા હતા. નયનભાઈ દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ હાલ માં થયેલ સુધારા બાબતે ડેલીગેટ્સ ને માહિતી આપવામાં આવી હતી. નિશાંત ભાઈ દ્વારા ઇનપુટ ટેકસ ક્રેડિટ વિશે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. આ સેમિનાર અમદાવાદ મેનેજમેન્ટ એશો. ખાતે યોજાયો હતો. સમગ્ર રાજ્યમાંથી અંદાજે 250 જેટલા ટેક્સ એડવોકેટ્સ તથા ટેક્સ પ્રેક્ટિશનરો એ આ સેમિનાર નો લાભ લીધો હતો. સેમિનાર નું સંચાલન એસોસીએશન ના પ્રમુખ નીતિનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ સેક્રેટરી સ્નેહલભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. સેમિનાર ને સફળ બનાવવા એસોસીએશન ના હોદેદારો તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી.

ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!